વોશિંગ્ટન35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટ્રમ્પ, ઈલોન મસ્ક અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પૂતળાં બનાવીને સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શનો થયા.
શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઈલોન મસ્ક વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. આ વિરોધ પ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. સીએનએનના અહેવાલ મુજબ, દેશભરમાં 1400થી વધુ રેલીઓ યોજાઈ છે.
આ વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેવા માટે 6 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રદર્શનકારીઓ નોકરીમાં કાપ, અર્થતંત્ર અને માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર સરકારના નિર્ણયોનો વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે- ‘અમારા અધિકારોથી દૂર રહો.’ આ નારાનો હેતુ એ બતાવવાનો છે કે વિરોધીઓ ઇચ્છતા નથી કે કોઈ તેમના અધિકારો પર નિયંત્રણ રાખે.
આ વિરોધ પ્રદર્શનમાં 150થી વધુ સંગઠનોએ ભાગ લીધો હતો. આમાં નાગરિક અધિકાર સંગઠનો, મજૂર સંગઠનો, LGBTQ+ વોલંટિયર્સ નિવૃત્ત સૈનિકો અને ચૂંટણી કાર્યકરોનો સામેલ હતા.
હેનડ્સ ઓફ પ્રોટેસ્ટની બે તસવીરો…

આ વિરોધ પ્રદર્શનમાં નાગરિક અધિકાર સંગઠનો અને મજૂર સંગઠનો જેવા 150થી વધુ સંગઠનોએ ભાગ લીધો હતો.

પ્રદર્શનકારીઓએ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ મોં પર પ્રતીકાત્મક પટ્ટી બાંધીને વિરોધ કર્યો.
ઈલોન મસ્કનો દાવો- ટેક્સપેયર્સના પૈસા બચાવવા માટે સરકારી નોકરીઓમાં કાપ
ઈલોન મસ્ક અમેરિકાની ટ્રમ્પ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએંસીના વડા છે. તેમનો દાવો છે કે સરકારી તંત્રમાં ઘટાડો કરવાથી ટેક્સપેયર્સના અબજો ડોલર બચશે. તેમજ, વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાજિક સુરક્ષા અને મેડિકેર યોજનાઓ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પરંતુ ડેમોક્રેટ્સ આ યોજનાઓના લાભો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સુધી પહોંચાડવા માંગે છે.
અમેરિકામાં પ્રોડક્શન વધારવા માટે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેક્સ લાદ્યો
2 એપ્રિલના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેક્સની જાહેરાત કરી હતી. આમાં, ભારત પર 26% ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત ખૂબ જ સખ્ત છે. મોદી મારા સારા મિત્ર છે, પણ તેઓ આપણી સાથે યોગ્ય વર્તન નથી કરી રહ્યા.
ભારત ઉપરાંત, ચીન પર 34%, યુરોપિયન યુનિયન પર 20%, દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24%, વિયેતનામ પર 46% અને તાઇવાન પર 32% ટેરિફ લાગશે. અમેરિકાએ લગભગ 60 દેશો પર તેમના ટેરિફની સરખામણીમાં અડધો ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે.

ટ્રમ્પે વેપાર ભાગીદાર દેશો પર નવા ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા.
ભારતે કહ્યું- આપણી અર્થવ્યવસ્થા આ ટેરિફ સહન કરી શકે છે
ટ્રમ્પ દ્વારા જેવા સાથે તેવા ટેરિફની જાહેરાત કર્યા પછી ભારત તરફથી આ પહેલી સત્તાવાર પ્રતિક્રિયા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે તે 26% ટેરિફની અસરનું મૂલ્યાંકન કરી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટેરિફ કેટલાક ક્ષેત્રોને અસર કરશે, પરંતુ ભારતનું અર્થતંત્ર તેને ઉઠાવી શકે છે.
અહેવાલો અનુસાર, એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં એવી જોગવાઈઓ છે કે જો ભારત અમેરિકાની ચિંતાઓને દૂર કરે છે, તો તેને ટેરિફમાં થોડી રાહત મળી શકે છે. ભારત આ દિશામાં પગલાં લેવાનું વિચારી રહ્યું છે.