તેલ અવીવ13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલની સેનાએ હવાઈ હુમલામાં હિઝબુલ્લાના કમાન્ડર સલીમ જમીલ અય્યાશને મોતને ઘાટ ઉતાર્યો છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ, સલીમ સીરિયામાં હિઝબુલ્લાહના ગઢ ગણાતા અલ-કુસાયરમાં છુપાયેલો હતો. ઈઝરાયલની સેનાના હુમલામાં સલીમ ઉપરાંત વધુ 8 લોકો માર્યા ગયા હતા.
ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની ટીકા કરી છે અને ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે.
સલીમ હિઝબુલ્લાહના યુનિટ 151નો સભ્ય હતો. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલર (84 કરોડ રૂપિયા)નું ઈનામ રાખ્યું હતું. તે લેબનનના વડાપ્રધાન રફિક હરીરીની હત્યા માટે જવાબદાર હતો. હરીરી લેબનનના સૌથી લોકપ્રિય સુન્ની મુસ્લિમ નેતા હતા. તેઓ 5 વખત દેશના PM રહી ચૂક્યા છે.
14 ફેબ્રુઆરી 2005ના રોજ બેરૂતમાં હરીરીના કાફલાને 3,000 કિલો વિસ્ફોટકોથી ભરેલા ટ્રકે ટક્કર મારી હતી. આમાં તે મોતને ભેટ્યા હતા. આ હુમલામાં તેની સાથે રહેલા 21 લોકો પણ માર્યા ગયા હતા.
બેરૂતમાં વિસ્ફોટ પછી ઘાયલોને મદદ માટે એક લેબનીઝ માણસ બૂમો પાડી રહ્યો છે.
યુનાઈટેડ નેશન્સ અનુસાર, હરીરીની હત્યામાં 3,000 કિલો ડાયનામાઈટ સમકક્ષ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલો એટલો ભયંકર હતો કે વિસ્ફોટથી 11 મીટર પહોળો ખાડો પડી ગયો હતો.
હિઝબુલ્લાહે સલીમને સોંપવાનો ઇનકાર કર્યો, મોસાદ પર હત્યાનો આરોપ લગાવ્યા નેધરલેન્ડના હેગમાં સંયુક્ત રાષ્ટ્રએ હરીરીના મૃત્યુ પછી સ્પેશલ ટ્રિબ્યુનલ ફોર લેબનન (STL)ની રચના કરી હતી. વર્ષ 2022માં, STLએ રફીકીની હત્યા માટે સલીમ સહિત 3 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા અને તમામને આજીવન કેદની સજા ફટકારી હતી.
ટ્રિબ્યુનલે કહ્યું હતું કે સલીમ અય્યાશે પીએમ હરીરીની હત્યા કરનાર આત્મઘાતી ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. આમાં હસન હબીબ મેર્હી અને હુસૈન હસન ઓનાસી નામના વધુ બે લોકોનો પણ સામેલ હતા.
હત્યા બાદ આ ત્રણેય ફરાર હતા. તત્કાલીન હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે આ ત્રણેયને ટ્રિબ્યુનલને સોંપવાની ના પાડી દીધી હતી. નસરાલ્લાહે કહ્યું કે મોસાદે સીરિયન સેનાને લેબનનમાંથી બહાર કાઢવા માટે હરીરીની હત્યા કરાવી હતી.
ખરેખરમાં, લેબનનમાં ગૃહયુદ્ધ શરૂ થયા પછી, સીરિયાએ દેશના પૂર્વ-ઉત્તરી વિસ્તાર પર કબજો કરી લીધો હતો. હરીરી આ વિસ્તાર ખાલી કરવા માટે સીરિયા પર દબાણ કરી રહ્યા હતા, પરંતુ તેના પ્રયાસો સફળ થયા ન હતા. આ દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી.
હરીરીની હત્યા બાદ સીરિયા અને લેબનન વચ્ચેના સંબંધો વધુ બગડ્યા હતા. લેબનનના સ્થાનિક નેતાઓએ સીરિયા પર દેશ છોડવા દબાણ કર્યું. આખરે, સંયુક્ત રાષ્ટ્ર તરફથી સીરિયા પર દબાણ લાવવામાં આવ્યું, જેના કારણે સીરિયાએ એપ્રિલ 2005માં લેબનનમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી અને દેશ પર 29 વર્ષનો કબજો ખતમ થઈ ગયો.
જો કે, બાદમાં હિઝબુલ્લાહને હરીરીની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ઇઝરાયલ અને લેબનન વચ્ચેના સુધરતા સંબંધો પર હિઝબુલ્લાહ નારાજ હતું. હરીરીએ ઇઝરાયેલ સાથે સારા સંબંધો બનાવ્યા. તેમણે ઇઝરાયલ સાથે વાટાઘાટો કરીને દક્ષિણ લેબનન પાછું મેળવવામાં સફળતા મેળવી. ઇઝરાયલે 18 વર્ષથી આ વિસ્તાર પર કબજો જમાવ્યો હતો.
ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું- નસરાલ્લાહને ખતમ કરવો એ મોટી સિદ્ધિ છે દરમિયાન, ઇઝરાયેલના નવા રક્ષામંત્રી ઇઝરાયલ કાત્ઝે રવિવારે કહ્યું કે તેમના દેશે હિઝબુલ્લાહને હરાવ્યો છે. કાત્ઝે એમ પણ કહ્યું કે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને ખતમ કરવો એ ઈઝરાયેલની સૌથી મોટી સિદ્ધિ છે.
કાત્ઝે વધુમાં કહ્યું કે આપણે દબાણ જાળવી રાખવાની જરૂર છે. તેમણે કહ્યું કે ઇઝરાયલ લેબનનની આંતરિક રાજનીતિમાં રસ ધરાવતું નથી, પરંતુ તેમને આશા છે કે લેબનન ઇઝરાયલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવામાં અન્ય દેશો સાથે જોડાશે.