વોશિંગ્ટન18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમને 50 રાજ્યોની 538માંથી 295 બેઠકો મળી છે, બહુમત માટે 270 બેઠકોની જરૂર છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ કાંટાની ટક્કર આપવા છતાં માત્ર 226 સીટો જીતી શકી હતી.
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પને બહુમતી મળી હોવા છતાં તમામ રાજ્યોના પરિણામો હજુ પણ સામે આવ્યા નથી. એરિઝોના અને નેવાડામાં હજુ પણ મતગણતરી ચાલુ છે. આ બંને રાજ્યોમાં કુલ 17 ઈલેક્ટોરલ વોટ્સ છે.
ટ્રમ્પની જીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ફોન કરીને બીજી ટર્મ માટે વ્હાઇટ હાઉસ પરત ફરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને કહ્યું કે બંને નેતાઓએ વિશ્વ શાંતિ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા અને તેમને અદ્ભુત માણસ કહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે ભારતને મારો સાચો મિત્ર માનું છે. આખી દુનિયા મોદીને પ્રેમ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે મોદી વિશ્વના પહેલા નેતાઓમાં સામેલ છે જેમની સાથે તેમણે જીત બાદ વાત કરી છે.
કમલા હેરિસે હાર સ્વીકારી, કહ્યું- આવી આશા નહોતી કમલા હેરિસે પોતાની હાર સ્વીકારી અને કહ્યું- આજે મારું દિલ ભરાઈ ગયું છે. વોશિંગ્ટન ડીસીમાં હોવર્ડ યુનિવર્સિટીમાં તેમના ભાષણમાં, તેમણે કહ્યું-
આ ચૂંટણીનું પરિણામ મારી અપેક્ષા મુજબનું નથી અથવા અમે જેના માટે લડ્યા તે નથી. અમે ક્યારેય હાર માનીશું નહીં અને લડતા રહીશું. નિરાશ થશો નહીં. આ હાર માની લેવાનો સમય નથી, મજબૂત ઊભા રહેવાનો સમય છે. સ્વતંત્રતા અને ન્યાય માટે એકજુથ રહેવાનું છે.
ટ્રમ્પની રેલીની મોમેંટ્સ…
લગભગ ચૂંટણી જીત્યા બાદ સમર્થકોને સંબોધન કરવા ટ્રમ્પ ઝઈ રહ્યા હતા.
ટ્રમ્પે આ રીતે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી હતી.
ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ તેમની પત્ની ઉષા સાથે ટ્રમ્પની રેલીમાં પહોંચ્યા હતા.
ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા અને સૌથી નાના પુત્ર બેરોન ટ્રમ્પ સાથે રેલીમાં.
જેડી વેન્સ તેમની પત્ની ઉષા સાથે વાત કરે છે. આ દરમિયાન ટ્રમ્પની પુત્રી ઇવાન્કા પણ હાજર હતી.
ટ્રમ્પની ઐતિહાસિક જીત, 4 વર્ષના સમય બાદ રાષ્ટ્રપતિ બન્યા ટ્રમ્પ 2016માં પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા હતા અને 2020માં જો બાઈડન સામે હારી ગયા હતા. હાલના પરિણામો પછી, ટ્રમ્પ બીજા વિશ્વ યુદ્ધ પછીના પ્રથમ રાજકારણી છે જે 4 વર્ષના સમયગાળા પછી ફરીથી રાષ્ટ્રપતિ બન્યા છે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલા ઉમેદવારને બે વખત હરાવનાર ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં પ્રથમ નેતા છે. એક રસપ્રદ વાત એ છે કે 2016 અને 2024 સિવાય ક્યારેય કોઈ મહિલાએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી નથી. ટ્રમ્પ બંને વખત ચૂંટણી જીત્યા છે.
ઉપલા અને શક્તિશાળી ગૃહ સેનેટમાં ટ્રમ્પની પાર્ટીને બહુમત અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની સાથે સંસદના બંને ગૃહો, સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે પણ ચૂંટણી યોજાઈ છે. સેનેટ એ સંસદનું ઉપલું ગૃહ છે. તેની 100 બેઠકોમાંથી દરેક રાજ્યનો હિસ્સો 2 બેઠકો છે. તેની એક તૃતીયાંશ બેઠકો માટે દર બે વર્ષે ચૂંટણી યોજાય છે.
આ વખતે સેનેટની 34 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હાલના પરિણામો સાથે, રિપબ્લિકન પાર્ટીએ 54 બેઠકો મેળવી છે, જે બહુમતની બરાબર છે. અગાઉ તેની પાસે 49 બેઠકો હતી.
