- Gujarati News
- International
- NASA’s Space Center Shared Special Pictures And Videos Of The Solar Eclipse, Darkness Covered The Day Abroad
2 કલાક પેહલા
- કૉપી લિંક
મેક્સિકો, અમેરિકા અને કેનેડાના થોડા ભાગમાં સોમવારે દુર્લભ પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. આ દરમિયાન લાખોની સંખ્યામાં લોકોએ આ અદભુત નજારો જોયો. એટલું જ નહીં અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ પોતાની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર સૂર્યગ્રહણનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું. સાથે જ અંતરિક્ષથી સૂર્યગ્રહણ કેવું દેખાય છે, તેનો વીડિયો પણ નાસાએ શેર કર્યો. લગભગ એક સદીમાં પહેલીવાર, ન્યૂયોર્ક રાજ્યના પશ્ચિમી અને ઉત્તરી ક્ષેત્રોમાં પૂર્ણ ગ્રહણ જોવા મળ્યું છે.
સૂર્યગ્રહણ 4 મિનિટ 28 સેકન્ડ સુધી રહ્યું
મેક્સિકોના દરિયા કિનારે આવેલા શહેર માઝાટલાન ઉત્તરી અમેરિકાનું પહેલું સ્થાન બન્યું, જ્યાં સૂર્યગ્રહણ જોવા મળ્યું. આનો સીધો અર્થ એ થાય છે કે, આ સૂર્યગ્રહણે 15 યુએસ રાજ્યો અને 44 મિલિયન લોકોના ઘર આવરી લીધાં હતાં. સૂર્યગ્રહણને જોવા માટે દરિયાકાંઠાના હજારો લોકો એકઠા થયા હતા. લોકોએ ડેક ખુરશી પર બેસીને ચશ્માં પહેરીને આ નજારો માણ્યો હતો. સૂર્યગ્રહણનો સમયગાળો 4 મિનિટ અને 28 સેકેન્ડનો હતો.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓને પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું. નાસાએ કહ્યું, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગ્રહણ દરમિયાન ચંદ્રના પડછાયા સુધી પહોંચી ગયું હતું. યુ.એસ. સ્પેસે જણાવ્યું હતું કે, કપોલા પરની બારીઓ, ઓર્બિટલ આઉટપોસ્ટની “વિન્ડો ટુ વર્લ્ડ” ખુલ્લી હતી અને નાસાના ફ્લાઇટ એન્જિનિયરો મેથ્યુ ડોમિનિક અને જેનેટ એપ્સ પૃથ્વી પરના ચંદ્રના પડછાયાના ફોટા અને વિડિયો લઈ રહ્યા હતા.
નાસાના જણાવ્યા પ્રમાણે, સ્પેસ સ્ટેશન કેનેડાથી 260 માઈલ (418 કિમી) ઉપર પરિભ્રમણ કરી રહ્યું હતું કારણ કે ચંદ્રનો પડછાયો ન્યૂયોર્કથી ન્યૂફાઉન્ડલેન્ડ તરફ ગયો હતો. “સ્પેસ સ્ટેશને તેના ફ્લાયઓવર સમયગાળા દરમિયાન આનો અંદાજે 90% અનુભવ કર્યો.
નાસા દ્વારા શેર કરાયેલા ફૂટેજમાં ચંદ્રનો પડછાયો પૃથ્વીની ઉપર દેખાય છે
સૂર્યગ્રહણ વિશ્વભરમાં દર 11 થી 18 મહિનામાં ક્યાંક ને ક્યાંક થાય છે, પરંતુ તે ઘણીવાર લાખો લોકોને અસર કરતું નથી. અમેરિકાએ છેલ્લે 2017માં તેનો અનુભવ કર્યો હતો અને તે 2045 સુધી ફરીથી દરિયાકિનારે જોવા નહીં મળે.
NASAએ સૂર્યગ્રહણ દરમિયાન સુરક્ષા અંગે કાળજી રાખવા પર ભાર આપ્યો
નાસાએ પૂર્ણ સૂર્યગ્રહણ જોતા પહેલાં સુરક્ષા પર ભાર આપીને તેમના એક્સ અકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું હતું, અમે ઇચ્છીએ છીએ કે તમે પૂર્ણ સૂર્યગ્રહણ જુઓ. પરંતુ આ બાબતે કાળજી રાખવી કેમ કે અમે નથી ઇચ્છતા કે તમે આ છેલ્લી વસ્તુ જુઓ. નરી આંખે સૂર્યગ્રહણને જોવાનું ટાળજો. આંખની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખજો.
સોશિયલ મીડિયા પર મેક્સિકો સહિત તે તમામ જગ્યાથી લોકોએ સૂર્યગ્રહણનો વીડિયો અને તસવીર શેર કરી. આ દરમિયાન અનેક લોકો ઉત્સુક પણ લાગ્યા. વર્ષ 2024ના રોજ આ પૂર્ણ સૂર્યગ્રહણ એક ઐતિહાસિક ખગોળિય ઘટના રહી કેમ કે હવે ઓગસ્ટ 2024 સુધી અમેરિકામાં તે ફરી જોવા મળશે નહીં.
54 દેશોમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળ્યું. ભારતમાં સૂર્યગ્રહણ દેખાયું નહીં, કારણ કે જ્યારે ગ્રહણ શરૂ થયું ત્યારે અહીં રાત હતી
ગ્રહણની શરૂઆતથી અંત સુધી
અમેરિકામાં પૂર્ણ સૂર્યગ્રહણની 3 તસવીરો