14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેરિફ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર વાતચીત થઈ શકે છે
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં પાછા આવ્યા બાદ કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જોકે, બાદમાં તેમણે કેનેડા અને મેક્સિકોને 30 દિવસ માટે ટેરિફ રાહત આપી.
ટ્રમ્પ વારંવાર ભારતના ઊંચા ટેરિફ દરોની ટીકા કરી ચૂક્યા છે. જોકે, અત્યાર સુધી તેમણે ભારત પર કોઈપણ પ્રકારનો ટેરિફ લાદ્યો નથી.
એવું માનવામાં આવે છે કે મોદી અને ટ્રમ્પ ટેરિફ અંગે ચર્ચા કરી શકે છે. આ ઉપરાંત મોદી અને ટ્રમ્પ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર પણ ચર્ચા કરી શકે છે.
પ્યુ રિસર્ચ અનુસાર, અમેરિકામાં 7 લાખ 25 હજારથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયો રહે છે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ નવેમ્બર 2024 માં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેણે માન્ય દસ્તાવેજો વિના 20,407 ભારતીયોની ઓળખ કરી છે.