એમ્સટર્ડમએક કલાક પેહલા
- કૉપી લિંક
- ફ્રન્ટિયર્સ ઇન સાઇકાઇટ્રી જર્નલમાં પ્રકાશિત શોધમાં ખુલાસો
નાઇટ શિફ્ટમાં કામ કરનાર લોકોમાં સ્લીપ ડિસઓર્ડર થવાની શક્યતા 50 ટકા વધારે હોય છે. ફ્રન્ટિયર્સ ઇન સાઇકાઇટ્રી જર્નલમાં પ્રકાશિત શોધમાં છ પ્રકારના સ્લીપ ડિસઓર્ડર અનિદ્રા, હાઇપરસોમનિયા (દિવસમાં વધારે ઊંઘ આવવી) પેરાસોમનિયા (અસામાન્ય ગતિવિધિઓ અથવા તો સપના આવવા) , ઊંઘમાં શ્વાસ સંબંધી વિકાર, ઊંઘની ગતિવિધિ સંબંધી તકલીફ અને સકેન્ડિયન રિધમ સ્લીપ વેક તકલીફને ધ્યાનમાં લઇને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે રાત્રે કામ કરતા 51 ટકા લોકોમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિમાં ઊંઘ સંબંધિત તકલીફ ઉભી થઇ છે. બીજી બાજુ 26 ટકા લોકો પૈકી બે અથવા તો તેના કરતા વધારે લોકોમાં ઊંઘ સંબંધિત તકલીફ જોવા મળી છે.
અભ્યાસના તારણને લઇને પણ કેટલાક લોકો સહમત નથી. જ્યારે કેટલાક લોકોએ એમ પણ કહ્યું છે કે વધુ નક્કર તારણ સાથે બહાર આવવાની હાલમાં જરૂર છે. હાલના સમયમાં સ્લીપ ડિસઓર્ડરની તકલીફ સતત વધી છે. આના માટે નિષ્ણાંતો જુદા જુદા કારણો આપે છે.
આંકડાના અનુસાર, આપણે આપણા જીવનનો ત્રીજા ભાગનો સમય ઊંઘમાં વિતાવીએ છીએ. ખાવાનું અને પાણીની જેમ ઊંઘ પણ આપણી જરૂરિયાત છે, પરંતુ અત્યારની ભાગ-દોડની લાઈફસ્ટાઈલના કારણે ઊંઘ સાથે સંબંધિત સમસ્યા વધી રહી છે. સ્લીપ ડિસઓર્ડર એક સાઈલેન્ટ મહામારી છે. 35% લોકો માને છે કે ઊંઘમાં ખલેલ પહોંચવાના કારણે તેમની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડી રહી છે.