- Gujarati News
- International
- Israeli Airstrikes On Hezbollah Banks, It Was From Here That The Fighters Received Their Salaries; The Deputy Head Of The Organization Left Lebanon
બેરૂત9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલી દળોએ રવિવારે રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી બેંકોને નિશાન બનાવી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ વાતની પુષ્ટિ કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, અલ-કર્દ અલ-હસન એસોસિએશન હિઝબુલ્લાહના સભ્યોને વ્યાજમુક્ત લોન આપે છે. સમગ્ર લેબનનમાં તેની 31 શાખાઓ છે. આમાંથી કેટલી શાળાઓ પર હુમલો થયો છે તેની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
IDFએ કહ્યું કે, અમે હિઝબુલ્લાહને યુદ્ધ માટે નાણાં પૂરા પાડવાથી રોકવા માટે બેંક શાખાઓને નિશાન બનાવી રહ્યા છીએ. IDF એ દાવો કર્યો હતો કે, અલ-કર્દ અલ-હસન પાસે મોટી રકમની ઍક્સેસ હતી. જેનો ઉપયોગ હિઝબુલ્લાહે ઈઝરાયલ સામે કર્યો હતો.
ઈઝરાયલના એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, અલ-કર્દ અલ-હસનના નાણાંનો ઉપયોગ હિઝબુલ્લાહ દ્વારા તેના લડવૈયાઓને પગાર ચૂકવવા માટે કરવામાં આવતો હતો. આના પર હુમલો એ મોટી ઘટના છે. આનાથી હિઝબુલ્લાહની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડશે. તેણે કહ્યું કે, આ બેંકમાં હિઝબુલ્લાહના પૈસા છે, પરંતુ તે બેંક બધા પૈસા સંભાળતી નથી.
લેબનન પર ઈઝરાયલ હુમલાને લગતી તસવીરો…
ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગર ડેઇર ક્યુબેલમાં અલ-કર્દ અલ-હસન એસોસિએશનની શાખા પર હુમલો કર્યો.
ઈઝરાયલી દળોએ દહિયામાં અલ-કર્દ અલ-હસનની શાખા પર પણ હુમલો કર્યો હતો.
અલ-કર્દ અલ-હસન બેંકના કાગળો બેરૂતમાં વેરવિખેર. રાત્રે ઈઝરાયલી સેનાએ અહીં હુમલો કર્યો હતો.
બેરૂતમાં અલ-કર્દ અલ-હસન બેંકનો કાટમાળ સાફ કરતો સ્ટાફ.
હિઝબુલ્લાહના નાયબ વડાએ લેબનન છોડ્યું હિઝબુલ્લાહના ડેપ્યુટી સેક્રેટરી જનરલ નઈમ કાસિમ ઈઝરાયલના હુમલા વચ્ચે લેબનનથી ઈરાન ભાગી ગયો છે. ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ કાસિમ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીના વિમાનમાં 5 ઓક્ટોબરે ઈરાન જવા રવાનો થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈરાનને ડર હતો કે હસન નસરાલ્લાહની જેમ નઈમ કાસિમની પણ ઈઝરાયલ દ્વારા હત્યા કરવામાં આવશે.
ગયા મહિને ઈઝરાયલના હવાઈ હુમલામાં નસરાલ્લાહના મૃત્યુ પછી કાસિમે ત્રણ ભાષણો આપ્યા છે. પ્રથમ ભાષણ બેરૂતમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજું અને ત્રીજું ભાષણ તેહરાનમાં આપવામાં આવ્યું હતું. 15 ઓક્ટોબરે કાસિમે કહ્યું હતું કે, જ્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ બંધ નહીં કરે ત્યાં સુધી હિઝબુલ્લાહ તેના પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
અગાઉ, લેબનનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે, ઈઝરાયલના હવાઈ હુમલામાં મૃત્યુઆંક 2,464 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 11,530 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ગાઝામાં ઈઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 42 હજારથી વધુ લોકોના મોત થયા છે અને 1 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયલ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
ઈઝરાયલ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ સિનવાર માર્યો ગયો:ઈઝરાયલે પુષ્ટિ કરી, PM નેતન્યાહુએ કહ્યું- હવે હિસાબ બરાબર, યુદ્ધ ચાલુ રહેશે
7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાના માસ્ટરમાઈન્ડ હમાસ ચીફ યાહ્યા સિનવાર માર્યો ગયો. હમાસે પણ આ વાતની પુષ્ટિ કરી. હમાસના નેતા ખલીલ અલ-હય્યાએ કહ્યું છે કે, તેઓ ઈઝરાયલ વિરુદ્ધ તેમનું યુદ્ધ ચાલુ રાખશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…