1 કલાક પેહલા
- કૉપી લિંક
પુતિને રશિયન મહિલાઓને 2022માં 10 બાળકો પેદા કરવાની પણ અપીલ કરી હતી.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના નાગરિકોને ઑફિસમાં કામ કરતી વખતે શારીરિક સંબંધ બાંધવાની અપીલ કરી છે. પુતિને કહ્યું, “રશિયન નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. રશિયનોનું ભવિષ્ય હવે તેમની સંખ્યા પર નિર્ભર છે.”
રશિયાના સ્વાસ્થ્ય મંત્રી ડો.યેવજેની શેસ્ટોપાલોવે કહ્યું કે કામનું દબાણ બાળક ન થવાનું બહાનું બની શકે નહીં. તમે કામ વચ્ચે બ્રેક લઈને શારીરિક સંબંધો પણ બનાવી શકો છો. બ્રિટિશ અખબાર મેટ્રોના અહેવાલ મુજબ, પુતિને દેશમાં ઘટી રહેલા જન્મ દરને સુધારવા માટે આવું કહ્યું છે.
હકીકતમાં, રશિયામાં જન્મ દર સ્ત્રી દીઠ 1.5 બાળકો છે. જ્યારે દેશની વસતી જાળવવા માટે, જન્મ દર સ્ત્રી દીઠ 2.1 બાળકો હોવો આવશ્યક છે. તે જ સમયે, યુક્રેન સામે યુદ્ધની શરૂઆતથી, રશિયાના 1 મિલિયન નાગરિકોએ દેશ છોડી દીધો છે. આમાં મોટે ભાગે યુવા જૂથના લોકોનો સમાવેશ થાય છે.

રશિયા ટોપ 10 સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં સામેલ છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંની વસતી સતત ઘટી રહી છે.
પુતિને કહ્યું હતું- મહિલાઓએ 8 બાળકોને જન્મ આપવો જોઈએ આ પહેલીવાર નથી જ્યારે પુતિને દેશના ઘટી રહેલા જન્મ દર અંગે ચિંતા વ્યક્ત કરી હોય. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં પુતિને રશિયન મહિલાઓને ઓછામાં ઓછા 8 બાળકોને જન્મ આપવા માટે કહ્યું હતું. રશિયન ઘરોમાં મોટા પરિવારોની પરંપરા રજૂ કરવાની જરૂર છે.
પુતિને કહ્યું હતું કે, “ઘણા સમુદાયોમાં હજુ પણ વધુ બાળકો પેદા કરીને પરિવાર વધારવા અને પરંપરાઓ જાળવી રાખવાનો ટ્રેન્ડ છે. આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણી દાદી અને પરદાદીના સમયમાં 7-8 બાળકો હતા.”
રશિયામાં જન્મદર 25 વર્ષની નીચી સપાટીએ છે રશિયન સરકારના ડેટા અનુસાર, રશિયામાં જન્મ દર 1999 પછી તેના સૌથી નીચા સ્તરે છે. વસતીની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ રશિયામાં આ વર્ષે જૂનમાં 1 લાખથી ઓછા બાળકોનો જન્મ થયો છે. 2024ના પ્રથમ છ મહિનામાં લગભગ 6 લાખ બાળકોનો જન્મ થયો હતો. જે ગયા વર્ષ કરતા 16 હજાર ઓછા છે.
રશિયામાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 3 લાખ 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. જેના કારણે દેશની વસતી સતત ઘટી રહી છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જુલાઈમાં કહ્યું હતું કે આ સ્થિતિ દેશના ભવિષ્ય માટે વિનાશક છે.
રશિયાના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર કારેલિયાના સત્તાવાળાઓએ માતાની અપેક્ષા રાખતા કોલેજની વિદ્યાર્થિનીઓ માટે નવી યોજનાઓ બહાર પાડી છે. આ અંતર્ગત સ્થાનિક કોલેજો અને યુનિવર્સિટીઓમાં સ્વસ્થ બાળકોને જન્મ આપનારી 25 વર્ષથી ઓછી ઉંમરની વિદ્યાર્થિનીઓને લગભગ 92 હજાર રૂપિયા આપવામાં આવશે.

આ સોવિયેત યુગનું પોસ્ટર છે. આ સાથે ‘ગ્લોરી ટુ મધર હિરોઈન’ અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પુતિને 2022માં આ અવોર્ડ ફરીથી શરૂ કર્યો.
પુતિને કહ્યું હતું- 10 બાળકોને જન્મ આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે અગાઉ 2022માં પુતિને જાહેરાત કરી હતી કે તેઓ 10 બાળકોને જન્મ આપનારી મહિલાઓને ‘મધર હિરોઈન’ નામનો અવોર્ડ આપશે. આ અવોર્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ મહિલાઓને આપવામાં આવ્યો હતો. તે સમયે પણ રશિયાની વસતી ઝડપથી ઘટી રહી હતી. 1991માં સોવિયત યુનિયનના તૂટ્યા બાદ રશિયાએ આ અવોર્ડ આપવાનું બંધ કરી દીધું હતું.