9 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક તરફ ઈઝરાયલની સેના હિઝબુલ્લાહ વિરુદ્ધ સતત હુમલા કરી રહી છે. બીજી તરફ ગાઝામાં પણ હમાસ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. ગાઝાની એક મસ્જિદ પર રવિવારે (છઠ્ઠી ઓક્ટોબર) વહેલી સવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પેલેસ્ટાઈનની હોસ્પિટલે આ અંગે મહિતી આપી છે.
લેબનનમાં ઇઝરાયલના ચાલી રહેલા ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે રવિવારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને શરમ આવવી જોઈએ. ઇઝરાયલ તેમના સમર્થન સાથે અથવા તેમના વિના પણ જીતશે.
નેતન્યાહુએ વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે ઇઝરાયલ હિઝબુલ્લાહ જેવા દળો સામે લડી રહ્યું છે જે આતંકવાદ ફેલાવે છે. તમામ સભ્ય દેશોએ ઇઝરાયલના સમર્થનમાં મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. તેમ છતાં રાષ્ટ્રપતિ મેક્રોન અને અન્ય પશ્ચિમી નેતાઓ ઇઝરાયલને હથિયારોના પુરવઠાને રોકવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓએ શરમ અનુભવવી જોઈએ.
આ નિવેદન બાદ મેક્રોનના કાર્યાલયે કહ્યું કે ફ્રાન્સ ઇઝરાયલનું મિત્ર છે. તે ઇઝરાયલની સુરક્ષાને સમર્થન આપે છે. જો ઈરાન કે તેના સમર્થકો ઇઝરાયલ પર હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયલ સાથે જ ઉભું રહેશે.
ખરેખરમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. બાદમાં આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.
પીએમ નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલ જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી વિશ્વની શાંતિ અને સુરક્ષા માટે લડતું રહેશે.
હિઝબુલ્લાહના 440 આતંકીઓ માર્યા ગયા
ઇઝરાયલી સંરક્ષણ દળે શનિવારે જણાવ્યું હતું કે તેણે હિઝબુલ્લાના ઘણા કમાન્ડ સેન્ટરો, હથિયારોના ડેપો, ટનલ અને ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. IDFએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદ તેઓએ હિઝબુલ્લાહના 440 આતંકીઓને મારી નાખ્યા છે.
લાઈવ અપડેટ્સ
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના હુમલામાં IRGC કમાન્ડરના મોતની આશંકા છે
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કુદ્સ ફોર્સના કમાન્ડર ઈસ્માઈલ કાની એક સપ્તાહથી ગુમ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, તે છેલ્લે બેરૂતમાં જોવા મળ્યો હતો. જ્યાં તે હિઝબુલ્લાહની મદદ કરવા ગયો હતો. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં કાનીનું મોત થયું છે.
11 મિનિટ પેહલા
- કૉપી લિંક
IDF બેરૂતમાં હિઝબોલ્લાહના હથિયાર ડેપો પર એરસ્ટ્રાઈક
IDF એ શનિવારે રાત્રે જણાવ્યું હતું કે તેણે બેરુતમાં હિઝબુલ્લાહના હથિયાર ડેપો અને અન્ય ઘણા ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. ઇઝરાયલની સેનાએ કહ્યું કે હિઝબુલ્લાહ તેના હથિયારો રહેણાંક વિસ્તારોમાં છુપાવે છે. જેના કારણે તે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકી રહ્યો છે.
22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાઝામાં મસ્જિદ-શાળા પર ઇઝરાયલની એરસ્ટ્રાઈક
ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેના ફાઈટર પ્લેને મધ્ય ગાઝામાં શુહાદા અલ-અક્સા મસ્જિદ અને ઈબ્ન રુશદ સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી છે. IDFએ દાવો કર્યો હતો કે અહીં હમાસનું કમાન્ડ સેન્ટર છે. અલ જઝીરા અનુસાર, હુમલામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.
27 મિનિટ પેહલા
- કૉપી લિંક
UN ચીફે કહ્યું- ગયા વર્ષે ઇઝરાયલ પર હમાસના હુમલાએ લોકોને હચમચાવી દીધા હતા
UN ચીફ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને એક વર્ષ પૂર્ણ થવા પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો. તેમણે કહ્યું કે 7 ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા ભયાનક હુમલાએ લોકોને હચમચાવી દીધા હતા.
આ દરમિયાન ગુટેરેસે ઇઝરાયલના બંધકોને બિનશરતી મુક્ત કરવાની માંગ કરી હતી. તેમણે ગાઝા અને લેબનનમાં નાગરિકોના કલ્યાણ માટે યુદ્ધનો અંત લાવવા અપીલ કરી હતી.
30 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાણો ઈઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ…
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
IDFએ ભૂમધ્ય સમુદ્ર પર 3 ડ્રોનને તોડી પાડ્યા
IDFએ કહ્યું કે તેમણે ભૂમધ્ય સમુદ્રમાં ઈઝરાયલ તરફ આવી રહેલા 3 ડ્રોનને તોડી પાડ્યા છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે નેવીના યુદ્ધ જહાજે ત્રણેય ડ્રોનને ઈન્ટરસેપ્ટ કર્યા હતા. તેમાંથી એક તેલ અવીવના દરિયાકિનારે પડ્યું હતું.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
6 દિવસમાં હિઝબુલ્લાના 440 આતંકીઓ માર્યા ગયા
ઇઝરાયલના સંરક્ષણ દળે શનિવારે કહ્યું કે તેણે હિઝબુલ્લાહના ઘણા કમાન્ડ સેન્ટરો, હથિયારોના ડેપો, ટનલ અને બેઝને નષ્ટ કરી દીધા છે. IDFએ જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બરે લેબનનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદ તેઓએ હિઝબુલ્લાહના 440 આતંકીઓને મારી નાખ્યા છે.