અમેરિકામાં, ઉપલા ગૃહ એટલે કે સેનેટ વધુ શક્તિશાળી છે, કારણ કે તેને મહાભિયોગ અને વિદેશી કરારો જેવા મહત્વના મુદ્દાઓને મંજૂરી અથવા નામંજૂર કરવાનો અધિકાર છે. તેના સભ્યોને સેનેટર કહેવામાં આવે છે, જેઓ 6 વર્ષ માટે ચૂંટાય છે, જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં સભ્યો માત્ર બે વર્ષ માટે ચૂંટાય છે.
નીચલા ગૃહમાં પણ ટ્રમ્પની પાર્ટી બહુમતીની નજીક છે રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતીની નજીક છે. તેની 435 બેઠકો માટે દર 2 વર્ષે ચૂંટણી યોજાય છે. બહુમત માટે 218 સીટોની જરૂર છે. રિપબ્લિકન પાર્ટીએ 204 અને ડેમોક્રેટિક પાર્ટીએ 189 બેઠકો મેળવી છે.
ઉપલા ગૃહ એટલે કે સેનેટ શક્તિશાળી હોવા છતાં, સરકાર ચલાવવામાં બંને ગૃહોની સમાન ભૂમિકા હોય છે. સંસદના બે ગૃહોમાંથી કોઈ એકમાં બહુમતીથી બિલ પસાર થઈ શકે છે.
લોકો રાષ્ટ્રપતિને સીધો મત આપતા નથી, ઈલેક્ટર ચૂંટાય છે
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારોને સીધો મત આપવામાં આવતો નથી. તેમના સ્થાને ઈલેક્ટર્સ ચૂંટાય છે, જે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ પર ચૂંટણી લડે છે. દરેક રાજ્યમાં ઈલેક્ટર્સની સંખ્યા નિશ્ચિત છે.
સામાન્ય રીતે, જે રાજ્યમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને સૌથી વધુ મત મળે છે, તે રાજ્યની તમામ બેઠકો તેને મળે છે.
ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે, પેન્સિલવેનિયામાં 19 ઈલેક્ટોરલ વોટ છે. જો રિપબ્લિકન પાર્ટીને 9 વોટ અને ડેમોક્રેટિક પાર્ટીને 8 વોટ મળે તો વધુ વોટ મળવાને કારણે તમામ 19 ઈલેક્ટોરલ વોટ રિપબ્લિકન પાર્ટીને જશે. અમેરિકાના 48 રાજ્યોમાં આ ટ્રેન્ડ છે.
નેબ્રાસ્કા અને મેન રાજ્યોમાં અલગ અલગ વ્યવસ્થા છે. આ રાજ્યોમાં પાર્ટીને જેટલા ઈલેક્ટોરલ વોટ મળે છે, તેમને એટલી જ બેઠક મળે છે. ઉદાહરણ તરીકે, આ ચૂંટણીમાં મેન રાજ્યમાં ટ્રમ્પને 1 ઈલેક્ટોરલ વોટ મળ્યો છે અને કમલા હેરિસને પણ 1 ઈલેક્ટોરલ વોટ એટલે કે મેન રાજ્યમાંથી 1-1 સીટ મળી છે.
ટ્રમ્પ અમેરિકન-ગ્લોબલ માર્કેટમાં મસ્કને ફ્રી હેન્ડ આપશે સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. ટ્રમ્પને રૂ. 1,000 કરોડથી વધુનું ભંડોળ પૂરું પાડવા ઉપરાંત, તેઓ ટ્રમ્પ સાથે રેલીઓમાં દેખાયા હતા. હવે સૌથી મોટી ચર્ચા એ છે કે ટ્રમ્પની જીતથી મસ્કને કેટલો ફાયદો થશે.
મસ્કની કંપની સ્પેસએક્સને સૌથી વધુ ફાયદો મળી શકે છે. કોન્ટ્રાક્ટની સંખ્યામાં વધારો થશે. મસ્કની કંપનીને જે કાનૂની અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં ઘટાડો થશે. હાલમાં, મસ્કની કંપનીઓ સામે 19 કેસ ચાલી રહ્યા છે. મસ્કની સેલ્ફ ડ્રાઇવિંગ વિઝન અને રોબો ટેક્સી પ્લાનને લીલી ઝંડી મળશે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં મસ્ક પણ ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
ભારતીય મૂળના વિવેક રામાસ્વામી, કાશ પટેલ અને બોબી જિંદાલને ટ્રમ્પ વહીવટીતંત્રમાં મહત્વપૂર્ણ પદ મળી શકે છે. કેબિનેટમાં રામાસ્વામીનું સ્થાન શક્ય છે. ટ્રમ્પે ખુદ તેમના વખાણ કર્યા છે. સંરક્ષણ અને ગુપ્તચર ક્ષેત્રનો અનુભવ ધરાવતા પટેલને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.