6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા બાદ રવિવારે વોર કેબિનેટની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ હતી કે ઈરાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર આ કેવી રીતે અને ક્યારે થશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. બીજી તરફ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઈરાનમાં કેદ 17 ભારતીયોની મુક્તિ માટે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી.
જયશંકરે કહ્યું કે બંને દેશોએ શાંતિ અને કૂટનીતિ દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ. જોકે, શનિવારે ઈરાને ઈઝરાયલના એક અબજોપતિની કંપનીનું જહાજ કબજે કર્યું હતું. આ કાર્ગો જહાજ ભારત આવી રહ્યું હતું અને તેમાં 17 ભારતીય ક્રૂ મેમ્બર હતા.
આ પહેલા ઈરાનની સેનાએ શનિવારે (ભારતીય સમય મુજબ) મોડીરાતે 3 વાગ્યે લગભગ 300 ડ્રોન અને મિસાઈલ વડે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈઝરાયલે અમેરિકા અને અન્ય સહયોગી દેશો સાથે મળીને 99% ડ્રોન-મિસાઈલો અટકાવી દીધી હતી.
હુમલામાં માત્ર ઈઝરાયલના નેવાટીમ એરફોર્સ બેઝને થોડું નુકસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને ઈઝરાયલ પરના આ હુમલાને ‘ઓપરેશન ટ્રુ પ્રોમિસ’ નામ આપ્યું છે. હકીકતમાં 1 એપ્રિલના રોજ ઈઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.
લાઈવ અપડેટ્સ
6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ શાળા-કોલેજો અને જાહેર સભાઓ પરથી પ્રતિબંધ હટાવ્યો
IDFએ ઈરાની હુમલાના લગભગ 24 કલાક પછી જ દેશમાં લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવ્યા હતા. વાસ્તવમાં ઈરાની હુમલા બાદ ઈઝરાયલમાં શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. ભીડ એકઠી કરવા અને જાહેર સભાઓ યોજવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રતિબંધો ઇઝરાયલના સમય મુજબ સોમવારે રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેવાના હતા. પરંતુ IDFએ રવિવારે રાત્રે જ તેમને હટાવ્યા હતા.
45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાને UNSCમાં કહ્યું- અમે યુદ્ધ નથી ઈચ્છતા, અમે અમારી સુરક્ષા માટે હુમલો કર્યો
UNSC ની બેઠકમાં ઈરાનના રાજદૂત આમિર ઈરવાણીએ કહ્યું, “અમે જે કંઈ કર્યું તે અમારી સુરક્ષા માટે હતું. અમને યુએનની કલમ 51 હેઠળ આમ કરવાનો અધિકાર છે. અમે માત્ર ઈઝરાયલમાં મિલિટરી બેઝને નિશાન બનાવ્યા. અમે યુદ્ધને આગળ વધારવા ઇચ્છતા નથી
48 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલે કહ્યું- ત્રીજા વિશ્વ યુદ્ધને ટાળવા માટે ઈરાનને રોકવું જરૂરી
ઈરાનના હુમલા બાદ રવિવારે મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક મળી હતી. ઈઝરાયલના રાજદૂત ગિલાદ એર્ડને કહ્યું છે કે વિશ્વ શાંતિ માટે અને ત્રીજા વિશ્વ યુદ્ધથી બચવા માટે ઈરાનને રોકવું ખૂબ જ જરૂરી છે.

ગિલાદે કહ્યું, “ઈરાન દુનિયા પર રાજ કરવા માગે છે. ઈઝરાયલ પર તેમનો હુમલો એ વાતનો પુરાવો છે કે ઈરાનને કોઈની પરવા નથી. તે મુસ્લિમો અને ઈસ્લામ સાથે પણ નથી.” આ પછી, ઇઝરાયલના રાજદૂતે ગૃહને અલ-અક્સા મસ્જિદ પર ઈરાની ડ્રોનની તસવીર બતાવી.
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનનો દાવો- હુમલાના 72 કલાક પહેલા ચેતવણી આપવામાં આવી હતી
ઈરાને દાવો કર્યો છે કે શનિવારે મોડી રાત્રે થયેલા હુમલાના 72 કલાક પહેલા તેમણે ઈઝરાયલ અને અમેરિકાને નોટિસ આપી હતી. તુર્કીના વિદેશ મંત્રાલયે પણ કહ્યું છે કે હુમલા પહેલા તેઓએ આ મામલે અમેરિકા અને ઈઝરાયલ સાથે વાત કરી હતી.
જોકે અમેરિકાએ આ દાવાઓને ફગાવી દીધા છે. અમેરિકન અધિકારીઓએ કહ્યું કે ઈરાને આ વખતે તેમને કોઈ માહિતી આપી નથી. ઈરાનનું લક્ષ્ય વિનાશ સર્જવાનું હતું.
52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલે ઈરાનને જવાબ આપવાનો નિર્ણય કર્યોઃ રિપોર્ટ
ઈઝરાયલની વોર કેબિનેટે રવિવારે 3 કલાકની બેઠક બાદ ઈરાનને જવાબ આપવાનો નિર્ણય લીધો છે. NBC ન્યૂઝે પીએમ નેતન્યાહૂની ઓફિસના એક સૂત્રને ટાંકીને આ માહિતી આપી છે.
જોકે ઈરાનને કેવી રીતે જવાબ આપવો તે અંગે ઈઝરાયલ હજુ સુધી કોઈ નિર્ણય પર નથી પહોંચ્યું. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર તેમની સેના IDF આ અંગે સરકારને વિકલ્પો રજૂ કરશે.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદેશ મંત્રી જયશંકરે 17 ભારતીય ક્રૂ મેમ્બરની મુક્તિ અંગે ઈરાનના મંત્રી સાથે વાત કરી હતી.