2 કલાક પેહલા
- કૉપી લિંક
રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે, ઇઝરાયલી કમાન્ડોએ ગાઝાના ગીચ વસતિવાળા વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના બે બંધકોને છોડાવવામાં આવ્યા હતા. છોડાવવામાં આવેલા બંધકો સિવાય હમાસે પોતે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
રવિવારે જ ઇઝરાયલની સેનાએ ગાઝાની એક હોસ્પિટલમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અહીં એક સુરંગ મળી આવી હતી. આ સુરંગની શોધ દરમિયાન 20 હમાસ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

રફા વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં બે વૃદ્ધ બંધકોને રાખવામાં આવ્યા હતા.
વૃદ્ધોને ચાર મહિના સુધી બંધક હતા
- ઈઝરાયલના અખબાર ‘હેયોમ’ના અહેવાલ મુજબ, છોડાવવામાં આવેલા બંધકોના નામ સિમોન માર્મોન (60) અને લુઈસ હેર (70) છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા દરમિયાન તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 234 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 107ને મુક્ત કરવામાં આવ્યા છે.
- રિપોર્ટ અનુસાર આ કમાન્ડો ઓપરેશન ઈન્ટેલિજન્સ ઈનપુટ બાદ કરવામાં આવ્યું હતું. આ લોકોને રફા વિસ્તારની એક બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન હમાસના સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. છોડાવવામાં આવેલા બંને બંધકો આર્જેન્ટિનાના નાગરિક છે. બંનેની તબિયત સારી નથી, તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
- ઇઝરાયેલ કમાન્ડો ફોર્સના લેફ્ટનન્ટ કર્નલ રિચર્ડ હેશે કહ્યું- અમારી પાસે નક્કર માહિતી હતી. આ લોકોને બિલ્ડિંગના બીજા માળે રાખવામાં આવ્યા હતા. વૃદ્ધોને બચાવવા એક મોટો પડકાર હતો. આનાથી વધુ માહિતી આપી શકાય તેમ નથી. આ દરમિયાન ભારે ગોળીબાર થયો હતો. જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા. અમારા કમાન્ડોને કોઈ નુકસાન થયું નથી.

બંને બંધકોને સોમવારે વહેલી સવારે એક જ હેલિકોપ્ટરમાં લશ્કરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

બચાવી લેવામાં આવેલા બે વૃદ્ધોની આ તસવીર ઈઝરાયલી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે.
હમાસના 20 આતંકવાદીઓની ધરપકડ
- રવિવારે ઈઝરાયલની સેનાએ ખાન યુનિસ વિસ્તારમાં મોટું સૈન્ય ઓપરેશન હાથ ધર્યું હતું. ઇઝરાયલી સેનાને ઈનપુટ મળ્યા હતા કે હમાસના આતંકવાદીઓ યુએનની મદદથી ચલાવવામાં આવી રહેલી હોસ્પિટલમાં છુપાયેલા છે. ઇઝરાયલી સૈનિકોએ હોસ્પિટલને ઘેરી લીધી અને પછી તેની શોધ શરૂ કરી.
- આ દરમિયાન સૈનિકોને ખબર પડી કે આ હોસ્પિટલના ભોંયરાની બાજુમાં એક સુરંગ છે. ઇઝરાયલના સૈનિકોએ આ સુરંગમાં ઓપરેશન શરૂ કર્યું હતું. હમાસના આતંકવાદીઓ અમુક અંતરે હાજર હતા. તેઓએ ફાયરિંગ શરૂ કર્યું.
- ઈઝરાયલની સેનાએ ઓપરેશન બાદ જારી નિવેદનમાં કહ્યું- અમારી પાસે ગુપ્ત માહિતી હતી અને અમે નક્કી કર્યું હતું કે ખાન યુનિસની આ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવશે. હવે પરિણામ દુનિયાની સામે છે. હમાસના આતંકવાદીઓ અમારા સૈનિકો પર હુમલો કરવા માટે હોસ્પિટલોનો ઉપયોગ કરી રહ્યા છે.