ગાઝા13 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુક્રવારે ઇઝરાયલના હુમલામાં 150થી વધુ પેલેસ્ટિનિયો ઘાયલ થયા હતા.
ઇઝરાયલે ગાઝાના અલ-નુસીરત કેમ્પ પાસે બનેલા એડ ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર (સહાય વિતરણ કેન્દ્ર) પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં 8 લોકોના મોત થયા છે.
ઇઝરાયલના સૈનિકોએ ઉત્તર ગાઝામાં એક સહાય સ્થાન પર ખાવાનું લેવા આવેલા પેલેસ્ટિનિયનો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા 21 લોકો માર્યા ગયા હતા. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર બંને હુમલામાં કુલ 29 પેલેસ્ટિનિયોના મોત થયા હતા.
અહીં, 19 નવેમ્બરના રોજ, હુતી બળવાખોરોએ કાર્ગો શિપ ગેલેક્સી લીડરને હાઇજેક કર્યું હતું. તેના 25 ક્રૂ મેમ્બર્સને બંધક બનાવવામાં આવ્યા હતા. હવે હુતીઓનું કહેવું છે કે આ બંધકોના જીવન હમાસના હાથમાં છે. ખરેખરમાં, ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે, પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હુતી બળવાખોરો લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં સતત જહાજો પર હુમલો કરી રહ્યા છે.
ગેલેક્સી લીડરનો આ વીડિયો હુતી સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આમાં તેના આતંકીઓ જહાજને હાઇજેક કરતા જોવા મળે છે.
25 ક્રૂ મેમ્બર્સ 4 મહિનાથી હુતીના કેદમાં છે
અમેરિકન મીડિયા સીએનએન અનુસાર, હાઇજેકના 116 દિવસ પછી પણ 25 ક્રૂ મેમ્બર (17 ફિલિપાઇન્સ, 2 બલ્ગેરિયા, 3 યુક્રેન, 2 મેક્સિકો, એક રોમાનિયા) વિશે કોઈ માહિતી સામે આવી નથી. ફિલિપાઇન્સના અધિકારો માને છે કે જ્યાં સુધી ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સને મુક્ત કરવામાં આવશે નહીં.
જહાજ ભારત આવી રહ્યું હતું
હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં કાર્ગો જહાજ ગેલેક્સી લીડરને હાઇજેક કર્યું હતું. આ જહાજ તુર્કીથી ભારત આવી રહ્યું હતું. હુતી બળવાખોરોએ તેને ઇઝરાયલનું જહાજ સમજીને તેને હાઇજેક કરી લીધું હતું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના જણાવ્યા અનુસાર, જહાજ પર બહામાસનો ધ્વજ લહેરાતો હતો. તે બ્રિટિશ કંપનીના નામે નોંધાયેલ છે. ઇઝરાયલના ઉદ્યોગપતિ અબ્રાહમ ઉંગર તેનો આંશિક ભાગીદાર છે. હાલમાં તે જાપાનની કંપનીને લીઝ પર આપવામાં આવ્યું હતું.
હમાસ ક્રૂ મેમ્બર્સને મુક્ત કરવાનો નિર્ણય લેશે
સીએનએન અનુસાર, ફિલિપાઈન્સના ફોરેન અફેર્સ ઓફિસર અડુઆર્ડો ડી વેગાએ કહ્યું – જ્યારે પણ અમે ક્રૂ મેમ્બર્સની મુક્તિ માટે હુતી વિદ્રોહીઓ સાથે વાત કરીએ છીએ, તેમનો જવાબ હોય છે કે જહાજ તેમના કબજામાં જ રહેશે. જ્યાં સુધી ગાઝા પર હુમલા બંધ ન થાય ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સને છોડવામાં આવશે નહીં. 14 માર્ચે, હુતીઓએ કહ્યું કે હમાસ ગેલેક્સી લીડરના ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો નિર્ણય લેશે.
અલ-કાસિમ બ્રિગેડના આતંકીઓ નક્કી કરશે
હુતીના પ્રવક્તા નસ્ર અલ-દિન આમેરે જણાવ્યું હતું કે જહાજ અને ક્રૂ સભ્યો અંગેનો નિર્ણય અલ-કાસિમ બ્રિગેડના આતંકીઓ દ્વારા લેવામાં આવશે. હાલમાં અમે હમાસ સાથે આ અંગે ચર્ચા કરી નથી. અત્યંત ક્રૂર ગણાતી હમાસની લશ્કરી પાંખ અલ-કાસિમ બ્રિગેડે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેના વડા મોહમ્મદ દેઇફ છે. તે 7 ઓક્ટોબરે ઇઝરાયલ પર થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. અલ કાસિમ બ્રિગેડની રચના 1991માં થઈ હતી.
આ વીડિયો જાહેર કરતી વખતે ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે અલ-કાસિમના આતંકીઓ પાઈપમાંથી રોકેટ બનાવે છે.
હુથી બળવાખોરો બંધકોના બદલામાં સત્તાવાર માન્યતા ઇચ્છે છે
ફિલિપાઈન્સના વિદેશી બાબતોના અધિકારી ડી વેગાએ જણાવ્યું હતું કે હુતી બંધકોના બદલામાં યમનની સરકાર તરીકે સત્તાવાર માન્યતા ઈચ્છે છે. દરિયામાં જહાજો પર હુમલો કરતી સરકારને ઓળખવી કોઈપણ દેશ માટે મુશ્કેલ હશે. તેથી તેમની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. અમે ઇચ્છીએ છીએ કે બંધક ક્રૂ મેમ્બર સુરક્ષિત રહે.
ખાવાનું લેવા ગયેલા પેલેસ્ટિનિયો પર ઇઝરાયેલની એરસ્ટ્રાઈક, તસવીરો…
ઇઝરાયલના સૈનિકોએ ઉત્તર ગાઝામાં એક એડ પોઈન્ટ પર પેલેસ્ટિનિયનો પર ગોળીબાર કર્યો. અહીં નાસભાગ મચી ગઈ હતી.
અહીં લોહી દેખાય છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઇઝરાયલે અલ-નુસીરાત કેમ્પ નજીક સહાય વિતરણ કેન્દ્ર પર હવાઈ હુમલો કર્યો.
નાશ પામેલા સહાય વિતરણ કેન્દ્રમાં હાથમાં અનાજ સઈને ઉભેલો એક પેલેસ્ટિનિયન