32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલને ઈરાનના હુમલાનો જવાબ આપવાનો અધિકાર છે
PM નેતન્યાહુએ કહ્યું-
ઈરાનના મિસાઈલ હુમલાનો જવાબ આપવાનો ઇઝરાયલનો અધિકાર અને ફરજ છે. વિશ્વનો કોઈ દેશ તેના શહેરો અને નાગરિકો પર આવા હુમલાને સહન કરશે નહીં.
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
PM નેતન્યાહુની મેક્રોન માટે 2 મોટી વાતો…
અમે લેબનનમાં વિશ્વના સૌથી ભારે સશસ્ત્ર આતંકવાદી સંગઠન, હિઝબુલ્લાહ સામે લડી રહ્યા છીએ, જે 7 ઑક્ટોબરના રોજના હુમલા કરતાં પણ અમારી ઉત્તરીય સરહદ પર વધુ મોટા નરસંહારનું આયોજન કરી રહ્યું હતું. તે એક વર્ષથી ઇઝરાયલના નગરો અને શહેરો પર હુમલા કરી રહ્યું છે.
અમે યમનમાં હુથીઓ, ઇરાક અને સીરિયામાં શિયા મિલિશિયાઓ સામે લડી રહ્યા છીએ, જેમણે એકસાથે ઇઝરાયલ સામે સેંકડો ડ્રોન અને મિસાઇલ હુમલાઓ શરૂ કર્યા છે. અમે ઈરાન સામે લડી રહ્યા છીએ, જેણે ગયા અઠવાડિયે ઈઝરાયલ પર 200થી વધુ બેલેસ્ટિક મિસાઈલો વરસાવી હતી.
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલે પ્રથમ વખત ઉત્તરી લેબનન પર હુમલો કર્યો
ઇઝરાયલે લેબનનના ઉત્તરીય વિસ્તાર પર પ્રથમ વખત હવાઈ હુમલો કર્યો. ઇઝરાયલની સેનાએ શુક્રવારે મોડી રાત્રે ત્રિપોલીના બેદદાવી વિસ્તારમાં પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પાસે આવેલી ઈમારતને નિશાન બનાવી હતી.
આ હુમલામાં હમાસની સૈન્ય શાખા અલ કાસિમના નેતા સઈદ અતલ્લાહ અલી માર્યો ગયો હતો. તેના પરિવારના વધુ ત્રણ લોકો પણ માર્યા ગયા હતા.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના હુમલા બાદ નસરાલ્લાહના ઉત્તરાધિકારી વિશે હિઝબુલ્લાને જાણ નથી
ઇઝરાયલે શુક્રવારે લેબનનમાં સ્ટ્રાઈક કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલો તે બંકર પર થયો હતો. જ્યાં હિઝબુલ્લાહના ઘણા મોટાઅધિકારીઓ બેઠક કરી રહ્યા હતા. તેમાં હાશિમ સૈફિદ્દીનનો સમાવેશ થાય છે, જે હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારી હતો.
CNN અનુસાર, હિઝબુલ્લાહ શુક્રવારથી તેનો સંપર્ક કરી શક્યો નથી. સંગઠન પાસે તેમના વિશે કોઈ માહિતી નથી.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
શસ્ત્રો લઈ જતી ઈરાનની ફ્લાઈટ ઈરાકના એરસ્પેસમાં હતી
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટના ડેટા અનુસાર ઈરાનની રાજધાની તેહરાનથી આવતી કાસિમ ફાર્સ એરની ફ્લાઈટે શનિવારે સવારે ઈરાકી એરસ્પેસમાંથી યુ-ટર્ન લીધો હતો. આ ફ્લાઈટ લેબનન અથવા સીરિયા જઈ રહી હતી.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફ્લાઈટ હિઝબુલ્લાહ માટે હથિયાર લઈને જઈ રહી હતી, પરંતુ IDFની ચેતવણી બાદ ફ્લાઈટે યુ-ટર્ન લેવો પડ્યો હતો.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
જયશંકરે કહ્યું- મિડલ ઈસ્ટ ચિંતાનો વિષય બની ગયો છે
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે મિડલ ઈસ્ટર્વ આજે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. સંઘર્ષ વધી રહ્યો છે અને તેની અસર વિશ્વ પર પડી રહી છે. ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ ગાઝામાં સંઘર્ષ શરૂ થયો હતો. આ પછી તે લેબનન, ઈરાન અને યમનમાં ફેલાઈ ગયો છે. આની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડી રહી છે.
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબનનમાં ઇઝરાયલની સેનાએ મસ્જિદ પર હુમલો કર્યો
ઇઝરાયલના દળોએ શુક્રવારે રાત્રે દક્ષિણ લેબેનનના બિંટ બેલમાં એક મસ્જિદ પર હુમલો કર્યો હતો. જાનહાનિનો આંકડો જાણી શકાયો નથી.
IDFએ કહ્યું કે તેમાં હિઝબુલ્લાહનું કમાન્ડ સેન્ટર ચાલી રહ્યું હતું. તેમાં રહેતા હિઝબુલ્લાહના આતંકીઓ ઇઝરાયલ વિરુદ્ધ હુમલાની યોજના ઘડતા હતા.
IDFએ કહ્યું કે તેનો ડ્રોન હુમલો ચોક્કસ હતો અને ગુપ્ત માહિતી મળ્યા બાદ કરવામાં આવ્યો હતો. ઇઝરાયલની સેનાએ કહ્યું કે હુમલા પહેલા તેણે સ્થાનિક લોકોને વિસ્તાર છોડી દેવાનો સંદેશ આપ્યો હતો.