બૈરૂત9 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબેનાનમાં મંગળવારે પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ હવે વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ થયો છે. અલજઝીરા અનુસાર, આ હુમલામાં અત્યારસુધીમાં 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. રાજધાની બૈરૂતના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી સામે આવી છે.
આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમસંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબેનાનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.
આ વોકી ટોકીનું નામ ICOM V 82 છે, જે જાપાનમાં બનેલ છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લેબેનાનમાં આ બીજો મોટો ટેક્નોલોજીકલ હુમલો છે. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5000 પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.
આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. એને આ વર્ષની શરૂઆતમાં લેબેનાન મોકલવામાં આવ્યાં હતાં. મંગળવારે, આ પેજર્સ પર એક સંદેશ આવ્યો, જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 12 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં હિઝબુલ્લાહના 8 સભ્ય અને 2 બાળકનો સમાવેશ થાય છે. આ હુમલામાં 3000થી વધુ ઘાયલ થયા છે, જેમાં લેબેનાનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.
લાઈવ અપડેટ્સ
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબનોનમાં વોકી-ટોકી બ્લાસ્ટ
લેબનોનની રાજધાની બેરૂતમાં અનેક વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા છે. આ દરમિયાન હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના જનાઝામાં પણ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે.

35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગઈકાલે થયેલા વિસ્ફોટમાં 19 લોકોના મોત થયા હતા
આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. તેઓને આ વર્ષની શરૂઆતમાં લેબનોન મોકલવામાં આવ્યા હતા. મંગળવારે, આ પેજર્સ પર એક સંદેશ આવ્યો જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા. મૃતકોમાં હિઝબુલ્લાના 8 સભ્યો અને 2 બાળકોનો સમાવેશ થાય છે.
આ હુમલામાં 3000 થી વધુ ઘાયલ થયા છે. જેમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ સિરિયામાં પણ કેટલાક પેજર્સમાં વિસ્ફોટ થયા હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 14 જેટલા ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ કહ્યું કે તેણે “દુશ્મન” ઇઝરાયલને હુમલા માટે જવાબદાર ગણાવ્યું. ઈઝરાયલે હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી.
36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પેજર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોની તસવીરો…

પેન્ટના ખિસ્સામાં રાખેલા પેજરમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ ઘાયલ થઈને રોડ પર પડી ગયો. જેમને બાદમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.

પેજર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ જગ્યાના અભાવે તેમને જમીન પર જ સારવાર આપવામાં આવી રહી છે.

સ્કૂટર પર બેઠેલા એક યુવકના પેન્ટના ખિસ્સામાં પેજર બ્લાસ્ટ થતાં ઘાયલ થયો હતો
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
પેજર સાથે વોકી-ટોકીની ખરીદી કરવામાં આવી હતી
લેબનીઝ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે આજે જે વોકી-ટોકીઝ વિસ્ફોટ થઈ છે તે હિઝબુલ્લાહ દ્વારા પેજર્સ સાથે પાંચ મહિના પહેલા ખરીદવામાં આવી હતી. હિઝબુલ્લાહે આ વિસ્ફોટો માટે ઈઝરાયેલ પર પણ આરોપ લગાવ્યો છે
37 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબનોનમાં વોકી-ટોકી બ્લાસ્ટ
લેબનોનની રાજધાની બેરૂતમાં અનેક વોકી-ટોકીમાં વિસ્ફોટ થયા છે. આ દરમિયાન હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમ સંસ્કારમાં પણ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે.

કોમ્યુનિકેશન ડિવાઇસમાં વિસ્ફોટ થતાં બિલ્ડિંગના કેટલાક ભાગોમાં આગ લાગી હતી.

બેરૂતમાં વોકી-ટોકી બ્લાસ્ટમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.