- Gujarati News
- International
- Noise, Pollution And Housing Conditions Also Affect Children’s Development; They Are Very Backward Compared To Village Children
સિડની5 કલાક પેહલા
- કૉપી લિંક
- 41 દેશમાં પાંચ વર્ષ સુધીનાં બાળકો પર શહેરી વાતાવરણની અસર પર સંશોધન
ઘોંઘાટ, પ્રદૂષણ, ભીડભાડ અને ગીચ વસ્તી એ શહેરોની ખાસ વિશેષતા છે. આ પ્રકારના માહોલમાં જન્મથી પાંચ વર્ષ સુધીનાં બાળકોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ઊંડી અસર થાય છે. પરિણામે આ બાળકોનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. તેઓ ભવિષ્યમાં ગામડાંઓમાં ઉછરેલાં બાળકોની સરખામણીમાં સ્પર્ધાના દરેક ક્ષેત્રમાં પાછળ રહી શકે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીની આગેવાની હેઠળ હાથ ધરાયેલા અભ્યાસનાં પરિણામોમાં આ માહિતી અપાઈ છે.
આ અભ્યાસ 41 દેશોમાં 235 સંશોધનોના વિશ્લેષણ પર આધારિત છે. જર્નલ ઑફ પબ્લિક હેલ્થ રિસર્ચ એન્ડ પ્રેક્ટિસમાં પ્રકાશિત સંશોધનમાં જન્મથી 5 વર્ષનાં બાળકોના બાળપણના વિકાસને અસર કરતા પર્યાવરણનાં જોખમો અંગે વાત કરાઈ છે. તેની અસર બાળપણ પછીના જીવનમાં શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર કરે છે.
રિસર્ચ હેડ એરિકા મેકઈન્ટાયરે જણાવ્યું છે કે બાળકોના વિકાસને અસર કરતાં મુખ્ય પરિબળોમાં અવાજ, હવા અને જળ પ્રદૂષણ, રાસાયણિક અસરની સાથે પડોશની વિશેષતાઓ, સામાજિક સમર્થન અને રહેઠાણની સ્થિતિનો સમાવેશ થાય છે. સ્ટડીમાં શહેરી જીવન અંગેની ચિંતાઓ વિશે વધુ તપાસ કરાઈ તેમાં એક વાયુ પ્રદૂષણ પણ છે. મેકઈન્ટાયરે જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણ ન્યુરોલોજિકલ વિકાસ પર લાંબા ગાળાની અસર કરે છે. બગીચા અને ખુલ્લા કુદરતી વાતાવરણના અભાવે શહેરી બાળકોને અનુભવલક્ષી જ્ઞાન મળતું નથી. ગામડાંઓમાં ઉછરેલાં બાળકોની સરખામણીમાં શહેરી બાળકો કઠિન સ્પર્ધામાં માનસિક રીતે વધુ પરેશાન થાય છે.
શહેરી વાતાવરણ બાળકોને અનુકૂળ હોવું જોઈએ
સંશોધકોએ જણાવ્યું હતું કે સ્ટડી મુજબ શહેરી વાતાવરણ બાળકોને અનુકૂળ હોવું જોઈએ. શહેરના વિકાસમાં લીલાંછમ ઉદ્યાનો વગેરે વિકસાવીને બાળકોના માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકાય છે. શહેરમાં ઘોંઘાટ અને અન્ય પ્રદૂષણો ઘટાડવા જોઈએ.