- Gujarati News
- International
- Now The Problem Of Pipeline Leakage Will Be Solved With Smartball Technique, The Sensor Will Provide Accurate Information About The Leakage, It Will Be Used In Italy.
ન્યુયોર્ક39 મિનિટ પેહલા
- કૉપી લિંક
- યુરોપમાં પીવાનું 25% પાણી લીકેજને કારણે લોકો સુધી પહોંચતા પહેલાં જ વેડફાય છે
દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ દુનિયાભરમાં પાણીનો વ્યય એક મોટી સમસ્યા બની ગઈ છે, અને તેનાં મુખ્ય કારણોમાંથી એક છે પાઈપલાઈન નેટવર્કમાં પાણીને લોકો સુધી પહોંચાડતા પહેલાં જ થતું લીકેજ છે. આ સમસ્યાના સમાધાન માટે સ્માર્ટબોલ વિકસિત કરાયો છે, જે પાઈપલાઈન લીકેજને શોધી તેના સમારકામમાં મદદ કરશે.
સ્માર્ટબોલ એક ટેનિસ બોલના આકારનું ઉપકરણ છે, જે પાઈપોની અંદર રહે છે અને પાઈપોમાં પાણીના લીકેજની સચોટ જાણકારી મેળવે છે. આ ઉપકરણ તે નાના લીકેજને પણ ઓળખી શકે છે, જેને સામાન્ય રીતે જોઈ શકવું મુશ્કેલ હોય છે. તેનો ઉપયોગ ઈટલી અને અન્ય ક્ષેત્રોમાં પાઈપલાઈનની સમસ્યાઓના સમાધાનમાં ઝડપથી વધી રહ્યો છે.
કઈ રીતે કામ કરે છે સ્માર્ટબોલ? સ્માર્ટબોલમાં લાગેલાં સેન્સર પાઈપોની અંદર વહેતા પાણી અને લીકેજનો અવાજને સાંભળી તેનું વિશ્લેષણ કરે છે. આ ટેક્નિક ન માત્ર લીકેજની જાણકારી મેળવે છે પણ જીપીએસના માધ્યમથી તે લીકેજની સટીક સ્થિતિ પણ જણાવે છે, જેથી સમારકામનું કામ તરત શરૂ કરી શકાય. યુરોપમાં, જ્યાં આશરે 25% પાણી પાઈપલાઈન લીકેજને કારણે બરબાદ થાય છે ત્યાં સ્માર્ટબોલ ટેક્નિકથી આ નુકસાનને રોકવાની આશા છે. ઉદાહરણ તરીકે ઈટલીના ઇસ્કિયા ટાપુ પર સ્માર્ટબોલનો ઉપયોગ કરીને લીકેજની ઓળખ કરાઈ, જેથી પ્રતિ સેકન્ડ 50 લિટર પાણી બચાવી શકાયું. આ પાણી ઇસ્કિયાની કુલ વપરાશનો લગભગ એક તૃતીયાંશ જેટલો હિસ્સો છે.
એઆઈની પણ મદદ લેવાઈ : લીકેજને પકડવા માટે એઆઈ અને સેટેલાઈટનો ઉપયોગ પણ કરાય છે. જાયલેમ દ્વારા ઉપયોગમાં લેવાતા ટૂલ્સના નિર્માતા ગુટરમેને તેની પ્રોડક્ટ્સમાં એઆઈનો ઉપયોગ કર્યો છે, જેથી લીકેજની ઓળખ વધુ સચોટ થઈ જાય છે. આ ઉપરાંત, એસ્ટેરાં સેટેલાઈટ આધારિત રડાર ટેક્નિનો ઉપયોગ કરી જમીન ઉપર અને નીચે ભેજની જાણકારી મેળવે છે, જેથી પાણીના લીકેજની ઓળખ કરી શકાય છે. એસ્ટેરાંની આ ટેક્નિક અને સ્માર્ટબોલની મદદથી દર વર્ષે 368 બિલિયન ગેલન પાણીની બચત થઈ રહી છે.
પાણીની પાઈપલાઈનનું લીકેજ એક વૈશ્વિક સમસ્યા પાણીની પાઈપલાઈનનું લીકેજ એક વૈશ્વિક સમસ્યા છે, અને તેની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. યુરોપમાં પાણીની પાઈપલાઈનો 40 લાખ કિમી સુધી ફેલાયલી છે. આટલા મોટા નેટવર્કમાં લીકેજની સમસ્યાને પકડવી સરળ નથી. સ્માર્ટબોલ ટેક્નિક આ સમસ્યાના સમાધાન માટે કારગર સાબિત થઈ રહી છે.