21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે ફરી એકવાર ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. જયશંકરે કહ્યું, “જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આપણને કાયમી સીટ આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે નેહરુએ ભારતને પાછળ રાખીને ચીનને પ્રાથમિકતા આપી.”
એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું, “તે સમયે નહેરુએ કહ્યું હતું કે ભારત આ સીટ માટે લાયક છે પરંતુ પહેલા ચીને UNSCનું કાયમી સભ્ય બનવું જોઈએ.” વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, “આજે આપણે ઈન્ડિયા ફર્સ્ટની નીતિ અપનાવી રહ્યા છીએ, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે ભારતના વડાપ્રધાન ચીન ફર્સ્ટ અને ઈન્ડિયા સેકન્ડની નીતિ રાખતા હતા.”
(ફાઈલ)
જયશંકરે કહ્યું- પટેલે ચીન પર ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ નેહરુએ તેને ફગાવી દીધી હતી
જયશંકરે કહ્યું કે વર્ષ 1950માં તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલે પણ નેહરુને ચીનને લઈને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ચીનના ઈરાદા તેના શબ્દો સાથે મેળ ખાતા નથી અને ભારતે સાવધાન રહેવું જોઈએ. પરંતુ નહેરુએ તેમની ચિંતાઓને ફગાવી દીધી હતી.
જયશંકરના કહેવા પ્રમાણે, નેહરુએ કહ્યું હતું કે હિમાલયમાંથી કોઈ દેશ ક્યારેય ભારત પર હુમલો કરી શકે નહીં. આ અશકય છે. જ્યારે પહેલીવાર UNમાં PoKનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, “સરદાર પટેલ પાકિસ્તાન અને કાશ્મીરના મુદ્દે પણ UNમાં જવાની વિરુદ્ધ હતા. પરંતુ તેમ છતાં આ મુદ્દો UNમાં ઉઠાવવામાં આવ્યો હતો.
જયશંકરે કહ્યું- આપણને મોટાભાગની સમસ્યાઓ વારસામાં મળી છે
જયશંકરે કહ્યું, “કેન્દ્ર સરકાર છેલ્લા 10 વર્ષથી જે સમસ્યાઓનો સામનો કરી રહી છે તેમાંથી ઘણી સમસ્યાઓ આપણને વારસામાં મળી છે. આમાંથી કેટલીક સમસ્યાઓ હલ થઈ ગઈ છે, પરંતુ કેટલીકમાં વધુ સમય લાગશે.”
ભારતે પહેલીવાર 1 જાન્યુઆરી, 1948ના રોજ યુએન સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે પાકિસ્તાની ઘૂસણખોરો જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર કબજો જમાવી રહ્યા છે. તે કાયદેસર રીતે ભારતનો હિસ્સો છે અને પાકિસ્તાનને ત્યાંથી જવા માટે કહેવામાં આવવું જોઈએ.