ઇસ્લામાબાદ1 કલાક પેહલા
- કૉપી લિંક
નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે શુક્રવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ શુક્રવારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) વતી મુખ્યમંત્રી પદ માટે ચૂંટાયા હતા.
સ્પીકર સિબતૈન ખાને પીએમએલ-એન અને તેના સહયોગીઓના 215 સાંસદોને શપથ લેવડાવ્યા હતા. જ્યારે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC)ના 98 સભ્યોએ પણ શપથ લીધા હતા.
મરિયમની શપથવિધિ દરમિયાન પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સીએમ બન્યા બાદ મરિયમે લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે પહેલીવાર મુખ્યમંત્રી બનવાનું સન્માન દેશની દરેક માતા અને બહેનને સમર્પિત કરવા માંગે છે.
શુક્રવારે મરિયમ નવાઝે પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
પરિણામો બાદ સત્ર બોલાવનાર પંજાબ પહેલો પ્રાંત છે
દેશના પાંચ પ્રાંતોમાં પંજાબ પ્રથમ પ્રાંતીય વિધાનસભા છે, જેનું ઉદ્ઘાટન સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર શુક્રવારે સવારે 10 વાગ્યે શરૂ થવાનું હતું, પરંતુ તેમાં બે કલાકથી વધુ વિલંબ થયો હતો. ત્યારબાદ નમાજ માટે મુલતવી રાખવામાં આવી હતી. આ પછી, સત્ર ફરીથી 2.30 વાગ્યે શરૂ થયું અને પંજાબ વિધાનસભાના આઉટગોઇંગ સ્પીકર સિબતૈન ખાને ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવ્યા.
પંજાબ, પાકિસ્તાનનું સૌથી મોટું ચૂંટાયેલું ગૃહ
પંજાબ એસેમ્બલી 371 બેઠકો સાથે પાકિસ્તાનનું સૌથી મોટું ચૂંટાયેલું ગૃહ છે. તેમાં 297 સામાન્ય બેઠકો અને 74 અનામત બેઠકો છે, જેમાં 66 મહિલાઓ માટે અને 8 લઘુમતીઓ માટે છે. 8 ફેબ્રુઆરીએ 296 સામાન્ય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે એક બેઠક પર ઉમેદવારના મૃત્યુને કારણે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું.
2011માં રાજકારણમાં પ્રવેશ કર્યો
મરિયમ નવાઝ 2011માં સક્રિય રાજકારણમાં આવી હતી. તેમણે પોતાની રાજનીતિની શરૂઆત યુનિવર્સિટીઓમાં અને મહિલાઓના મુદ્દાઓ પર ભાષણો આપીને કરી હતી. મરિયમ માટે 2017નું વર્ષ શ્રેષ્ઠ રહ્યું. તે જ વર્ષે, તેમના પિતા નવાઝ શરીફનું નામ પનામા પેપર્સમાં આવ્યા બાદ પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી માટે અયોગ્ય જાહેર કર્યા હતા.
અહીંથી મરિયમે પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની કમાન સંભાળી. તે જ વર્ષે, બીબીસીએ તેમનો 100 પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં સમાવેશ કર્યો. આ પછી, તેઓ ન્યૂયોર્ક ટાઇમ્સની વિશ્વની 11 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.
પૂર્વ પીએમ નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ 2011માં સક્રિય રાજકારણમાં આવ્યા હતા. (ફાઇલ ફોટો)
સામાન્ય ચૂંટણીમાં કોઈની પાસે બહુમતી નથી
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી (134 બેઠકો) મળી નથી. ચૂંટણી પરિણામોમાં ઈમરાનને સમર્થન આપનારા અપક્ષોને સૌથી વધુ 93 બેઠકો મળી હતી.