- Gujarati News
- International
- Now The Patterns Of Dreams Will Alert Us To Diseases, In The Future We Will Know About Other Brain Diseases Including Paralysis
ન્યુયોર્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
- સપનાં જોવાનાં વૈજ્ઞાનિક કારણો પર કરાયેલા રિસર્ચમાં આશ્ચર્યજનક ખુલાસો
વ્યક્તિના જીવન સાથે સ્વપ્નનો ઊંડો સંબંધ છે. સ્વપ્ન છબીઓ, વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓનો એવો ક્રમ છે જે સામાન્ય રીતે ઊંઘના કેટલાક તબક્કા દરમિયાન મનમાં અનૈચ્છિક રીતે થાય છે. જે ઊંઘતી વખતનો વ્યક્તિનો એવો અનુભવ છે જે સાચો લાગે અને જાગ્યા બાદ પણ તમામ સપનાં યાદ રહે છે અને કેટલાંક સપનાં ભૂલાઈ જાય છે. સપનાં વિશે અલગ-અલગ વાતો કહેવાય છે અને સ્વપ્નશાસ્ત્રમાં દરેક સપનાંઓનાં કેટલાક અર્થ પણ જણાવાય છે. પરંતુ વિજ્ઞાનીઓ દ્વારા સપનાં અંગે કરાયેલા રિસર્ચમાં દાવો કરાયો છે કે સપનાંની પેટર્નના આધારે વ્યક્તિને ભવિષ્યમાં લકવો, પાર્કિન્સન સહિત અન્ય મગજની બીમારીઓની માહિતી મેળવી શકાય છે.
જર્મનીમાં યુનિવર્સિટી હોસ્પિટલ શ્લેસ્વિગ-હોલ્સ્ટીનની ન્યૂરોલોજિસ્ટ ડેનિએલા બર્ગ કહે છે કે પાર્કિન્સનના શરૂઆતનાં કારણોમાં ‘આરબીડી’’ ખાસ છે. તે આપણી પાસે સૌથી મજબૂત ક્લિનિકલ પ્રોડોમલ માર્કર છે. વિજ્ઞાનીઓ મુજબ, સપનાં એક પ્રકારની બીમારીનું પ્રતીક છે જે ઊંઘની એ અવસ્થામાં દેખાય છે, જ્યારે આંખની કીકી ઝડપથી આમ-તેમ ફરે છે. તેને રેપિડ આઈ મૂવમેન્ટ (આરઈએમ) કહે છે. ઊંઘના સમયે થનારી REMને વિજ્ઞાનીઓ ખાસ બીમારી કહે છે. જે આશરે 1.5% લોકોને પ્રભાવિત કરે છે. આરબીડી ન્યુરોડીજનરેટિવ બીમારીનો સંકેત આપી શકે છે. શરૂઆતના સમયમાં તે સિન્યુક્લિનોપેથિસ છે.
સપનાં જોયા બાદ રોગ થવાની 80%થી વધુ શક્યતા
મેયો ક્લિનિકમાં કરાયેલા અભ્યાસ દ્વારા જાણી શકાય છે કે સ્વપ્ન રોગીના જીવનકાળની અંદર ન્યુરોડીજનરેટિવ રોગ વિકસિત થવાની 80%થી વધુ શક્યતાની ભવિષ્યવાણી કરે છે. મિનોસોટાના મનોચિકિત્સક કાર્લોસ શેંકે RBDનો પહેલો કેસ રિપોર્ટ 1980માં આપ્યો હતો.