49 મિનિટ પેહલા
- કૉપી લિંક
કરાચીમાં પાકિસ્તાન ચૂંટણી પંચની ઓફિસની બહાર વિરોધ કરી રહેલા પીટીઆઈ અને ટીએલપીના કાર્યકરો.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી માટે મતદાન સમાપ્ત થયાના 2 દિવસ પછી પણ સંપૂર્ણ પરિણામો આવ્યા નથી. અહીં કોઈ પક્ષને બહુમતી નથી. ઈમરાન ખાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 92 બેઠકો સાથે આગળ છે. નવાઝની પાર્ટી 72 બેઠકો સાથે બીજા સ્થાને છે.
આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા સહિત અનેક પ્રાંતોમાં હિંસા થઈ રહી છે. જેલમાં બંધ ઈમરાનની પીટીઆઈ અને બિલાવલની પીપીપીએ ઘણી સીટો પર ગોટાળાના આરોપ લગાવ્યા છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. એક સીટ પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે એક સીટ NA-88ના પરિણામોને નામંજૂર કરવામાં આવ્યા છે. અહીં 15મી ફેબ્રુઆરીએ ફરી મતદાન થશે. બાકીની 70 બેઠકો અનામત છે.
સરકાર બનાવવા માટે 134 સીટો પર બહુમતી હોવી જરૂરી છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે મુકાબલો છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
265 માંથી 257 સીટો માટે પરિણામ જાહેર કરવામાં આવ્યા…
લાઈવ અપડેટ્સ
50 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીટીઆઈ બપોરે 2 વાગ્યાથી શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના કાર્યકર્તાઓ આજે બપોરે 2 વાગ્યાથી લાહોર, ફૈસલાબાદ, રાવલપિંડી સહિત ઘણા શહેરોમાં ગોટાળા અને જનાદેશની ચોરી વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો કરશે.
51 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવાઝ શરીફને 3 ચૂંટાયેલા અપક્ષોનું સમર્થન મળ્યું
પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં વિલંબ વચ્ચે, નેશનલ એસેમ્બલીમાંથી ત્રણ નવા ચૂંટાયેલા અપક્ષોએ પીએમએલ-એનમાં જોડાવાની જાહેરાત કરી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અહેવાલ મુજબ બેરિસ્ટર અકીલ, રાજા ખુર્રમ નવાઝ અને મિયાં ખાન બુગતીએ સત્તાવાર રીતે નવાઝ શરીફને સમર્થન જાહેર કર્યું છે.
53 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીટીઆઈના નેતાએ કહ્યું- પોલીસ અને લોકો મારી પત્ની અને બાળકોને પરેશાન કરી રહ્યા છે
પીટીઆઈના સમર્થિત ઉમેદવાર ખુર્રમ શેર ઝમાને સવારે 2:42 વાગ્યે દાવો કર્યો હતો કે સાદા કપડામાં કેટલાક લોકો તેમના ઘરની આસપાસ ફરતા હતા.
તેમણે કહ્યું- ચીફ જસ્ટિસ સાહેબ, શું થઈ રહ્યું છે, મેં શું કર્યું? પોલીસ અને લોકો મારી પત્ની અને બાળકોને હેરાન કરે છે.