પાકિસ્તાનથી શુમૈલા ખાન, રાણા માલ્હી, તાબિશ કફીલી, ઇસ્લામાબાદ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણીઓ માટે મતદાન સમાપ્ત થયા બાદ મતગણતરી ચાલુ છે. ગુરુવારે સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 5:30 વાગ્યા સુધી ચાલ્યું હતું. મત ગણતરી વચ્ચે વલણ જોવા મળી રહ્યા છે. જોકે, સત્તાવાર પરિણામો શુક્રવાર એટલે કે 9મી ફેબ્રુઆરી સુધીમાં જ અપેક્ષિત છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. જેમાંથી 265 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. બાકીની બેઠકો અનામત છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે 3 પક્ષો વચ્ચે સ્પર્ધા છે. જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)નો સમાવેશ થાય છે.
મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધીના પ્રારંભિક વલણોમાં, ઈમરાનને સમર્થન આપતા અપક્ષ ઉમેદવારો 120 બેઠકો પર આગળ છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો. મતદાન દરમિયાન દેશમાં કેટલાક કલાકો સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ લગભગ બંધ રહી હતી. દરમિયાન, ન્યૂઝ ચેનલોએ તેમની વેબસાઈટ પરથી ચૂંટણી રિઝલ્ટ ટેલી હટાવી દીધી છે. ચૂંટણી પંચે પરિણામ જાહેર કરવાની શરૂઆત કરી છે.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
PML-Nના ઉમેદવારની જીત
ડૉન ન્યૂઝ અનુસાર, PML-Nના ઉમેદવાર ફૈઝલ ખાને ખૈબર પખ્તુનખ્વાની PK-52 સ્વાબી IV સીટ પર જીત મેળવી છે. તેમને 42,269 વોટ મળ્યા હતા.
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીટીઆઈ સમર્થિત ત્રીજા ઉમેદવારની જીત
ઈમરાનની પાર્ટી પીટીઆઈ દ્વારા સમર્થિત ત્રીજા ઉમેદવારની જીત થઈ છે. સલીમ રહેમાન સ્વાતના NA-3માંથી 81,411 મતોથી જીત્યા છે.
4 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ વડાપ્રધાન શાહબાઝ શરીફ જીત્યા
પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પૂર્વ વડાપ્રધાન અને પીએમએલ-એન ચીફ શહેબાઝ શરીફ લાહોરથી એનએ 123 સીટ પરથી જીત્યા છે.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ સિંધમાં વધુ ત્રણ બેઠકો જીતી
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતા મહેબૂબ અલી ખાન બિજરાની PS-6 કશ્મોર III થી જીત્યા છે, જ્યારે અલી નવાઝ ખાન મહાર PS-21 થી જીત્યા છે. પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પીપીપીના અન્ય ઉમેદવાર સોહેલ અનવર પીએસ-12 લરકાનાથી જીત્યા છે. અગાઉ પીપીપીના ઉમેદવાર સરદાર મુહમ્મદ બક્ષ ખાન મહાર પીએસ-20 ઘોટકી બેઠક પરથી જીતી ચૂક્યા છે.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના ચૂંટણી પંચે પ્રથમ પરિણામ જાહેર કર્યું
પાકિસ્તાનના ચૂંટણી પંચે પરિણામો જાહેર કરવામાં વિલંબના આક્ષેપો વચ્ચે તેના પ્રથમ પરિણામો જાહેર કર્યા છે. પંચે પેશાવલ અને સ્વાતની પ્રાંતીય બેઠકો પીકે-76 અને પીકે-6ના પરિણામો જાહેર કર્યા છે. આમાં ઈમરાનને સમર્થન આપી રહેલા અપક્ષ ઉમેદવાર સમીઉલ્લાહ ખાન PK-76થી આગળ ચાલી રહ્યા છે.
5 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીટીઆઈનો દાવો- અમને 150થી વધુ સીટો મળી રહી છે
પીટીઆઈના અધ્યક્ષ ગૌહર અલી ખાને દાવો કર્યો છે કે તેમની પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારો 150થી વધુ બેઠકો જીતી રહ્યા છે. ગૌહરે કહ્યું છે કે કાયદા મુજબ ચૂંટણી પંચે રાત્રે 2 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરવાનું હોય છે.
6 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલીવાર કોઈ કેદી દેશનો વડાપ્રધાન બનશે – PTI
પાકિસ્તાનમાં એકતરફી સ્થિતિ જ્યાં ચૂંટણી પંચે એક પણ બેઠક પર પણ પ્રારંભિક વલણ જાહેર કર્યું નથી. તે જ સમયે, મીડિયા અહેવાલોમાં, ઇમરાન દ્વારા સમર્થિત સ્વતંત્ર ઉમેદવાર 120 બેઠકો પર આગળ હોવાનું કહેવાય છે. આ દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના અધ્યક્ષ ગૌહર અલી ખાને દાવો કર્યો છે કે પહેલીવાર કોઈ કેદી (ઈમરાન) દેશના વડાપ્રધાન બનશે.
6 મિનિટ પેહલા
- કૉપી લિંક
MQM પાકિસ્તાનનો દાવો- અમે 19 સીટો પર આગળ
સિંધમાં ખાસ કરીને કરાચીથી ચૂંટણી લડી રહેલી પાર્ટી MQMએ દાવો કર્યો છે કે તે 19 બેઠકો પર આગળ છે. MQM પાકિસ્તાન ચીફ ખાલિદ મકબૂલે કરાચીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને આની જાહેરાત કરી હતી. જો કે પીપીપીના મુરાદ અલી શાહે કહ્યું છે કે તેઓ સિંધમાં 10 સીટો પર આગળ છે.
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇમરાન ખાનના વકીલ ગૌહર અલી ખાન બુનેરથી આગળ
ઈમરાન ખાનના વકીલ ગૌહર અલી ખાન બુનેર સીટથી આગળ ચાલી રહ્યા છે. ઈમરાનના જેલમાં ગયા બાદ ગૌહર અલી ખાનને 2 ડિસેમ્બરે પીટીઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.