કેનેડા ગયેલા ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી રહ્યા છે તે વાત નવી નથી પણ અમેરિકા માટે ચિંતાજનક વાત એ છે કે, હવે આ પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તાજેતરમાં અમેરિકાની ન્યૂઝ ચેનલ ફર્સ્ટ પોસ્ટ અમેરિકાએ બહાર પાડેલા આંકડા મુજબ, જૂન-2024ના એક જ મહિનામાં 5
.
ગેરકાયદે ઘૂસતા લોકો પર અમેરિકી પોલીસની સતત નજર રહે છે.
શું છે આખો મામલો? કેનેડામાં ભારતીયોની સંખ્યા નાની નથી. લાખો ભારતીયો વસે છે. આમાંથી મોટાભાગના ભારતીયો પાડોશી દેશ અમેરિકામાં સેટલ થવાનાં સપના લઈને કેનેડા પહોંચે છે. કેનેડાથી આ લોકો અલગ અલગ રસ્તે ચાલીને, બોટમાં જેમાં મેળ પડે તેમ અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ પ્રમાણ હવે વધ્યું છે. જૂન-2024ના એક જ મહિનામાં કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 5,152 ભારતીયો પકડાયા છે અને તેમને અમેરિકામાં ન ઘૂસવા દઈને પાછા કેનેડા મોકલી દેવાયાં છે. આ ઘૂસણખોરી કરવી સરળ એટલા માટે છે કે, અમેરિકાની જમીની સરહદ કેનેડાને અડીને આવેલી છે અને બંને દેશની સરહદ 9 હજાર કિલોમીટરની છે. તેમાં પણ અડધો અડધ સરહદ ખાલીખમ છે. ત્યાં કોઈ વસ્તી કે ગામ નથી. જંગલ વિસ્તાર જ છે. ઘૂસણખોરો આ જ વિસ્તારનો ઉપયોગ કરે છે. આ વિસ્તારો એવા છે જ્યાં કેનેડા કે અમેરિકા કોઈની સિક્યોરિટી કે ચેકપોસ્ટ નથી. આ રૂટથી ભારતીયોની રેકોર્ડબ્રેક ઘૂસણખોરીથી અમેરિકા ચિંતિત છે.
અંતરિયાળ વિસ્તારોનો વધારે ઉપયોગ થાય છે અમદાવાદના ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે, કેનેડા અને અમેરિકા વચ્ચે 9 હજાર કિલોમીટર લાંબી બોર્ડર છે. બંને દેશો વચ્ચે કોઈ વિવાદ નથી એટલે ફેન્સિંગ કે કોઈ આડસ નથી. કેનેડા અને અમેરિકા બોર્ડર વચ્ચે કેટલાક એરિયા એવા છે કે ચાલતાં ચાલતાં પણ અમેરિકામાં પહોચી શકો છો. બહુ જ ઈઝી છે. આપણે ત્યાં સ્ટેટ હાઈવે પર અંતરિયાળ રસ્તા હોય અને ડ્રાઈવ કરતાં કરતાં રાજસ્થાન કે મહારાષ્ટ્રમાં પહોંચી જાવ. વચ્ચે કોઈ ચેરપોસ્ટ કે બોર્ડર ન હોય ને એકાએક પાડોશી રાજ્યમાં પહોંચી જાવ એવું જ કેનેડા અને અમેરિકા વચ્ચે છે. અત્યાર સુધી એવું થતું હતું કે, લોકો કાર ડ્રાઈવ કરીને, બોટમાં, ચાલીને અમેરિકા પહોંચી જતા હતા. મેક્સિકો એવી જગ્યા છે જ્યાં ઘૂસણખોરી સરળતાથી કરી શકાય. બ્રાઝીલથી, નિકારાગુઆથી મેક્સિકો અને ત્યાંથી ચાલતાં ચાલતાં અમેરિકા પહોંચી ગયા. બધું જ શક્ય છે. કેનેડા જમીનથી માત્ર અમેરિકા સાથે જ કનેક્ટેડ છે. બીજી કોઈ જગ્યાએથી કનેક્ટ નથી.
