27 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન મૂડીવાદી શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. કૃષ્ણન અગાઉ માઈક્રોસોફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક અને સ્નેપમાં પ્રોડક્ટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે અને તે હવે ડેવિડ ઓ. સાક્સની સાથે કામ કરશે. ટ્રમ્પે ડેવિડને ‘વ્હાઈટ હાઉસ એઆઈ અને ક્રિપ્ટો ઝાર’ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.
શ્રીરામ કૃષ્ણન કોણ છે
- માઈક્રોસોફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક અને સ્નેપ જેવી મોટી કંપનીઓમાં કામ કરી ચૂકેલા ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના અનુભવી કૃષ્ણન, ડેવિડ ઓ. સાક્સ સાથે મળીને કામ કરશે, જેને વ્હાઇટ હાઉસ AI અને Crypto Czar નામ આપવામાં આવ્યું છે.
- કૃષ્ણનના અબજોપતિ ઈલોન મસ્ક સાથે સારા સંબંધો છે, મસ્કએ 2022માં કંપની હસ્તગત કર્યા પછી ‘X’ ને ફરી ઊભું કરવા માટે તેમની સાથે કામ કર્યું હતું.
- કૃષ્ણનને ફેબ્રુઆરી 2021માં એન્ડ્રીસેન હોરોવિટ્ઝ (a16z)માં જનરલ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2023માં શ્રીરામ કૃષ્ણનને ફર્મની લંડન ઑફિસનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું, જે યુનાઇટેડ સ્ટેટ્સની બહાર તેનું પ્રથમ સ્થાન હતું.
- નવેમ્બરના અંતમાં તેમણે કંપની છોડી દીધી. એ પહેલાં કૃષ્ણને મુખ્ય ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને ઓપનએઆઈના ચેટજીપીટી જેવા AI-સંચાલિત મોડલ્સ વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક નવી ટેકનોલોજી-આધારિત દૃષ્ટિકોણનું સમર્થન કર્યું હતું.
શ્રીરામ કૃષ્ણનની શું જવાબદારી છે? ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે AI સાથે જોડાયેલી અનેક નિયુક્તિઓની જાહેરાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસ ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસીમાં AI પર સીનિયર પોલિસી એડવાઇઝર તરીકે કામ કરશે. ડેવિડની સાથે શ્રીરામ એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાથે જ તે વિજ્ઞાન તથા ટેક્નોલોજી પર રાષ્ટ્રીય સલાહકાર પરિષદ સાથે કામ કરીને AI નીતિને આકાર આપવામાં તથા સંકલન કરવામાં પણ મદદ કરશે.
ભારતીય મૂળના કૃષ્ણને તેમના આ પદ માટે સિલેક્ટ થવા પર કહ્યું,
હું મારા દેશની સેવા કરવા અને ડેવિડ સાથે મળીને AIના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ કાયમ રાખવાની જે તક મળી છે તેના માટે સન્માનિત અનુભવ કરી રહ્યો છું.
ભારતીય અમેરિકન સમુદાયે કૃષ્ણનના નામાંકનને આવકાર્યું છે. ઈન્ડિયાસ્પોરાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે, ‘અમે શ્રીરામ કૃષ્ણનને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને અમને ખુશી છે કે તેઓને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વ્હાઇટ હાઉસ ખાતે વિજ્ઞાન અને તકનીકી નીતિના કાર્યાલયમાં વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. શ્રીરામ ઘણા વર્ષોથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે સમજદાર વિચારક અને પ્રભાવશાળી વિવેચક છે. જાહેર નીતિ, આંતરરાષ્ટ્રીય બાબતો, રોકાણ અને ટેક્નોલોજીના મિશ્રણમાં ફેલાયેલું તેમનું અગાઉનું કાર્ય તેમને સારી રીતે સેવા આપશે કારણ કે તેઓ આ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેશની સેવા કરે છે.
અનેક મોટી કંપનીઓમાં ભજવી ચૂક્યા છે મોટી ભૂમિકા શ્રીરામ કૃષ્ણન વ્હાઇટ હાઉસમાં સિનિયર પોલિસી એડવાઈઝર તરીકેની જવાબદારી સંભાળવા જઈ રહ્યા છે. એ પહેલા શ્રીરામ કૃષ્ણન અનેક મોટી કંપનીઓમાં મહત્ત્વના પદે રહી ચૂક્યા છે જેમાં Microsoft, Twitter, Yahoo!, Facebook અને Snap વગેરેના નામ સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે તે David Sacks સાથે કામ કરે જે વ્હાઈટ હાઉસ એઆઈ એન્ડ ક્રિપ્ટો સીઝર હશે.
અમેરિકન લીડરશિપ પર ધ્યાન આપવું પડશે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે શ્રીરામ કૃષ્ણનને આ જવાબદારીની સાથે અમેરિકન નેતૃત્વ પર સતત ધ્યાન રાખવું પડશે. સાથે જ એઆઈ પોલિસી બનાવવા અને તેને લાગુ કરવામાં મદદ કરવાની રહેશે. શ્રીરામે માઈક્રોસોફ્ટમાં તેમની કારકિર્દી વિન્ડોઝ એઝરના સંસ્થાપક સભ્ય તરીકે શરૂ કરી હતી.