પેરિસ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ મોદી એઆઈ સમિટમાં ભાગ લેવા માટે પેરિસ પહોંચી ગયા છે. તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ પેરિસ AI સમિટમાં કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે દુનિયાને બદલવાની શક્તિ છે. સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે. આ દર્શાવે છે કે AIનું પોઝિટિવ પોટેન્શિયલ અસાધારણ છે. આ સાથે જ તેમણે કહ્યું કે વિશ્વના હિત માટે AIનો ઉપયોગ જરૂરી, આપણે ઓપન સોર્સ સિસ્ટમ બનાવવી પડશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે AIમાં દુનિયા બદલવાની શક્તિ છે. સામાજિક સુરક્ષા માટે આ જરૂરી છે.
મોદીએ કહ્યું કે ભારતે ઓછા ખર્ચે સફળતાપૂર્વક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. ડેટા એમ્પાવરમેન્ટ દ્વારા ડેટાની તાકાતને અનલોક કરી છે. આ વિઝન ભારતના રાષ્ટ્રીય AI મિશનનું મૂળ છે. PMએ કહ્યું કે ભારત AIને સ્વીકાર કરવા અને ડેટા પ્રાઇવસીમાં લીડ કરે છે. અમારી પાસે દુનિયાનો સૌથી મોટો AI ટેલેન્ટ પુલ છે.
મોદી પેરિસ એઆઈ સમિટના સહ-અધ્યક્ષ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ઉપરાંત, યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સહિત ઘણા વિશ્વ નેતાઓ આ કાર્યક્રમમાં પહોંચ્યા છે.
આ સમિટ પછી પીએમ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે, જેમાં 2047 માટે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી માટેના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે. આ વાતચીતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન ભારતની મલ્ટી-બેરલ રોકેટ સિસ્ટમ અંગે પણ પીએમ મોદી સાથે ચર્ચા કરી શકે છે. આ પહેલી વાર બનશે જ્યારે ભારતનો બીજો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર દેશ તેની પાસેથી શસ્ત્રો ખરીદશે.
ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રો ખરીદતો દેશ છે, પરંતુ મેક ઇન ઇન્ડિયા હેઠળ તેણે પોતાના શસ્ત્રોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં, ભારત તેની સંરક્ષણ નિકાસમાં પણ સતત વધારો કરી રહ્યું છે. વિયેતનામ અને ફિલિપાઇન્સ પછી, ઇન્ડોનેશિયા પણ ભારત સાથે સંરક્ષણ સોદો કરવા માંગે છે. દરમિયાન, ફ્રાન્સે પણ ભારતની પિનાકા રોકેટ સિસ્ટમમાં રસ દાખવ્યો છે.
પીએમ મોદી સોમવારે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. તેઓ પેરિસના ઓર્લી એરપોર્ટ પર હાજર ભારતીયોને મળ્યા હતા. ફ્રાન્સ સરકારે પ્રધાનમંત્રીના માનમાં સોમવારે રાત્રે પ્રખ્યાત એલિસી પેલેસ ખાતે VVIP ડિનરનું આયોજન કર્યું હતું. તેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સહિત કેટલાક અન્ય દેશોના નેતાઓ હાજર રહ્યા હતા.
પીએમ મોદીની આ મુલાકાત 2 દિવસની છે. આ પીએમ મોદીની ફ્રાન્સની સાતમી મુલાકાત છે. પીએમ છેલ્લે 2023માં ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ (બેસ્ટિલ ડે) કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફ્રાન્સની મુલાકાતે ગયા હતા.
પીએમ મોદીની પેરિસ મુલાકાત સંબંધિત ફૂટેજ…

પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા.

પેરિસના એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકો સાથે પીએમ મોદી.

રશિયાના મંત્રી સેબેસ્ટિયન લિકોર્નુએ પીએમ મોદીનું સ્વાગત કર્યું.

પીએમ મોદીનું એરપોર્ટ પર ખાસ સ્વાગત કરવામાં આવ્યું.
ફ્રાન્સ જતા પહેલા, પીએમએ કહ્યું-

રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું 10થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. હું પેરિસમાં AI સમિટના સહ-અધ્યક્ષપદ માટે આતુર છું. ફ્રાન્સથી હું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની બે દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા માટે આતુર છું. તેમની સાથે પહેલી ટર્મમાં કામ કરવાનો અનુભવ સારો હતો.
પીએમ મોદીએ કહ્યું કે તેઓ માર્સેલી શહેરમાં ફ્રાન્સમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે અને આંતરરાષ્ટ્રીય થર્મોન્યુક્લિયર પ્રાયોગિક રિએક્ટર પ્રોજેક્ટની મુલાકાત લેશે. આ સાથે તેઓ મઝારગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનમાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપશે. પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જવા રવાના થશે. તેમણે પોતાની મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક ગણાવી. પીએમએ કહ્યું કે બંને દેશો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો મુદ્દો તેમની યુએસ મુલાકાત દરમિયાન એજન્ડામાં સામેલ કરવામાં આવશે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદી. ફ્રાન્સે પીએમ મોદીને ત્રીજા AI સમિટના સહ-અધ્યક્ષપદ માટે આમંત્રણ આપ્યું હતું.
ફ્રેન્ચ ડેલિગેશને જોઈ હતી રોકેટ સિસ્ટમ
ભારતના DRDO ખાતે મિસાઇલ અને વ્યૂહાત્મક પ્રણાલીઓના ડિરેક્ટર જનરલ ઉમ્મલાનેની રાજા બાબુએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે ફ્રાન્સ પિનાકા માટે સક્રિયપણે વાટાઘાટો કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે જોકે હજુ સુધી કોઈ સોદો થયો નથી, પરંતુ વાતચીત ચાલુ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લગભગ ત્રણ મહિના પહેલા, ફ્રાન્સના એક પ્રતિનિધિમંડળને પિનાકા રોકેટ સિસ્ટમ બતાવવામાં આવી હતી, જે તેમને ગમી હતી.
AI સમિટ પછી થઈ શકે છે મોદી અને મેક્રોન વચ્ચે વાતચીત
પિનાકા રોકેટ સિસ્ટમમાં ફ્રાન્સના રસની માહિતી એવા સમયે આવી છે જ્યારે પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે AI સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે ફ્રાન્સની મુલાકાતે છે. એઆઈ સમિટ પછી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો પણ થવાની અપેક્ષા છે. જોકે, એ સ્પષ્ટ નથી કે વાટાઘાટોમાં રોકેટ સિસ્ટમનો સમાવેશ થશે કે નહીં.