યુકેમાં જવા માટે ટ્રાન્ઝિસ્ટ વિઝાનો ગેરઉપયોગ થાય છે ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર કહે છે, કેનેડાથી માત્ર યુએસ જ નહીં, યુકેમાં પણ ઘૂસવાનાં પેતરાં થાય છે. યુકે એટલા માટે કે તમારે કેનેડા જવું હોય તો યુકેના ટ્રાન્ઝિસ્ટ વિઝા લેવાની જરૂર નથી. એરપોર્ટ જાવ તો ટ્રાન્ઝિસ્ટ વિઝા લેવા ન પડે. નિયમ એવો છે કે, એરપોર્ટની બહાર નીકળી જવાનો ચાન્સ ન મળવો જોઈએ પણ કોઈપણ રીતે છટકબારી શોધીને કેટલાક ભારતીયો એરપોર્ટ બહાર નીકળી જાય છે ને બ્રિટનમાં જ વસી જાય છે. એરપોર્ટ કે ટર્મિનલ ચેન્જ કરવાનું હોય તો પણ ટ્રાન્ઝિસ્ટ વિઝા લેવા પડે. પણ ઘણા દેશોમાં ટ્રાન્ઝિસ્ટ વિઝાની જરૂર પડતી નથી. માનો કે, બ્રિટનમાં હિથ્રો એરપોર્ટ પર તમે કેનેડાથી ઉતરો તો ટ્રાન્ઝિસ્ટ વિઝાની જરૂર પડતી નથી. તેનો ગેરલાભ લઈને કેનેડાથી બ્રિટન પહોંચી જનારા ભારતીયોની સંખ્યા પણ વધી છે.
અમેરિકામાં ઘૂસનારા બે પ્રકારના લોકો છે પાર્થેશભાઈ વાત આગળ વધારતાં કહે છે, અમેરિકામાં ઘૂસનારા બે પ્રકારના લોકો છે. એક, જેનો અલ્ટીમેટ ગોલ અમેરિકા જ છે તે વાયા કેનેડા થઈને ઘૂસે છે અને બીજા વિઝિટર વિઝા પર કેનેડા ગયા છે ને ત્યાં ન ફાવે તો યુએસ પહોંચી જાય છે. ઘણા એવા ભારતીય સ્ટુડન્ટ્સ છે કે જેમને એવું લાગે છે કે, કેનેડાથી ભારત પાછા જ આવી જવું પડશે. કેનેડામાં એ લોકોનું ફ્યુચર લાંબુ નથી, વિઝા પ્રોબ્લેમ થઈ શકે છે. આવા લોકો પણ યુએસમાં ઘૂસી શકે છે. આવા લોકો પાસે અમેરિકાના વિઝિટર વિઝા હોવાના ચાન્સીસ વધારે છે. એટલે એ લોકો ઈલ-લિગલી નહીં ઘૂસે પણ અમેરિકા ચોક્કસ પહોંચી જશે. કેનેડામાં ભણતા સ્ટુડન્ટ્સને એકદમ આસાનીથી અમેરિકાના વિઝા મળી જાય છે. એ લોકો કેનેડામાં છ-બાર મહિના ભણીને યુએસ જતા રહે પછી પાછા નથી આવતા. એ લોકો ત્યાં જઈને નોકરી કરે. એ લોકોએ કોઈ ને કોઈ સોર્સ શોધી જ લીધો હોય. ઘણા તો એવા છે કે ત્યાં છોકરો કે છોકરી શોધીને લગ્ન કરી લે. અમેરિકા જઈને વસી જવાના બહુ બધા રસ્તા છે.
