લંડન10 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુનક સરકારે ભરતીની યોજના તૈયાર કરી છે. આ અંતર્ગત દર વર્ષે 26.49 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
બ્રિટનમાં નેશનલ સર્વિસ ફરજિયાત બની શકે છે. વડાપ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી હતી કે, “જો ભવિષ્યમાં કન્ઝર્વેટિવ પાર્ટી સરકાર બનાવે છે, તો નેશનલ સર્વિસ ફરજિયાત કરવામાં આવશે. આનાથી રાષ્ટ્રીય ભાવના જાગૃત થશે.”
બ્રિટિશ મીડિયા ‘ધ ગાર્ડિયન’ અનુસાર, મેંડેટરી નેશનલ સર્વિસ હેઠળ, 18 વર્ષના કિશોરોએ એક વર્ષ માટે સૈન્યમાં જોડાવું પડશે અથવા પોલીસ અથવા નેશનલ હેલ્થ સર્વિસ (NHS) જેવી સામુદાયિક સંસ્થાઓમાં વર્ષમાં 25 દિવસ સ્વયંસેવક બનવું પડશે. આ માટે સરકાર દર વર્ષે 26.49 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.
સુનકે આ વાત 25 મેના રોજ યોજાયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કહી હતી. ખરેખરમાં બ્રિટનમાં 4 જુલાઈએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. સુનક આની તૈયારીમાં વ્યસ્ત છે. તેમનું માનવું છે કે ફરજિયાત સેવા રાષ્ટ્રીય ભાવના જાગૃત કરશે અને તે યુવાનોને જીવન બદલવાની તક પૂરી પાડશે.
PM ઋષિ સુનકની નવી યોજના હેઠળ 18 વર્ષના તમામ કિશોરોએ નેશનલ સર્વિસમાં જોડાવું પડશે.
ભરતી યોજના તૈયાર છે
ફરજિયાત લશ્કરી સેવા માટેનો અંગ્રેજી શબ્દ છે કંસક્રિપ્શન (Conscription). આનો અર્થ એ છે કે ચોક્કસ વય મર્યાદાના લોકોએ તેમના દેશની સેનામાં ફરજિયાત સેવા કરવી પડશે. જેમ કોઈ કાયમી સૈનિક કરે છે. સુનક કહે છે કે તેમની પાર્ટીએ ભરતીની યોજના તૈયાર કરી છે.
રોયલ કમિશનની રચના કરવામાં આવશે
જો કન્ઝર્વેટિવ પાર્ટી સામાન્ય ચૂંટણી જીતે છે, તો રોયલ કમિશનની રચના કરવામાં આવશે. આ કમિશન રાષ્ટ્રીય સેવા કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપશે. આ પછી, આવતા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
સીક્રેટ રીતે તૈયાર કરવામાં આવેલી 40 પાનાની આ યોજનામાં સલાહકારોએ દલીલ કરી હતી કે રશિયા અને ચીન જેવા દેશોના વધતા આંતરરાષ્ટ્રીય ખતરાનો સામનો કરવા માટે સશસ્ત્ર દળોને વધારવાની જરૂર છે.
સુનકે કહ્યું- હું ઈચ્છું છું કે મારી દીકરીઓ પણ નેશનલ સર્વિસમાં જોડાય
બીબીસીના જણાવ્યા અનુસાર, ઋષિ સુનકે કહ્યું, “આ એક મહાન દેશ છે પરંતુ નવી પેઢીઓને તે તકો કે અનુભવો મળ્યા નથી જેના તેઓ લાયક છે. કેટલીક તાકાતો આપણા સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મારી પાસે આપણા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એખ સ્પષ્ટ યોજના છે.
હું આપણા યુવાનોમાં હેતુની સહિયારી ભાવના અને આપણા દેશમાં ગૌરવની નવી ભાવના જાગૃત કરવા માટે રાષ્ટ્રીય સેવાનું નવું મોડલ લાવીશ. આ પગલું યુવાનોને ‘જીવન-પરિવર્તનશીલ તકો’ પ્રદાન કરશે. એક પિતા તરીકે, મને મારી બંને પુત્રીઓ નેશનલ સર્વિસમાં જોડાય તેવી આશા રાખું છું.
પત્ની અક્ષતા મૂર્તિ અને બંને પુત્રીઓ સાથે ઋષિ સુનક.
વિરોધ પક્ષે આ યોજનાનો વિરોધ કર્યો હતો
વિપક્ષી લિબરલ પાર્ટીએ નેશનલ સર્વિસને ફરજિયાત બનાવવાની યોજનાનો વિરોધ કર્યો છે. બીબીસીના જણાવ્યા મુજબ, લિબરલ સાંસદ રિચાર્ડ ફોર્ડે કહ્યું: “આ કોઈ યોજના નથી – આ એક સમીક્ષા છે જેના પર અબજોનો ખર્ચ થઈ શકે છે અને તે માત્ર એટલા માટે જરૂરી છે કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટીએ સશસ્ત્ર દળોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. અમારા સશસ્ત્ર દળો એક સમયે દુનિયા માટે ઈર્ષ્યાનો વિષય હતો. આ રૂઢિચુસ્ત સરકારે સૈનિકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે.
20થી વધુ દેશોમાં ફરજિયાત લશ્કરી સેવા લાગુ
વિશ્વના 20થી વધુ દેશોમાં ફરજિયાત લશ્કરી સેવા લાગુ છે. જેમાં રશિયા, ઇઝરાયલ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, સ્વીડન, ઈરીટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ક્યુબા, ઈરાન, બ્રાઝિલ, બરમુડા, સાયપ્રસ, તાઈવાન, અલ્જીરિયા, અંગોલા, યુક્રેન, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), વિયેતનામ, આર્મેનિયા, ઑસ્ટ્રિયા, ડેનમાર્ક, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, બેલારુસ, ગ્રીસ, સીરિયા, થાઈલેન્ડ સામેલ છે.
આ સમાચાર પણ વાંચો…
બ્રિટનમાં 18 વર્ષની ઉંમર સુધી ગણિતનો અભ્યાસ ફરજિયાત રહેશે
બ્રિટનમાં 18 વર્ષ સુધીના યુવાનો માટે ગણિતનો અભ્યાસ ફરજિયાત બનશે. વડાપ્રધાન ઋષિ સુનક ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. તે ઈચ્છે છે કે બ્રિટનમાં વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા હોય, તેથી તે શિક્ષણ નીતિમાં ફેરફાર કરવા માંગે છે. તેમનું કહેવું છે કે આગામી સમયમાં વિશ્લેષણાત્મક કૌશલ્ય પર ભાર મૂકવામાં આવશે. યુવાનોએ આ માટે તૈયાર રહેવું પડશે.
PM તરીકે સુનક પહેલીવાર મતદારોનો સામનો કરશે
વડાપ્રધાન તરીકે ઋષિ સુનક પહેલીવાર ચૂંટણીમાં મતદારો સમક્ષ જશે. શાસક કન્ઝર્વેટિવ પાર્ટીએ 2022માં ચૂંટણી પહેલા પીએમના ચહેરાની જાહેરાત કરી ન હતી. ચૂંટણી પછી, પાર્ટીના સંસદીય જૂથે સુનકને પોતાના નેતા તરીકે ચૂંટ્યા. સુનકને લગભગ 200 સાંસદોનું સમર્થન મળ્યું, ત્યારબાદ તેઓ પીએમ બન્યા હતા.