1 કલાક પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત નાબૂદ કરવાની માગને લઈને દેશભરમાં હિંસા ફેલાઈ છે. જેમાં 400થી વધુ લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશી સમાચાર આઉટલેટ ઢાકા ટ્રિબ્યુન અનુસાર, પોલીસે દેશભરની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા.
મંગળવારે પોલીસ કાર્યવાહી દરમિયાન રંગપુર બેગમ રોકેયા યુનિવર્સિટીના 22 વર્ષીય વિદ્યાર્થી અબુ સઈદનું મૃત્યુ થયું ત્યારે હિંસા વધુ ભડકી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસે તેમના પર ગોળીબાર કર્યો હતો.
આના એક સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટે નોકરીઓમાં અનામત પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ વડાપ્રધાન શેખ હસીનાએ તેનો અમલ કર્યો નથી. હસીના સરકાર કહે છે કે આ નિર્ણય અમારા હાથમાં છે.
જુઓ હિંસાની તસવીરો…

પોલીસે ઢાકા યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો.

હસીનાનું સમર્થન કરી રહેલા લોકોએ વિદ્યાર્થીઓ પર લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો.

મંગળવારે ઢાકામાં વિદ્યાર્થીઓ ભાગતા જોવા મળ્યા હતા.

ઢાકા યુનિવર્સિટીની તસવીર જ્યાં 3 દિવસથી હિંસા ચાલી રહી છે. જેમાં મોટાભાગની વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરો અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થીઓના સમર્થનમાં સ્થાનિક લોકોએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
વિદ્યાર્થીઓની છે 5 માંગણીઓ….
1- અનામત 56%થી ઘટાડીને 10% કરવું જોઈએ.
2- જો અનામત બેઠકો પરથી કોઈ લાયક ઉમેદવાર ન મળે તો મેરિટ લિસ્ટમાંથી ભરતી કરવી જોઈએ
3- બધા માટે સામાન્ય પરીક્ષા હોવી જોઈએ
4- તમામ ઉમેદવારોની ઉંમર સરખી હોવી જોઈએ.
5- કોઈપણ ઉમેદવારે એક કરતા વધુ વખત અનામતનો ઉપયોગ કરવો જોઈએ નહીં