વોશિંગ્ટન40 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું કાર્ડ સરળતાથી ચાલી શકશે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ)માં પણ બહુમત મળી ગયો છે. ટ્રમ્પ વિઝન-2025માં સામેલ 30 ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાવાળું બહુચર્ચિત બિલ સરળતાથી પાસ કરાવી શકશે.
મૂળે, હાલ અમેરિકાના કાયદા હેઠળ ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે પરંતુ ટ્રમ્પે 1798ના ‘એલિયન એનિમી એક્ટ’ને રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાના દુશ્મન માનતા તાત્કાલિક ડિપોર્ટ કરી શકાય છે.
આ કાયદાના ઉપયોગમાં ડેમોક્રેટ્સ તરફથી વિરોધની આશંકા હતી, પરંતુ હાઉસમાં બહુમતથી ટ્રમ્પનો માર્ગ મોકળી થઈ ગયો છે. અમેરિકામાં આઠ વર્ષ બાદ રાષ્ટ્રપતિની પાર્ટીને સેનેટ-નીચલા ગૃહ (કોંગ્રેસ)માં બહુમત મળ્યું છે.
રક્ષામંત્રી પીટ ટીવી એન્કર અને ટેટૂના શોખીન
- ફોક્સ ટીવીના એન્કર પીટ હેગસેથ નવા રક્ષામંત્રી હશે. ટેટૂના શોખીન અને સમાચારોમાં રહેનારા પીટ પોપ્યુલર ટીવી શો ‘ફેન્ડ્સ વીકેન્ડ’નું એન્કરિંગ કરે છે. 44 વર્ષીય પીટ સૈન્ય અધિકારી તરીકે ઈરાક અને અફઘાનિસ્તાનમાં રહી ચૂક્યા છે.
- પીટ અમેરિકન સેનામાં કોમ્બેટ પોઝિશનમાં મહિલાઓની નિયુક્તિ અને તેમને કમિશન આપવાના કટ્ટર વિરોધી રહ્યા છે.
- રૂબિયો લેટિનો મૂળના પહેલા વિદેશમંત્રી હશે ટ્રમ્પની નવી કેબિનેટમાં માર્કો રૂબિયો વિદેશમંત્રી હશે. ટ્રમ્પે રૂબિયોને ‘નિર્ભય યોદ્ધા’ ગણાવ્યા છે. રૂબિયો ટ્રમ્પના ગૃહ રાજ્ય ફ્લોરિડાથી જ સેનેટર છે. અમેરિકાના ઈતિહાસમાં લેટિનો મૂળના પહેલા વિદેશમંત્રી હશે.
- આ ચૂંટણીમાં લેટિનો મૂળના 56% લોકોએ ટ્રમ્પને વોટ આપ્યા હતા. ગત ચૂંટણીમાં 46% લેટિનોએ ટ્રમ્પને વોટ આપ્યા હતા.
તુલસી ગબાર્ડ નેશનલ ઇન્ટેલિજન્સનાં ડાયરેક્ટ બનશે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની ટીમમાં તુલસી ગબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર નિયુક્ત કર્યાં છે. અમેરિકન હિન્દુ તુલસી સીઆઈએ અને એફબીઆઈ જેવી 18 સુરક્ષા એજન્સીઓ વચ્ચે સમન્વય કરશે. તુલસીની પાસે અમેરિકન આર્મી રિઝર્વમાં લે. કર્નલનો રેન્ક છે.