અમુક પળો પેહલા
- કૉપી લિંક
- બેદ્દાવી રેફ્યૂજી કેમ્પ પર હુમલો થયો, અલ-કાસિમ બ્રિગેટના લીડરનું મોત
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF)એ દક્ષિણી લેબનન પછી હવે ઉત્તરી લેબનનમાં પણ હવાઈહુમલા વધારી દીધા છે. IDFએ શુક્રવારે કહ્યું હતું કે છેલ્લા 4 દિવસમાં તેમણે 250 હિઝબુલ્લાહ આતંકીઓને મારી નાખ્યા છે. આ સિવાય હિઝબુલ્લાહના 2,000થી વધારે સૈન્ય ઠેકાણાંને તબાહ કરી દીધાં છે.
CNNના જણાવ્યા પ્રમાણે, લેબનનથી 3 લાખ લોકો સિરિયા જતા રહ્યા છે. લેબનન સરકારના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધી 12 લાખથી વધારે લોકોએ દેશ છોડી દીધો છે. ઇઝરાયલી હુમલા વધ્યા પછી આ આંકડાઓ વધતા જઈ રહ્યા છે. ઇઝરાયલી હવાઈહુમલાના કારણે લેબનનને સિરિયા સાથે જોડતો હાઈવે તૂટી ગયો છે.
બાઇડને શુક્રવારે કહ્યું હતું કે ઇઝરાયલે હજુ સુધી એ નક્કી નથી કર્યું કે તે ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપશે. બાઇડને ઇઝરાયલને ઈરાનનાં એટમી ઠેકાણાં અને તેલ ભંડાર પર હુમલો ન કરવાની સલાહ આપી છે.
બાઇડને પત્રકારોને કહ્યું હતું કે જો તેઓ નેતન્યાહુની જગ્યાએ હોત તો બીજા વિકલ્પ વિશે ચોક્કસ વિચાર્યું હોત. તેમણે એવું પણ કહ્યું કે- ઇઝરાયલ-ઈરાનની વચ્ચે યુદ્ધ થવાનું નથી. તેઓ મિડલ ઈસ્ટમાં યુદ્ધ રોકવા માટે સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે.

ઇઝરાયલના લેબનન પર મિસાઈલ હુમલા સાથે જોડાયેલી તસવીર….

ઇઝરાયલી સેનાએ શનિવારે લેબનનના ત્રિપોલીમાં હુમલો કર્યો. એમાં ગાડીઓને નુકસાન પહોંચ્યું.

ઇઝરાયલી સેનાએ ગુરુવારે રાતે દાહિયા શહેર પર બોમ્બમારો કર્યો.

લેબનનના બૈરૂત શહેરમાં સાંજે ઇઝરાયલી હુમલા પછી રસ્તા પર ભાગતા લોકો.
ઈઝરાયલી સેનાએ 250 હિઝબુલ્લાહ આતંકીઓને મારી નાખ્યા
દક્ષિણ લેબનનમાં ઇઝરાયલી સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ શુક્રવારે કહ્યું હતું કે તેમણે છેલ્લા 4 દિવસમાં 250 હિઝબુલ્લાહ આતંકીઓને મારી નાખ્યા છે, જેમાં 5 બટાલિયન કમાન્ડર, 10 કંપની કમાન્ડર, 6 પ્લાટૂન કમાન્ડરનો સમાવેશ થાય છે. IDFએ કહ્યું હતું કે તેમણે 2,000થી વધુ હિઝબુલ્લાહ લશ્કરી લક્ષ્યોને નષ્ટ કર્યાં છે.
ઈઝરાયલના હુમલાને કારણે લોકો લેબનન છોડીને સિરિયા તરફ ભાગી રહ્યા છે. ઈઝરાયલના હવાઈહુમલાને કારણે લેબનનને સિરિયા સાથે જોડતો હાઈવે તૂટી ગયો છે. CNN અનુસાર લેબનનમાંથી 3 લાખ લોકો સિરિયા ગયા છે. લેબનીઝ સરકારના જણાવ્યા અનુસાર, અત્યારસુધીમાં 12 લાખથી વધુ લોકો દેશ છોડી ચૂક્યા છે. ઇઝરાયલના હુમલા વધતાં આ આંકડો વધી રહ્યો છે.

ઈઝરાયલના હુમલાને કારણે સિરિયા તરફ જતા હાઈવેને નુકસાન થયું છે.
અમેરિકાને ઈઝરાયલ પર વિશ્વાસ નથી, ઈરાનનાં એટમી ઠેકાણાં પર હુમલો કરી શકે છે
ઈઝરાયલે અમેરિકાને કોઈ ગેરંટી આપી નથી કે તે મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાનનાં પરમાણુ મથકો પર હુમલો નહીં કરે. CNNએ એક અમેરિકી અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઈઝરાયલ પરના હુમલાને 7 ઓક્ટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે. એ કહેવું મુશ્કેલ છે કે ઈઝરાયલ આવા સમયે બદલો નહીં લે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે કહ્યું હતું કે અમેરિકા ઈરાનનાં પરમાણુ સ્થળો પર હુમલાનું સમર્થન કરશે નહીં. બાઇડને કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે આ સમસ્યાનું સમાધાન વાતચીત દ્વારા થાય. રિપોર્ટ અનુસાર, ઘણા અમેરિકન અધિકારીઓએ ઈરાન પર હુમલો કરવા માટે ઈઝરાયલને સમર્થન આપ્યું છે. એ જ સમયે ઘણા માને છે કે આ મધ્યપૂર્વમાં યુદ્ધ તરફ દોરી શકે છે.
લાઈવ અપડેટ્સ
અત્યારે