39 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ 2003માં પરમાણુ હથિયારોના ઉત્પાદન વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો.
ઈરાને કહ્યું છે કે જો તેના અસ્તિત્વ પર કોઈ જોખમ આવશે તો તેનો સામનો કરવા માટે તે પરમાણુ બોમ્બ બનાવશે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના સલાહકાર કમાલ ખર્રાજીએ શનિવારે આ નિવેદન આપ્યું હતું.
ખર્રાજીએ કહ્યું, “અમે હજુ સુધી પરમાણુ બોમ્બ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ જો જરૂરી હોય તો અમે અમારા સિદ્ધાંતને બદલી શકીએ છીએ. જો ઇઝરાયલ અમારા પરમાણુ કેન્દ્રો પર હુમલો કરશે તો અમારે પોતાને બચાવવા માટે આ પગલું ભરવું પડશે.”

આ તસવીર ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના સલાહકાર કમલ ખર્રાજીની છે. તેમણે પરમાણુ બોમ્બ બનાવવાની ધમકી આપી છે.
ઈરાનમાં 11 વર્ષથી પરમાણુ હથિયારો વિરુદ્ધ ફતવો
ખરેખરમાં 2003માં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ પરમાણુ હથિયારો સહિત તે હથિયારના ઉત્પાદન વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો હતો, જે મોટા પાયા પર વિનાશનું કારણ બની શકે છે. ત્યારે ખામેનીએ કહ્યું હતું કે આ હથિયાર બનાવવું ઇસ્લામ અનુસાર હરામ (પ્રતિબંધિત) છે.
જો કે, આ હોવા છતાં, વર્ષ 2021માં, ઈરાનના તત્કાલિન ગુપ્તચર મંત્રીએ કહ્યું હતું કે પશ્ચિમી દેશોના વધતા દબાણ વચ્ચે આ ફતવાને પલટાવી શકાય છે. અલજઝીરા અનુસાર, ઈરાન 60% સુધી યુરેનિયમને ભેગુ કરી રહ્યું છે.
શસ્ત્રોમાં વપરાતા યુરેનિયમને 90% સુધી મેળવવામાં આવી રહ્યું છે. પરમાણુ હથિયારો પર નજર રાખનારી એજન્સી IAEAએ કહ્યું છે કે જો યુરેનિયમને વધુ મેળવવામાં આવશે તો તે 2 પરમાણુ હથિયારોની જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ થઈ જશે.
‘ઈરાન 5 મહિનામાં 12 પરમાણુ બોમ્બ બનાવી શકે છે’
આ પહેલા જાન્યુઆરીમાં UNના ન્યુક્લિયર ઈન્સપેક્ટર અને નિષ્ણાત ડેવિડ આલ્બ્રાઈટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને મોટો દાવો કર્યો હતો. અલબ્રાઈટે કહ્યું હતું કે ઈરાન આ સમયે સૌથી મોટો ખતરો છે. તેની પાસે માત્ર એટમ બોમ્બ બનાવવાની ટેક્નોલોજી નથી, પરંતુ તેના માટે યુરેનિયમ પણ ઉપલબ્ધ છે. ડેવિડે કહ્યું હતું કે, “જો જરૂર પડે તો ઈરાન થોડા અઠવાડિયામાં પહેલો બોમ્બ તૈયાર કરી શકે છે. જો તે ઈચ્છે તો 5 મહિનામાં 12 બોમ્બ બનાવી શકે છે.”

13 એપ્રિલે ઈરાને 300થી વધુ મિસાઈલ-ડ્રોન વડે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કેવી રીતે તણાવ વધ્યો?
છેલ્લા દોઢ મહિનામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. ખરેખરમાં 1 એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં ઈરાનના દૂતાવાસની ઈમારત પર હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના 2 ટોપ કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને ઇઝરાયલ પાસેથી બદલો લેવાની વાત કરી હતી.
માત્ર 12 દિવસ પછી 13 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો. આ દરમિયાન નેવાતિમ એરફોર્સ બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. જો કે, ઇઝરાયલ, અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે મળીને ઈરાનના 99% હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
આ હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે તેણે તેનો બદલો લઈ લીધો છે અને હવે તે વિવાદને વધારવા માંગતું નથી. જો કે ઇઝરાયલે બદલો લેવાની ચેતવણી આપી હતી. હુમલાના છ દિવસ બાદ ઇઝરાયલે ઈરાન સામે બદલો લીધો. તેઓએ ઈરાનના ન્યુક્લિયર બેઝ શહેર ઈસ્ફહાનને નિશાન બનાવ્યું હતું.
આ સિવાય ઈરાક અને સીરિયામાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જો કે આ સમયગાળા દરમિયાન વધુ નુકસાન થયું ન હતું. આ હુમલાઓ પછી બંને દેશો વચ્ચે ટકરાવ બંધ થઈ ગયો, પરંતુ શબ્દોનું યુદ્ધ ચાલુ રહ્યું. ઈરાન અને ઇઝરાયલ સતત એકબીજાને હુમલાની ધમકીઓ આપે છે.