કેનેડાએ ઉદાર હાથે આપેલા વિઝાનો ભારતીયોએ ગેરફાયદો ઉઠાવ્યો ઈમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર તો ત્યાં સુધી કહે છે કે, હવે ધીમે ધીમે કેનેડા જવું ટફ થઈ જશે. યુએસ જવું જેટલું અઘરું છે તેટલું જ અઘરું કેનેડા થઈ જશે. કારણ કે કેનેડાને ખબર પડી ગઈ છે કે, તેમણે શું ભૂલ કરી છે. અત્યારે પણ કેનેડા જવું સરળ રહ્યું નથી. જે ભારતીયો કેનેડા પહોંચે છે ત્યાં હવે પ્રોપર તપાસ થાય છે અને થોડો પણ ડાઉટ લાગે તો ભારત પાછા મોકલી દેવાય છે, એટલે ડિપોર્ટ કરી દેવાય છે. એરપોર્ટ પરથી વિઝિટર વિઝા લઈને જે લોકો કેનેડા પહોંચ્યા હતા તેમાંથી 6 હજાર લોકોને તો ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા..કેનેડા હવે પ્રોપર એલર્ટ થયું છે. કેનેડાએ ઉદાર હાથે વિઝા આપ્યા તેનો ભારતીયોએ બહુ ગેરફાયદો ઉઠાવ્યો. હવે અમેરિકાએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે, તમે આ રીતે વિઝા આપવાના બંધ કરો. થોડા કડક બનો. કેનેડા પણ એટલું સચેત થઈ ગયું છે કે, સ્ટુડન્ટ કે વિઝીટર વિઝા લઈને આવનારા ભારતીયોના ઈન્ટરવ્યૂમાં ડાઉટફૂલ લાગે છે તો તરત ડિપોર્ટ કરી દે છે.
2016થી 2022 વચ્ચે 61% ઈમિગ્રેન્ટ ઘૂસ્યા હતા અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા મુજબ, અમેરિકા અને કેનેડાની બોર્ડર પર ઘૂસણખોર કરનારા ભારતીયોની સંખ્યામાં વધારો થતો જાય છે. રેકોર્ડબ્રેક હાઈએટ્સ ડોક્યુમેન્ટ વગરના 5 હજારથી વધારે ભારતીયો જૂન મહિનામાં ચાલીને ઘૂસણખોરી કરતા ઝડપાયા. આટલી મોટી સંખ્યામાં પહેલીવાર પકડાયા છે. કેનેડા અને અમેરિકા બોર્ડર એ શાંતિપૂર્ણ સરહદ છે અને સૌથી લાંબી સરહદ છે. હવે બંને દેશ માટે સરહદથી ઘૂસણખોરીનો સૌથી મોટો પડકાર આવ્યો છે. કેનેડા-અમેરિકા સરહદ 9 હજાર કિલોમીટર લાંબી છે. એટલે અમેરિકા જેવડા બે દેશ સરહદે ખડકાઈ શકે એટલી લાંબી છે. પણ અડધા ભાગમાં જંગલનો ભાગ છે. પણ સૌથી વધારે ઘૂસણખોરી મેક્સિકો બોર્ડરેથી થઈ રહી છે. 2016થી 2022 વચ્ચે 61% ઈમિગ્રેન્ટ ઘૂસ્યા હતા. 2024માં આ ઘૂસણખોરી ચરમસીમાએ પહોંચી ગઈ છે. એકલા જૂન મહિનામાં જ 5,152 ભારતીય ઘૂસણખોરો કેનેડાથી અમેરિકામાં ઘૂસતાં પકડાયા છે. એ પણ ચાલી-ચાલીને જંગલ, નદી ઓળંગીને ઘૂસતા હતા. આ આંકડાએ ગયા વખતના રેકોર્ડ નથી તોડ્યા પણ માઈગ્રેશનની પેટર્ન પણ બદલાઈ ગયાના સંકેત આપ્યા છે. ઈતિહાસમાં પહેલીવાર અમેરિકામાં કેનેડાથી ઘૂસનારા સૌથી વધારે પકડાયા છે.