ભારત-ફ્રાન્સ વચ્ચે ‘પિનાકા’ પર થઈ શકે છે ડીલ (ફોટો-PTI)
પિનાકા રોકેટ સિસ્ટમમાં શું ખાસ છે?
પિનાકાનું નામ ભગવાન શિવના ધનુષ્ય ‘પિનાક’ પરથી રાખવામાં આવ્યું છે. પીનાકા રોકેટ સિસ્ટમ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. તે 44 સેકન્ડમાં 12 રોકેટ છોડે છે, જેનો અર્થ એ થાય કે દર 4 સેકન્ડે એક રોકેટ છોડે છે. દુશ્મનના ઠેકાણાનો નાશ કરવા માટે આ શ્રેષ્ઠ શસ્ત્ર છે. તેની રેન્જ 7 કિમીના નજીકના ટાર્ગેટથી લઇને 90 કિમી દૂર બેઠેલા દુશ્મનને નષ્ટ કરવાની છે. આ રોકેટ લોન્ચરના ત્રણ પ્રકારો છે. MK-1, જે 45 કિમી સુધી ટાર્ગેટ કરે છે. તે પછી MK-2, જે 90 કિમી સુધી દુશ્મનને નિશાન બનાવે છે. પછી MK-3 લોન્ચર છે, જે હજુ નિર્માણાધીન છે. આના દ્વારા 120 કિમી દૂર બેઠેલા દુશ્મનને નિશાન બનાવી શકાય છે. ડીઆરડીઓ તેની રેન્જ 120થી વધારીને 300 કિમી સુધી વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. પિનાકાની ચોકસાઇથી હુમલો કરવાની ક્ષમતાને કારણે મોટા-મોટા દેશો તેને સૌથી અદ્યતન આર્ટિલરી રોકેટ સિસ્ટમમાં સામેલ કરે છે.
પિનાકા રોકેટની સ્પીડ કેટલી છે?
એટલું જ નહીં, આ લોન્ચરથી છોડવામાં આવતા પિનાકા રોકેટ પર હાઇ એક્સપ્લોઝિવ ફ્રેગમેન્ટેશન (HMX), ક્લસ્ટર બોમ્બ, એન્ટી-પર્સનલ, એન્ટી-ટેન્ક અને માઇન-બ્લાસ્ટિંગ હથિયારો ફીટ કરી શકાય છે. આ ઉપરાંત, આ રોકેટ 100 કિલો સુધીના શસ્ત્રો ઉપાડવામાં પણ સક્ષમ છે. પિનાકા રોકેટની સ્પીડ 5757.70 કિમી/કલાક છે, એટલે કે તેમાંથી છોડવામાં આવેલું રોકેટ એક સેકન્ડમાં 1.61 કિમીની ઝડપે હુમલો કરે છે.
આજે રાત્રે સ્ટેટ ડિનરમાં હાજરી આપશે
11 ફેબ્રુઆરીએ પીએમ પેરિસના ગ્રાન્ડ પેલેસ ખાતે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એક્શન સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. આ સમિટ 2023માં બ્રિટનમાં અને 2024માં દક્ષિણ કોરિયામાં યોજાઈ હતી.
સમિટમાં AIના જવાબદાર ઉપયોગ પર ચર્ચા કરવામાં આવશે, જેથી તે લોકોના કલ્યાણ માટે ઉપયોગી થઈ શકે અને તેના જોખમોને નિયંત્રિત કરી શકાય. આ સમય દરમિયાન, વૈશ્વિક રાજકારણ પર પણ ચર્ચા થઈ શકે છે. પીએમ મોદી ફ્રાન્સના ઉદ્યોગપતિઓને મળી શકે છે.
ચીન અને અમેરિકા પણ AI સમિટમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને ચીનના નાયબ વડાપ્રધાન પણ એઆઈ એક્શન સમિટમાં હાજરી આપશે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં ગુગલ અને માઈક્રોસોફ્ટના ટોચના અધિકારીઓ પણ હાજરી આપી શકે છે.
મોદીની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો મજબૂત બનવાની અપેક્ષા છે. હકીકતમાં, આ મુલાકાત દરમિયાન ભારત અને ફ્રાન્સ વચ્ચે 26 રાફેલ મરીન ફાઇટર જેટ અને 3 સ્કોર્પિયન ક્લાસ સબમરીનની ખરીદી સહિત ઘણા મહત્વપૂર્ણ સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
ભારત અંગે ફ્રાન્સનું વલણ પશ્ચિમી દેશોથી અલગ જેએનયુના પ્રોફેસર રાજન કુમારના મતે ભારત અંગે ફ્રાન્સનું વલણ અન્ય પશ્ચિમી દેશો કરતા અલગ છે. અમેરિકા, બ્રિટન અને જર્મની માનવ અધિકારો અને લોકશાહી અંગે ભારત પર પ્રશ્નો ઉઠાવે છે. તેની સરખામણીમાં ફ્રાન્સ ભારતના આંતરિક બાબતોમાં ઘણી ઓછી દખલ કરે છે. આ એક મુખ્ય કારણ છે કે ભારતને ફ્રાન્સ સાથે ક્યારેય કોઈ મોટા મતભેદો રહ્યા નથી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતાને અતૂટ ગણાવી છે. આ બાબત ઘણી વખત સમયની કસોટી પર ખરી ઉતરી છે. ફ્રાન્સ હંમેશા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર ભારતના સમર્થનમાં મજબૂત રીતે ઉભું રહ્યું છે.
1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ પછી ઘણા દેશોએ ભારતથી દૂરી બનાવી લીધી હતી, ત્યારબાદ ભારતે ફ્રાન્સ સાથે તેની પ્રથમ સંયુક્ત નૌકાદળ કવાયત ‘વરુણા’ યોજી હતી. તેની 21મી આવૃત્તિ જાન્યુઆરી 2023માં યોજાઈ હતી. ફ્રાન્સ અને ભારતે માર્ચ 2023માં તેમનો પ્રથમ સંયુક્ત લશ્કરી અભ્યાસ ફ્રાન્સ ઇન્ડિયા જોઇન્ટ એક્સરસાઈઝ (FRINJEX) પણ યોજ્યો હતો.
ફ્રાન્સે સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દા પર ભારતના સમર્થનમાં પાકિસ્તાનના પ્રસ્તાવોને વીટો કર્યો હતો. 28 ઓગસ્ટ, 2019એ તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની વાતચીત દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો હતો. આ ઉપરાંત, ફ્રાન્સે FATF અને ઈન્ડો પેસિફિકના મુદ્દાઓ પર પણ ભારત સાથે સતત કામ કર્યું છે.
ભારતે ફ્રાન્સની મદદથી પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું બીબીસીના એક અહેવાલ મુજબ, ફ્રાન્સ 1970ના દાયકાથી ઊર્જા, એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રોમાં ભારતનો નજીકનો ભાગીદાર રહ્યો છે. અમેરિકાએ ભારતને પરમાણુ પરીક્ષણ કરવા માટે જરૂરી પુરવઠો પૂરો પાડવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે ભારતે ફ્રાન્સની મદદથી 1974માં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
પરમાણુ અપ્રસાર સંધિ (NPT) પર હસ્તાક્ષર ન કરવાને કારણે અમેરિકાએ 1978માં ભારતને પરમાણુ પ્લાન્ટ માટે યુરેનિયમ સપ્લાય કરવાનું બંધ કરી દીધું હતું. ભારતને રશિયા તરફથી પણ મદદ મળી નહીં. આવા સમયે ફ્રાન્સે 1982માં તારાપુર પરમાણુ પ્લાન્ટ ચલાવવા માટે ભારતને યુરેનિયમ પૂરું પાડ્યું હતું.
આ પછી, વર્ષ 1982માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ મિટરેન્ડ ભારતની મુલાકાતે આવ્યા હતા.

