ઇસ્લામાબાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના શાંગલા જિલ્લામાં ચીની એન્જીનિયરોની બસ પર ત્રણ દિવસ પહેલાં આત્મઘાતી હુમલો અને તેમાં 5 એન્જીનિયરોના માર્યા ગયા બાદ ચીની કર્મચારીઓમાં ભયમાં છે. મોટી સંખ્યામાં કર્મચારીઓએ પોતાના ઓફિસરોએ કહી દીધું છે કે હવે પાકિસ્તાનમાં કામ કરી શકશો નહીં.
તે પછી ચીને ખૈબર પખ્તૂનખ્વામાં ત્રણ પુલ નિર્માણ યોજનાઓનું કામ બંધ કરાવી દીધું છે. સાથે જ તેઓ પોતાના 1500 નાગરિકોને ત્યાંથી બહાર કાઢી રહ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ આ અંગે સૂચના આપી છે. ત્રણેય યોજનાઓ 9860 મેગાવોટની છે

ચીને હાલમાં પાકિસ્તાનમાં તેમના 3 ડેમ પ્રોજેક્ટ બંધ કરી દીધા છે.
સ્થાનિક કર્મચારીઓને આગામી આદેશો સુધી ઘરે જવા કહ્યું
4320 મેગાવોટ પાવર ક્ષમતાનો દાસુ ડેમ પ્રોજેક્ટ કોહિસ્તાન જીલ્લામાં છે. તે પ્રાંતીય રાજધાની પેશાવરથી 350 કિમી દૂર છે. માર્યા ગયેલા એન્જિનિયરો આ સ્થળના હતા. 741 ચાઈનીઝ અને 6,000 સ્થાનિક કર્મચારીઓ છે. ચીનના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
સ્થાનિક કામદારોને આગામી આદેશ સુધી ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. પ્રોજેક્ટના એક અધિકારીએ ભાસ્કરને જણાવ્યું કે હુમલા બાદ ચીની કામદારો ડરી ગયા હતા. તેણે તેના ઉપરી અધિકારીઓને કહ્યું કે તે આગળ કામ કરી શકશે નહીં.
આ વર્ષે એક પ્રોજેક્ટ પૂર્ણ થવાનો છે
- મોહમંદ ડેમઃ સ્વાત નદી પર સ્થિત ડેમ આ વર્ષે પૂર્ણ થવાનો છે. 740 મેગાવોટ જળવિદ્યુત ઉત્પન્ન થશે. ચીનના 250 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
- દાસુ ડેમ: આ 2025માં પૂર્ણ થવાનો છે.
- દિયામેર-બાશા ડેમ: સિંધુ નદી પર 2029 સુધીમાં બાંધવામાં આવશે. ક્ષમતા 4,800 મેગાવોટ. અહીં 500 ચીની કર્મચારીઓ છે.
સૂત્રોનું કહેવું છે કે દાસુ અને દિયામેર-બાશા ડેમમાંથી ચીની નાગરિકોને સૈન્ય હેલિકોપ્ટર દ્વારા અથવા કર્ફ્યુ લાદવામાં આવતા રોડ દ્વારા બહાર કાઢવામાં આવશે. આ પહેલા મંગળવારે હુમલા બાદ ચીને તરબેલા ડેમ એક્સટેન્શન 5નું કામ અટકાવી દીધું હતું. ત્યારબાદ દાસુ, દિયામેર-બાશા અને મોહમંદ ડેમનું કામ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સ્થળો પરથી ચીનના નાગરિકો શનિવાર સુધી ચીન જઈ શકશે.