જેરુસલેમ/બેરૂત2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી હતી, હવે તેના વિરુદ્ધ એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે. જે રીતે ઈઝરાયલે હિઝબુલ્લાહ કમાન્ડરોનું પોસ્ટર બહાર પાડ્યું હતું, તેવી જ રીતે હવે ઈરાન સરકારે પણ પોસ્ટર બહાર પાડ્યું છે. જેમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું નામ ટોચ પર છે. જેમાં લખવામાં આવ્યું છે- ‘આખી સરકાર, જિંદા યા મુર્દા…આ ઈરાની ગુપ્ત મંત્રાલય દ્વારા વોન્ટેટ છે’ ઈરાન દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ઈઝરાયલના ‘આતંકવાદીઓ’ની યાદી. જે ઈરાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટરમાં સૌથી ઉપર પીએમ બેન્જામિન નેતન્યાહૂનો ફોટો છે. ઇઝરાયલના રક્ષા મંત્રી અને ત્યારબાદ ચીફ ઓફ જનરલ સ્ટાફનું નામ.
જાણો ઈરાનના પોસ્ટરમાં હાજર લોકો વિશે ઈરાન દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં નીચે ઈઝરાયલી એરફોર્સના કમાન્ડર, નેવીના કમાન્ડર, ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, મિલિટરી ઈન્ટેલિજન્સ હેડ, નોર્ધન કમાન્ડના વડા, સેન્ટ્રલ કમાન્ડના વડા અને દક્ષિણી કમાન્ડના વડાનું નામ અને ફોટો દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કુલ 11 લોકોનાં નામ અને ફોટોઝ છે, જે તમામને ઈરાને તેમના પોસ્ટરમાં ઈઝરાયલના ‘આતંકવાદી’ કહ્યા છે.
ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલું પોસ્ટર
આ લોકો ઈઝરાયલની સાચી તાકાત છે ઈરાને જે લોકોને પોસ્ટરમાં વોન્ટેડ તરીકે સામેલ કર્યા છે, તેઓ જ વાસ્તવમાં ઈઝરાયલની અસલી તાકાત છે. પહેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પછી ઈઝરાયલના નૌકાદળ, જમીન અને વાયુ સેના સાથે જોડાયેલા કમાન્ડરોને ઈરાન આતંકવાદી ગણાવી રહ્યું છે અને તેમને જીવિત કે મૃત ઇચ્છે છે
ઇઝરાયલ પર બીજા હુમલાની ચેતવણી મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર 180થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો. જે બાદ ઈઝરાયલે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે સમય આવવા પર જવાબ આપશે. પરંતુ હજુ પણ ઈરાનની હિંમત ઓછી થતી જણાતી નથી. તેણે ધમકી આપી છે કે જો ઈઝરાયલ જવાબ આપશે તો તેઓ બીજો હુમલો કરશે. આ હુમલાઓ સમગ્ર ઇઝરાયલ પર 30 મિનિટ સુધી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નાગરિકોને બોમ્બ શેલ્ટર પર જવા માટે કહેવામાં આવ્યું હતું. હુમલા બાદ ઈરાને કહ્યું કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે. આ તો માત્ર શરૂઆત છે. હકીકતમાં, 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.
ઈઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે આ હુમલાના પરિણામો આવશે. અમારી પાસે યોજના છે અને અમારી ઈચ્છા મુજબ સમય અને સ્થળ નક્કી કરીને કાર્યવાહી કરીશું. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અમેરિકી સેનાને ઇઝરાયલની મદદ કરવાનું કહ્યું.
અમેરિકાએ સાંજે 7 વાગ્યે ઈરાન પર હુમલો કરવાનો દાવો કર્યો હતો. અમેરિકાએ ઈરાનને કહ્યું હતું કે જો તે હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા X પર લખ્યું, ‘ઈરાને આજે રાત્રે એક મોટી ભૂલ કરી છે અને તેમણે તેની કિંમત ચૂકવવી પડશે.’
બાઇડને હુમલા વચ્ચે કટોકટી બેઠક યોજી હતી વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક કરી. આ બેઠકમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈઝરાયલને આ હુમલાથી કેવી રીતે બચાવી શકાય અને ઈઝરાયલમાં ફસાયેલા અમેરિકનોની મદદ માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના પર પણ ચર્ચા થઈ હતી.
તસવીરોમાં જુઓ ઈરાનનો ઈઝરાયલ પર હુમલો…
ઈરાની હુમલા દરમિયાન નાગરિકોને બોમ્બ શેલ્ટરમાં જવા માટે કહેવામાં આવ્યું હતું.
ઈરાને રાત્રે ઈઝરાયેલના ઘણા શહેરો પર હુમલો કર્યો.
ઈઝરાયેલના મીડિયા અનુસાર આયર્ન ડોમ દ્વારા ઘણી મિસાઈલોને નષ્ટ કરવામાં આવી હતી.
આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમે ઇઝરાયેલના એશકેલોન શહેરમાં ઇરાની રોકેટને અટકાવ્યા અને તોડી પાડ્યા.
ઈઝરાયલે એપ્રિલમાં ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈઝરાયલ અને તેના સાથીઓએ ઈરાની મિસાઈલો અને ડ્રોનને હવામાં તોડી પાડ્યા હતા.
ઈરાને આ વર્ષે એપ્રિલમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો આ પહેલા ઈરાને આ વર્ષે એપ્રિલમાં ઈઝરાયલ પર હુમલો કર્યો હતો, પરંતુ અમેરિકા, જોર્ડન અને અન્ય દેશોની મદદથી ઈઝરાયલે ઈરાન દ્વારા છોડવામાં આવેલી સેંકડો મિસાઈલો અને ડ્રોનને સંપૂર્ણ રીતે નિષ્ફળ બનાવી દીધી હતી. ત્યારપછી અમેરિકાએ ઈઝરાયલને સંયમ રાખવાનું કહ્યું, જેના કારણે ઈઝરાયલે ઈરાનના કેટલાક પરમાણુ કેન્દ્રો પાસેના એરબેઝ પર હુમલો કર્યો, પરંતુ પરમાણુ કેન્દ્રોને નિશાન બનાવ્યા નહીં.
એપ્રિલમાં ઈરાને મિસાઈલ અને ડ્રોન વડે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.