તેલ અવીવ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝામાં હમાસની અત્યાર સુધીની સૌથી મોટી ટનલ મળી આવી છે.
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ને મોટી સફળતા મળી છે. IDF અનુસાર, તેણે રવિવારે રાત્રે ગાઝાની સૌથી મોટી ટનલ શોધી કાઢી છે. અત્યાર સુધી માત્ર 4 કિમીનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો છે.
બીજી તરફ અમેરિકા અને જર્મની બાદ ઈટલીએ પણ ઇઝરાયલ પર સીઝફાયર માટે દબાણ વધાર્યું છે. અમેરિકન સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન આ અઠવાડિયે તેલ અવીવ પહોંચી રહ્યા છે.

આ તસવીર ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા બહાર પાડવામાં આવી છે. તેના અહેવાલ મુજબ, હમાસની આ સૌથી મોટી સુરંગ રવિવારે રાત્રે કેટલાક પત્રકારોને બતાવવામાં આવી હતી. પત્રકારોને કારમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી સાબિત થઈ શકે કે આ ટનલ કેટલી મોટી અને પહોળી છે.
હમાસના ટોપ લીડર આ ટનલમાં છુપાયા હતા
- ‘ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ અનુસાર, આ ટનલ રવિવારે ગાઝાના ઉત્તરીય વિસ્તારમાં રેડ દરમિયાન મળી આવી હતી. ખાસ વાત એ છે કે આ ટનલ ઇઝરાયલ બોર્ડરની ખૂબ નજીક પહોંચે છે.
- IDF અત્યાર સુધી તેના માત્ર 4 કિલોમીટર સુધી જ પહોંચી શક્યું છે. ઘણી જગ્યાએ તે જમીનની નીચે 165 ફૂટ સુધી જોવા મળી છે. IDF અનુસાર, મિની ટ્રક પણ ટનલના મોટાભાગના ભાગોમાંથી પસાર થઈ શકે છે. એવું માની શકાય છે કે હમાસનું ટોપ નેતૃત્વ તેનો ઉપયોગ કરતું હશે, કારણ કે અહીં અનેક લક્ઝરી ઉપરાંત સેટેલાઇટ ફોન પણ મળી આવ્યા છે.
- IDFએ કહ્યું- છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમારી નજર આવી ટનલ પર હતી. તેનું કારણ એ હતું કે હમાસના આતંકવાદીઓ ઉત્તરીય વિસ્તારોમાં હુમલા બાદ અચાનક ગાયબ થઈ જતા હતા. આ માહિતી ઈલેક્ટ્રોનિક મેપિંગ દ્વારા શોધી કાઢવામાં આવી હતી. તેનું સત્ય દુનિયાને જણાવવામાં આવશે.
- IDF દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ ટનલ પ્રોજેક્ટ હમાસ નેતા યાહ્યા સિનવારના ભાઈ મોહમ્મદ સિનવારે તૈયાર કર્યો હતો. મોહમ્મદ ખાન યુનિસ વિસ્તારમાં હમાસનો બટાલિયન કમાન્ડર છે.
- IDF એ ટનલમાંથી એક વિડિયો ફૂટેજ પણ મેળવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેને હમાસ દ્વારા જ તેના કમાન્ડરોને બતાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. હવે તેને મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવ્યા છે.

અમેરિકાની સરકારે ઇઝરાયલ પર યુદ્ધ અને યુદ્ધવિરામનો વ્યાપ મર્યાદિત કરવા દબાણ વધારવાનું શરૂ કર્યું છે. એવું માનવામાં આવે છે કે કુવૈતમાં ગુપ્ત કૂટનીતિ હેઠળ આ અંગે વાતચીત ચાલી રહી છે.
ઇઝરાયલ પર અમેરિકાનું દબાણ વધ્યું
અમેરિકાના વિદેશ મંત્રી લોયડ ઓસ્ટિન આ અઠવાડિયે ફરી એકવાર ઇઝરાયેલ પહોંચી રહ્યા છે. અમેરિકાની સરકારે ઇઝરાયલ પર યુદ્ધ અને યુદ્ધવિરામનો વ્યાપ મર્યાદિત કરવા દબાણ વધારવાનું શરૂ કર્યું છે. એવું માનવામાં આવે છે કે કુવૈતમાં ગુપ્ત કૂટનીતિ હેઠળ આ અંગે વાતચીત ચાલી રહી છે. આ સાથે નોર્વેમાં પણ કેટલીક વાતચીતના અહેવાલ છે.
માનવામાં આવે છે કે ઓસ્ટિન તેલ અવીવમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ખાનગીમાં મુલાકાત કરશે. આ પછી તેઓ રક્ષા મંત્રી યોવ ગેલન્ટને પણ મળશે. ઓસ્ટિન તેલ અવીવ પહોંચે તે પહેલા ઇઝરાયલે ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે તેને કોઈપણ દેશનું સમર્થન ન મળે તો પણ જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી તે આ યુદ્ધ રોકશે નહીં.

ઈઝરાયેલે ગાઝાને મદદ પહોંચાડવા માટે બીજો માર્ગ ખોલ્યો છે. આ ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો સાંકડો વિસ્તાર છે.
ગાઝામાં ફ્રેન્ચ રાજદ્વારીનું નિધન
રફાહ શહેરની ગાઝા સ્ટ્રીટ પર ઇઝરાયલના બોમ્બમારામાં એક ફ્રેન્ચ રાજદ્વારીનું મોત થયું હતું. આ હુમલામાં 12 થી વધુ નાગરિકો પણ માર્યા ગયા છે. સાચો આંકડો જાહેર કરી શકાયો નથી.
ફ્રાન્સની સરકારે આ રાજદ્વારીની ઓળખ જાહેર કરી નથી, પરંતુ નિશ્ચિતપણે કહ્યું છે કે આ રાજદ્વારીનું બુધવારે મૃત્યુ થયું હતું અને તે 2002માં વિદેશ સેવામાં જોડાયો હતો. તે રફાહ શહેરના એક શેલ્ટર હોમમાં અન્ય લોકો સાથે હાજર હતો. આ દરમિયાન ઇઝરાયલની સેનાએ અહીં બોમ્બમારો કર્યો હતો.