તેલ અવીવ/વોશિંગ્ટન1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકા સહિત ઘણા દેશોએ કહ્યું છે કે ગાઝામાં શરણાર્થી કેમ્પ છે અને ત્યાં લાખો લોકો રહે છે, તેથી ઇઝરાયલે ત્યાં હુમલો ન કરવો જોઈએ. (ફાઈલ)
ઇઝરાયલની સેના ગાઝાની બહારના રાફા પર હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકન વેબસાઇટ ‘પોલિટિકો’એ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોની દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ અપડેટ છે.
ખરેખરમાં, ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને એક ઈન્ટરવ્યુ દરમિયાન ચેતવણી આપી હતી કે તેઓ રાફા પર હુમલો કરવાનો વિચાર છોડી દે. હવે અમેરિકન વેબસાઈટનો રિપોર્ટ કહી રહ્યો છે કે નેતન્યાહૂ આ બાબતે ઝૂકવા માટે તૈયાર નથી.
બાઈડને 9 માર્ચે કહ્યું હતું- અમે ગાઝામાં યુદ્ધને વધવા નહીં દઈએ અને ઇઝરાયલને રાફા પર હુમલો કરતા રોકવામાં આવશે, રાફા રેડ લાઈન એટલે કે લક્ષ્મણ રેખા છે.
બાઈડને થોડીક જ સેકન્ડમાં પલટી મારી
- શનિવારે, બાઈડને અમેરિકન ટીવી ચેનલ MSNBC ને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું- અમે ગાઝામાં યુદ્ધને વધવા નહીં દઈએ અને ઇઝરાયલને રાફા પર હુમલો કરતા રોકીશું, રાફા રેડ લાઈન એટલે કે લક્ષ્મણ રેખા છે. જો કે, થોડીક સેકંડ પછી તેમણે પલટી મારીને કહ્યું- રેડ લાઈન જેવી કોઈ વાત નથી.
- બાઈડને કહ્યું- રાફા એક રેડ લાઈન છે, પરંતુ અમે ઇઝરાયલને એકલા નહીં છોડીએ. ઇઝરાયલની સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી રેડ લાઈન વિશે મેં જે કહ્યું તેને ભૂલી જાઓ. જો કે, મને નથી લાગતું કે નેતન્યાહૂ પોતે રાફામાં મિલિટરી ઓપરેશન કરવા માંગતા હશે.
- એક સવાલના જવાબમાં બાઈડને કહ્યું- 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલમાં શું થયું તે બધા જાણે છે. આ પહેલા નેતન્યાહૂએ પોલિટિકોની પેરેન્ટ કંપની એક્સેલ સ્પ્રિંગરને કહ્યું હતું – મને ખબર છે કે રેડ લાઈન શું છે. તમે પણ જાણો છો કે રેડ લાઈન શું છે. રેડ લાઈન તે છે, જે હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પરના હુમલા દરમિયાન ક્રોસ કરી હતી.
ડેમોક્રેટ પાર્ટીની અંદરથી જ બાઈડન પર ઘણું દબાણ છે. પાર્ટીના ઘણા નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઇઝરાયલને હવે રોકવું પડશે. (ફાઈલ)
આરબ દેશો ચૂપચાપ મદદ કરી રહ્યા છે
- નેતન્યાહૂએ આ ઈન્ટરવ્યુમાં મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું- આ યુદ્ધ દરમિયાન અમને કેટલાક અરબ દેશો તરફથી ચૂપચાપ સપોર્ટ મળી રહ્યો છે. તેઓ જાણે છે કે હમાસ વાસ્તવમાં ઈરાનનું પ્યાદુ છે.
- હમાસનો દાવો છે કે ગાઝા પર હુમલા દરમિયાન અત્યાર સુધીમાં 31 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. લગભગ 20 લાખ લોકો ઘરવિહોણા બન્યા છે. બીજી તરફ ઇઝરાયલે ગયા મહિને દાવો કર્યો હતો કે યુદ્ધમાં હમાસના 12 હજાર આતંકવાદીઓ માર્યા ગયા છે.
- નેતન્યાહૂએ કહ્યું હતું- મને લાગે છે કે આ યુદ્ધ માત્ર 4 થી 6 અઠવાડિયા ચાલશે. અમે આર્મીની સાથે દરેક બાબત પર નજર રાખી રહ્યા છીએ. કેટલીક યોજનાઓ છે, જે જાહેર પ્લેટફોર્મ પર કહી શકાતી નથી. હું માનું છું કે ગાઝામાં પીવાના પાણીની સમસ્યા ખૂબ જ ગંભીર છે.
ગયા મહિને ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું હતું – કેટલાક લોકો અમને રાફા પર હુમલો ન કરવાની સલાહ આપી રહ્યા છે. હું તેમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ સમયે રાફા પર હુમલો ન કરવાનો અર્થ એ થશે કે ઇઝરાયલ આ યુદ્ધ હારી જશે અને એવું ક્યારેય નહીં બને. (ફાઈલ)
નેતન્યાહૂ આ પહેલા પણ અમેરિકન સલાહને ફગાવી ચૂક્યા છે
- ગયા મહિને નેતન્યાહૂએ વિશ્વના દબાણ સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. અમેરિકા, યુરોપ અને અન્ય ઘણા દેશોએ ઇઝરાયલને ગાઝાના રાફા વિસ્તારમાં હુમલો ન કરવા કહ્યું હતું. નેતન્યાહૂએ આ વાત સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
- ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું હતું- કેટલાક લોકો અમને રાફામાં હુમલા ન કરવાની સલાહ આપી રહ્યા છે. હું તેમને સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે આ સમયે રાફા પર હુમલો ન કરવાનો અર્થ એ થશે કે ઇઝરાયલ આ યુદ્ધ હારી જાય અને એવું ક્યારેય નહીં બને.
- જો બાઈડન અને બ્રિટિશ ફોરેન સેક્રેટરી લોર્ડ કેમરને ગયા મહિને નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ઇઝરાયલના વડાપ્રધાનને રાફામાં હુમલો ન કરવા જણાવ્યું હતું. તેમની દલીલ હતી કે રાફામાં શરણાર્થી શિબિરો છે અને અહીં એવા લોકો હાજર છે જેમણે ગાઝાના અન્ય વિસ્તારોમાંથી પોતાનો જીવ બચાવીને અહીં આશરો લીધો છે.
- બીજી તરફ ઇઝરાયલની સરકાર અને સેના બંનેનું કહેવું છે કે રાફાના શરણાર્થી કેમ્પમાં નાગરિકોની સાથે હમાસના હજારો આતંકવાદીઓ હાજર છે અને અહીંથી તેઓ ગાઝાના અન્ય ભાગોમાં જઈને ઇઝરાયલની સેના પર હુમલા કરી રહ્યા છે.