9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રાઝિલમાં આજે ફરી એક વિમાન દુર્ઘટના બની છે. સાઓ પાઉલોમાં વિમાન દુર્ઘટનામાં જીવતા બળી જવાથી પાઇલટનું મૃત્યુ થયું. નસીબના જોરે 4 લોકોના જીવ બચી ગયા. ચાલો જાણીએ કે વિમાન દુર્ઘટના કેવી રીતે થઈ અને 4 લોકોના જીવ કેવી રીતે બચ્યા?
બ્રાઝિલના સાઓ પાઉલોના ઉબાટુબા એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાનું ભયાનક દૃશ્ય જોવા મળ્યું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બીચની એરસ્ટ્રીપ પર લેન્ડિંગ કરતી વખતે, વિમાનમાં અચાનક વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગી.
આ દુર્ઘટનામાં પાઇલટ જીવતો સળગી ગયો હતો અને તેનું મોત નીપજ્યું હતું, પરંતુ વિમાનમાં સવાર એક પરિવારના ચાર સભ્યો બચી ગયા હતા. આ અકસ્માતમાં વિમાન બળીને રાખ થઈ ગયું હતું, પરંતુ ચમત્કારિક રીતે 4 લોકો બચી ગયા હતા, જેઓ અકસ્માત જોઈને આઘાતમાં છે. તે જ સમયે દરિયા કિનારે ચાલતા લોકો પણ પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા.
વરસાદને કારણે રનવે ભીનો હોવાથી વિમાન લપસ્યું ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, સેસ્ના 545 વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. લેન્ડિંગ કરતી વખતે અચાનક વરસાદ શરૂ થયો, જેના કારણે વિમાન રનવેની બહાર નીકળી ગયું. વિમાન રનવે પર લપસી ગયું, તેમાં આગ લાગી અને તેનો એક ભાગ કિનારો ઓળંગીને સમુદ્રમાં પડી ગયો. વિમાન ગોઇઆસથી મિનેરોસ શહેર માટે ઉડાન ભરી હતી.
ઉબાટુબા એરપોર્ટ પર ભીના રનવેને કારણે વિમાન લપસી ગયું હતું. જેથી નિયંત્રણ બહાર ગયું અને ક્રેશ થયું. જ્યારે વિમાનનો એક ભાગ બીચ પર પડ્યો, ત્યારે ત્યાં ચાલતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિમાનમાં લાગેલી આગના તણખા અને ટુકડાઓથી કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. વિમાનમાં આગ એટલી ભીષણ હતી કે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડતા જોવા મળ્યા હતા.
તેનો એક ભાગ દરિયામાં પડી જતાં ચાર લોકો બચ્યા અહેવાલો અનુસાર, અકસ્માતમાં માર્યા ગયેલા પાઇલટની ઓળખ પાઉલો સેઘેટ્ટો તરીકે થઈ છે. બચી ગયેલા ચાર લોકોમાં મિરેઇલ ફ્રાઈસ, તેમના પતિ બ્રુનો અલ્મેડા સોઝા અને તેમનો પુત્ર-પુત્રીનો સમાવેશ થાય છે. ચારેયને સાન્ટા કાસા ડી ઉબાટુબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ ખતરામાંથી બહાર હોવાનું જાણવા મળ્યું છે. વિમાનનો એક ભાગ દરિયામાં પડી જતાં ચારેય બચી ગયા.
દરિયા કિનારે ચાલતા લોકોએ હિંમત બતાવી અને દરિયાના મોજામાંથી બંને બાળકોનો જીવ બચાવ્યો. બ્રાઝિલિયન વાયુસેનાએ અકસ્માતની તપાસ શરૂ કરી દીધી છે. ક્રેશ થયેલું વિમાન 2008માં બનાવવામાં આવ્યું હતું અને તેમાં 7 મુસાફરોની બેઠક ક્ષમતા હતી. 2 પાઇલટ તેને ઉડાવી શકતા હતા, પરંતુ આ અકસ્માતે આ વિમાન પર સવાલો ઉભા કર્યા છે.