આ દરમિયાન ફ્રાન્સ-ભારત વચ્ચે 200 મિરાજ વિમાનો ખરીદવાનો સોદો થયો. આ બંને દેશો વચ્ચે એક મોટા સંરક્ષણ સોદાની શરૂઆત હતી.
પશ્ચિમી દેશોથી વિપરીત ફ્રાન્સે ભારતને પરમાણુ પ્લાન્ટ સ્થાપવામાં મદદ કરી. રશિયા પછી ફ્રાન્સ એકમાત્ર એવો દેશ છે જેણે ભારતને તેની પરમાણુ ક્ષમતા વધારવામાં મદદ કરી. આ પ્લાન્ટ અંગે બંને દેશો વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રના જૈતપુરમાં સ્થાપિત પરમાણુ પ્લાન્ટ ફક્ત ફ્રાન્સની મદદથી જ શક્ય બન્યો હતો.
ફ્રેન્ચ અખબાર લા મોન્ડે અનુસાર ભારત 1998થી ભૂ-વ્યૂહાત્મક રીતે ફ્રાન્સની નજીક છે. પોખરણ પરીક્ષણના ચાર મહિના પહેલા જાન્યુઆરી 1998માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ જેક્સ શિરાકે ભારતની મુલાકાત લીધી હતી, ત્યારબાદ બંને દેશોએ વ્યૂહાત્મક સંબંધો સ્થાપિત કર્યા હતા.
ભારતના ટોચના 2 શસ્ત્ર સપ્લાયર્સમાં ફ્રાન્સનો સમાવેશ ફ્રેન્ચ અખબાર લા મોન્ડે અનુસાર ફ્રાન્સે એવા સમયે પણ ભારતને ટેકો આપ્યો છે જ્યારે અમેરિકા સહિત વિશ્વની તમામ મોટી શક્તિઓએ ભારતનો સાથ છોડી દીધો હતો. પોખરણમાં થયેલા પરમાણુ પરીક્ષણ પછી અમેરિકા, જાપાન, જર્મની અને બ્રિટન જેવા દેશોએ ભારત પર ઘણા પ્રતિબંધો લગાવ્યા, પરંતુ ફ્રાન્સે ભારતને ટેકો આપ્યો હતો.
ફ્રાન્સે અમેરિકાના પ્રતિબંધોને અવગણીને ભારતને શસ્ત્રો વેચવાનું શરૂ કર્યું અને હવે તે રશિયા પછી ભારતનો બીજો સૌથી મોટો સંરક્ષણ શસ્ત્રો સપ્લાયર બની ગયો છે. ભારતને ફ્રાન્સ પાસેથી મિરાજ 2000 ફાઇટર જેટ, રાફેલ ફાઇટર જેટ અને સ્કોર્પિન સબમરીન મળી ચૂકી છે.
ફ્રાન્સ હંમેશા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ટેકો આપે છે સપ્ટેમ્બર 2023માં G20 સમિટ દરમિયાન પીએમ મોદીએ 2024ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડનને આમંત્રણ આપ્યું હતું, પરંતુ ડિસેમ્બરમાં તેમણે ભારત આવવાનો ઇનકાર કર્યો હતો. આવા સમયે, ભારતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પ્રજાસત્તાક દિવસ પર હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યું. તેમણે તેને તરત જ સ્વીકારી લીધું હતું.
ફ્રાન્સ હંમેશા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને ટેકો આપે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને સપ્ટેમ્બર 2024માં ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનાવવાની માગ કરી હતી. આ ઉપરાંત, ફ્રાન્સ પણ ભારતને ન્યુક્લિયર સપ્લાય ગ્રુપ (NSG)ના સભ્ય બનાવવાના પક્ષમાં છે