વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલા
- કૉપી લિંક
ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે આવેલા પીએમ મોદીને ઘણી ભેટો મળી અને તેમણે ઘણી ભેટો પણ આપી. અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કે મોદીને સ્પેસએક્સના સ્ટારશિપ ફ્લાઇટ ટેસ્ટ 5ના હીટ શીલ્ડથી બનેલો મોમેન્ટો આપ્યો. આ કવચ અવકાશયાનને અતિશય તાપમાન સામે રક્ષણ આપે છે.
મોદીએ મસ્કનાં બાળકોને રવીન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, ધ ગ્રેટ આરકે નારાયણ કલેક્શન અને વિષ્ણુ શર્માની પંચતંત્ર પુસ્તક ભેટમાં આપ્યાં.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને અવર જર્ની ટુગેધર પુસ્તક ભેટમાં આપ્યું. આ 320 પાનાંના પુસ્તકમાં 2019માં યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમો અને 2020માં યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમોની તસવીરો છે.
મસ્કે સ્ટારશિપના હીટ ટાઇલ મોમેન્ટો આપ્યો

- ઇલોન મસ્કે પીએમ મોદીને હીટ શીલ્ડ ટાઇલ મોમેન્ટો આપ્યો.
- આ ટાઇલનો ઉપયોગ 13 ઓક્ટોબર, 2024ના રોજ મસ્કના સ્ટારશિપની 5મી ફ્લાઇટમાં કરવામાં આવ્યો હતો.
- હીટ શીલ્ડ ટાઇલ અવકાશયાનને અતિશય ગરમી સામે રક્ષણ આપે છે.
- એનો ઉપયોગ ઘરો, વાહનો અને અવકાશયાનમાં થાય છે.
મસ્કનાં બાળકોને પંચતંત્ર સહિત ત્રણ પુસ્તક ભેટમાં આપ્યાં

- પીએમ મોદીએ ઇલોન મસ્કનાં બાળકોને ત્રણ પુસ્તક ભેટમાં આપ્યાં.
- આમાંનું એક પુસ્તક વિષ્ણુ શર્મા દ્વારા લખાયેલું પંચતંત્ર કહાનીઓનું છે.
- બાકીનાં બે પુસ્તકો રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં ધ ક્રેસેન્ટ મૂન અને ધ ગ્રેટ આર.કે. નારાયણ કલેક્શન છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીને પુસ્તક ભેટ આપ્યું

- આ 320 પાનાંના પુસ્તકમાં ‘હાઉડી મોદી’ (2019) અને ‘નમસ્તે ટ્રમ્પ’ (2020) કાર્યક્રમોની તસવીરો છે.
- ટ્રમ્પે આ પુસ્તક પર એક સંદેશ પણ લખ્યો હતો- મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર, યુ આર ગ્રેટ.
- આ પુસ્તકની ઓનલાઈન કિંમત 6000 રૂપિયાથી 6873 રૂપિયા સુધીની છે.
ફ્રાન્સમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સનાં બાળકોને ભેટ



- જેડી વાન્સના પુત્ર ઇવાનને ભારતીય મધુબની લોકચિત્ર દર્શાવતી પઝલ ભેટમાં આપવામાં આવી હતી.
- આ પેઇન્ટિંગ પઝલ બિહારના મિથિલા અને મધુબની વિસ્તારોમાં ખૂબ પ્રખ્યાત છે.
- પીએમએ જેડી વાન્સના બીજા પુત્ર વિવેકને લાકડામાંથી બનાવેલી રેલવે સેટ ભેટમાં આપ્યો.
- આ રેલવે સેટ પર્યાવરણને અનુકૂળ કુદરતી રંગોથી રંગવામાં આવ્યો છે.
- જેડી વાન્સની પુત્રી મીરાબેલ રોઝ વાન્સને લાકડાના મૂળાક્ષરો આપવામાં આવ્યા.
ફ્રેન્ચ રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને પ્રતિમા અને અરીસાની ભેટ


- ફ્રાન્સના પ્રથમ મહિલા બ્રિજિટ મેક્રોનને રાજસ્થાનમાં હાથથી કોતરવામાં આવેલ ચાંદીનો ટેબલ મિરર ભેટમાં આપવામાં આવ્યો.
- આ હાથથી બનાવેલ ટેબલ મિરર ઉત્તમ કારીગરી અને સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.
- છત્તીસગઢની ડોકરા કલાકૃતિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને ભેટમાં આપવામાં આવી હતી.
- તે જડેલા પથ્થરો પર સંગીતકારોને દર્શાવે છે. તે વેક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.