કેનેડાથી અમેરિકા સેટલ થવાનાં સપનાં લઈને નીકળેલા લોકો રિયાલિટી નથી જાણતા હોતા
યુકેમાં આશ્રય લેનારા ભારતીયોમાં પણ અચાનક વધારો થયો બ્રિટનમાં આશ્રય લેનારા લોકોના મહત્વના ડેટા સામે આવ્યા છે. 2022 માં 1170 ભારતીયોએ યુકેમાં આશ્રય માંગ્યો હતો. આ 136 ટકાનો મોટો વધારો છે. 2021માં આ આંકડો માત્ર 495 જ હતો.યુએસ અને યુકે બંનેએ આ બાબતે કેનેડા સામે વાંધો નોંધાવ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે, વિઝા સ્ક્રિનિંગને લઈને વધુ કડકાઈની જરૂર છે. યુકેની વાત કરીએ તો, 2003 માં સૌથી વધુ 930 ભારતીયોએ ત્યાં આશ્રય માંગ્યો હતો. 2005 સુધીમાં આ આંકડો ઘટીને 102 થઈ ગયો હતો. તે પછી 2019 સુધી એવો એક પણ એવી ઘટના નથી બની જ્યારે 100નો આંકડો પાર થયો હોય. પરંતુ જેમ જેમ કોરોનાના પ્રતિબંધો હળવા થયા, તેમ યુકેમાં આશ્રય મેળવવા માંગતા ભારતીયોની સંખ્યામાં પણ વધારો થયો. 2021 તેનું સૌથી મોટું ઉદાહરણ છે, જ્યારે 318 ભારતીયોએ યુકેમાં આશ્રય માંગ્યો હતો. આવનારા દિવસોમાં યુએસની સાથેસાથે યુકેમાં આશ્રય મેળવનારાની સંખ્યા પણ સારી એવી વધી શકે છે.
મેક્સિકોની 3100 કિમી લાંબી દીવાલ કૂદો એટલે સપનાં પૂરાં, એવું બિલકુલ નથી
મેક્સિકો અમેરિકાનો પાડોશી દેશ છે. કૅલિફૉર્નિયા, ઍરિઝૉના, ન્યૂ મેકિસકો અને ટૅક્સાસ રાજ્યો આ સરહદે જ આવેલાં છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના અભરખા ધરાવતા લોકો એજન્ટને લાખો રૂપિયા આપીને દક્ષિણ અમેરિકાના કોઈપણ દેશ પહોંચે છે. એક્વાડોર તેમાં હોટ ફેવરિટ હતું, કારણ કે એક્વાડોરમાં ભારતીયો માટે વિઝો ઓન અરાઈવલની સુવિધા હતી, પણ વર્ષ 2019માં આ સુવિધા બંધ થઈ ગઈ. એજન્ટોએ હવે ઘૂસણખોરોને ફ્લાઈટ મારફત બોલિવિયા લઈ જાય છે. ત્યાંથી કોલંબિયા, પનામા, કોસ્ટારિકા, નિકારાગુઆ, હોન્ડરસ થઈને લોકોને મેક્સિકો પહોંચાડે છે. ગેરકાયદે અમેરિકા જવા ઈચ્છતા લાખો લોકોને લાગે છે કે અમેરિકા-મેક્સિકોની 3100 કિલોમીટર લાંબી બોર્ડર પર બનેલી આ દીવાલ બસ કૂદી ગયા એટલે સોનેરી સપનાં જેવી જિંદગી શરૂ થઈ જાય. પણ આ રસ્તા બિલકુલ આસાન નથી.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પડકારો કયા?
- 30 ફૂટ ઊંચી દીવાલ
- કાંટાળી તાર
- ભરી બંદૂકે અમેરિકન સૈન્યની તહેનાતી
- ડ્રોન,હેલિકોપ્ટરથી દેખરેખ
- સમુદ્રમાં બોટ લઈને મોનિટરિંગ
- ઠંડો પ્રદેશ અને જંગલ વિસ્તાર
ઘૂસણખોરીના એક નહીં, અનેક રસ્તા છે