27 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી છે. ગત ચૂંટણીમાં સરકાર બનાવનાર ઈમરાન ખાન હાલ જેલમાં છે. 4 વર્ષ બાદ પોતાના દેશ પરત ફરેલા નવાઝ શરીફ ફરી વડાપ્રધાન પદની રેસમાં છે. જ્યારે બિલાવલ ભુટ્ટો પોતાની પાર્ટી PPPની સરકાર બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. 70 વર્ષના મૌલાના ફઝલ ઉર રહેમાન ઉર્ફે મૌલાના ડીઝલ પણ કિંગમેકર બનવા માટે ચૂંટણી લડી ચૂક્યા છે.
પડોશી દેશમાં ચાલી રહેલી આ રાજકીય ઊથલપાથલનું દરેક જરૂરી કવરેજ 2જી ફેબ્રુઆરીથી એટલે કે આજથી ભાસ્કર પર જોવા મળશે. અમે આ મોટી ઘટનાને ત્રણ ભાગમાં આવરી લઈશું…
1. પાકિસ્તાનથી ગ્રાઉન્ડ રિપોર્ટઃ ઈસ્લામાબાદથી રાણા માલ્હી અને કરાચીથી તાબિશ કાફિલી પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વિશે જણાવશે. આ સિવાય ભાસ્કરના પત્રકારો પાકિસ્તાનના ચાર પ્રાંતો એટલે કે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાનની સ્ટોરી મોકલશે.
2. લાઈવ કવરેજ: પાકિસ્તાનમાં મુખ્ય ઘટનાઓ પર, ખાસ કરીને મતદાન અને ગણતરીના દિવસે થતી તમામ પ્રવૃત્તિઓનું લાઈવ કવરેજ.
3. નોલેજ સ્ટોરી: પાકિસ્તાનના રાજકારણને લગતી આવી સ્ટોરીઓ જે સૌથી સચોટ, સૌથી વિગતવાર અને સૌથી વધુ જાણકાર હશે.
ગ્રાઉન્ડ રિપોર્ટ્સ, લાઈવ કવરેજ અને એનાલિસિસ માટે ભાસ્કર એપ વાંચતા, જોતા અને સાંભળતા રહો.
પાકિસ્તાન ચૂંટણી પર ભાસ્કરનું કવરેજ…
ભાસ્કર એક્સક્લુઝિવ પાકિસ્તાન ચૂંટણીમાં હિન્દુ કેન્ડિડેટ સવીરા ‘મોદી ફેન’ છે: કહ્યું-મોદી શક્તિ અને સાદગીનું અજોડ કોમ્બિનેશન, અહીં હિન્દુઓ સાથે ભેદભાવ નથી
પાકિસ્તાનને આઝાદી મળ્યાને 76 વર્ષ થઈ ગયાં છે. ખૈબર પખ્તુનખ્વાની બુનેર બેઠક પણ 1968માં સ્વાત રાજ્યમાંથી પાકિસ્તાનમાં જોડાઈ હતી. જોકે 76 વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે ખૈબર પખ્તુન પ્રાંતની સામાન્ય સીટ પરથી હિન્દુ મહિલા ઉમેદવારને ટિકિટ મળી છે. ડૉ. સવીરાને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે પીપીપી તરફથી તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. તેમનો સંપૂર્ણ ઈન્ટરવ્યૂ અહીં વાંચો…
ઇમરાન-બુશરા બીબીને 14 વર્ષની જેલ:ચૂંટણીનાં 8 દિવસ પહેલાં જ ઇમરાન ખાનને 2 કેસમાં 24 વર્ષની જેલ થઈ
પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીના 8 દિવસ પહેલાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને બીજી વખત સજા સંભળાવવામાં આવી છે. ખાન અને તેની પત્ની બુશરા બીબીને ચૂંટણી તોશાખાના સંદર્ભ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
નવાઝની રેલીમાં વાઘને લઈ પહોચ્યો સમર્થક:પૂર્વ વડાપ્રધાનની પાર્ટીનું ચૂંટણી ચિહ્ન સિંહ છે; નવાઝે કહ્યું- આને તાત્કાલિક પાછો લઈ જાવ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની રેલીમાં એક સમર્થક અસલી વાઘ સાથે પહોંચ્યો હતો. ‘સમા ન્યૂઝ’ અનુસાર, આ ઘટના 22 જાન્યુઆરી, સોમવારે બની હતી. વાસ્તવમાં સિંહ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)નું ચૂંટણી પ્રતીક પણ છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…