1 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિશ્વના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મૃત્યુ પછી તેમના મગજને સાચવી રાખવામાં આવ્યું હતું જેથી એ જાણી શકાય કે તેમની બુદ્ધિમત્તા પાછળનું કારણ શું હતું. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય મૂળના 10 વર્ષના ક્રિશ અરોરાનું મગજ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન કરતા પણ તેજ નીકળ્યું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ભારતીય મૂળના ક્રિશ અરોરાનું IQ લેવલ 162 હતું, જ્યારે આઈન્સ્ટાઈનનું માત્ર 160 હતું. આ શાળાએ જતો છોકરો માત્ર 4 વર્ષની ઉંમરે ગણિતની સૌથી અઘરી કડીઓને પણ ઉકેલી શકતો હતો. માત્ર 4 મહિના ચેસ શીખ્યા પછી તેણે પોતાના જ કોચને હરાવી દીધા.
ભારતીય-બ્રિટિશ ક્રિશ અરોરાની આજે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. ક્રિશ અરોરાએ 162નો IQ સ્કોર હાંસલ કરીને બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગના ઉદાહરણો ઉચ્ચ આઈક્યુના કિસ્સામાં ટાંકવામાં આવતા હતા. ક્રિશ અરોરાએ બંનેને પાછળ છોડી દીધા છે. ક્રિશ અરોરાએ ગણિત, ચેસ અને પિયાનોમાં નિપુણતા મેળવી લીધી છે. તે વેસ્ટ લંડનના હાઉન્સલોનો રહેવાસી છે.
4 મહિના ચેસ રમીને ક્રિશે પોતાના જ કોચને હરાવી દીધા હતા.
4 વર્ષની ઉંમરે પ્રતિભા બતાવી યુનાઇટેડ કિંગડમ સ્થિત મીડિયા આઉટલેટ મેટ્રોના રિપોર્ટ અનુસાર, ક્રિશના માતા-પિતા મૌલી અને નિશાલ એન્જિનિયર છે. તેમણે કહ્યું કે ક્રિશ માત્ર ગણિત અને ચેસ પર જ નહીં, પરંતુ લગભગ દરેક વિષય અને પ્રવૃત્તિ પર ઉત્તમ કમાન્ડ ધરાવે છે. તેની આ ક્ષમતા તેને અન્ય બાળકો કરતા અલગ બનાવે છે. ક્રિશ અરોરાએ માત્ર 4 વર્ષની ઉંમરે કોઈપણ મુશ્કેલી વિના વાંચવાનું અને દશાંશ ભાગાકાર કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, સ્પેલિંગની બાબતમાં પણ ક્રિશ તેની ઉંમરના બાળકો કરતા ઘણો આગળ હતો.
ક્રિશને પિયાનોવાદક તરીકે ઘણા એવોર્ડ મળ્યા છે.
1.5 વર્ષમાં ગ્રેડ 8નો અભ્યાસ ક્રિશ અરોરા તેના ક્લાસમેટ્સને તેમનું હોમવર્ક પૂરું કરવામાં ઘણી મદદ કરે છે. માત્ર ચાર મહિના ચેસ રમીને તેણે પોતાના કોચને હરાવ્યા. તે પિયાનો વગાડવામાં પણ નિપુણ છે. માત્ર 1.5 વર્ષમાં તેને ગ્રેડ 8નું પ્રમાણપત્ર મળ્યું છે. ક્રિશને પિયાનોવાદક તરીકે ઘણા એવોર્ડ મળ્યા છે. ટ્રિનિટી કૉલેજ ઑફ મ્યુઝિકના ‘હોલ ઑફ ફેમ’માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પ્રતિભા અને આઈક્યુને ધ્યાનમાં લઈને તેને MENSAમાં સામેલ કરવામાં આવ્યો છે.