મોસ્કો2 કલાક પેહલા
- કૉપી લિંક
રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણનો વીડિયો શેર કર્યો છે. તે થર્મો-ન્યુક્લિયર વોરહેડ્સ લઈ જવા માટે સક્ષમ છે.
રશિયાએ શુક્રવારે તેની કાપુસ્તિન યાર રેન્જમાંથી ટોપ સિક્રેટ ઇન્ટર-કોંટિનેંટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું હતું. રશિયન મીડિયા RT અનુસાર, આ મિસાઈલ પરમાણુ હુમલો કરવામાં સક્ષમ છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ મિસાઈલના પરીક્ષણની પુષ્ટિ કરી છે.
મંત્રાલયે કહ્યું કે આ મિસાઈલ રશિયાની સુરક્ષાને મજબૂત કરવામાં મદદ કરશે. RT અનુસાર, ICBM એક સોલિડ ફ્યુલ મિસાઇલ છે જે થર્મો-ન્યુક્લિયર વોરહેડ લઇ જવા માટે સક્ષમ છે. તે જમીન પર કોઈપણ જગ્યાએ અથવા ચાલતા વાહન પર પણ તૈનાત કરી શકાય છે. જો કે, હાલમાં તેની ક્ષમતાઓ અને વિશેષતાઓને લઈને કોઈ માહિતી આપવામાં આવી નથી.
રશિયાએ હજુ સુધી નવી પરમાણુ મિસાઈલની ક્ષમતા અંગે કોઈ માહિતી આપી નથી.
પુતિને કહ્યું- નવા હથિયારો કોઈપણ ખૂણે હુમલો કરી શકે છે
શુક્રવારે અગાઉ, રશિયાએ તેની હાઇપરસોનિક ન્યુક્લિયર મિસાઇલની પ્રથમ રેજિમેન્ટ તહેનાત કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ શોઇગુએ રાષ્ટ્રપતિ પુતિનને આ અંગે જાણકારી આપી હતી. જો કે રશિયાએ આ મિસાઈલ ક્યાં તહેનાત કરી છે તેની માહિતી સામે આવી નથી.
રોયટર્સ અનુસાર, આ સિસ્ટમનું નામ એવાનગાર્ડ છે. રાષ્ટ્રપતિ પુતિનના મતે રશિયાના નવી પેઢીના પરમાણુ હથિયારો દુનિયાના કોઈપણ ખૂણે હુમલો કરી શકે છે. તે કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કરવામાં સક્ષમ છે. અત્યારે કોઈ પણ દેશ પાસે હાઈપરસોનિક હથિયાર નથી.
રશિયા હાલમાં RS-24 યાર્સ મિસાઈલનો ઉપયોગ કરે છે. રશિયન ભાષામાં ‘યાર્સ’ શબ્દનો અર્થ ‘પરમાણુ હુમલાને રોકવા માટેનું રોકેટ’ થાય છે. RS-24 યાર્સ દ્વારા રશિયાએ તેની RT-2PM2 Topol-M મિસાઇલ સિસ્ટમને રિપ્લેસ કરી હતી. જો કે, કેટલાક સમયથી આવી રહેલા સમાચારોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા RS-24ની એડવાન્સ સિસ્ટમ બનાવી રહ્યું છે.
સોલિડ ફ્યુલ મિસાઇલ શું હોય છે?
આવી મિસાઈલોમાં પ્રવાહી ઈંધણને બદલે મનો ઉપયોગ થતો હતો. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર સોલિડ ફ્યુલ પર ચાલતી મિસાઈલ વધુ સુરક્ષિત હોય છે. તેને ઝડપથી તહેનાત કરી શકાય છે.
ખરેખરમાં, લિક્વિડ ફ્યુલ મિસાઈલને લોન્ચ કરતા પહેલા ફ્યુલ ભરાવવું પડે છે, જેમાં ઘણા કલાકો લાગે છે. તેમજ, સોલિડ ફ્યુલની મિસાઇલો ઝડપથી ફાયર કરી શકાય છે, જે તેને ઈન્ટરસેપ્ટ કરવા અથવા તેને ડિટેક્ટ કરીને રોકવાનું મુશ્કેલ બનાવે છે.
આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ રશિયાએ પરમાણુ બોમ્બ લઈ જવામાં સક્ષમ બ્યુરવેસ્ટનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. તેના પર પુતિને કહ્યું હતું કે આ પરમાણુ મિસાઈલ હજારો માઈલ દૂરથી હુમલો કરી શકે છે. રશિયાએ સરમત મિસાઈલ સિસ્ટમનું કામ પણ પૂર્ણ કરી લીધું છે.
રશિયાએ આર્કટિકમાં એક નવી ન્યુક્લિયર ફેસિલિટી બનાવી છે
સપ્ટેમ્બર 2023માં રશિયાના કેટલાક સેટેલાઇટ ફોટા વાયરલ થયા હતા. આમાં, આર્કટિકમાં નોવાયા ઝેમલ્યા આઈલેન્ડ પર રશિયાની નવી ન્યુક્લિયર ફેસિલિટી બતાવવામાં આવી હતી. 1955 થી 1990 સુધી, સોવિયત સંઘે આ સ્થાન પર પરમાણુ પરીક્ષણો કર્યા હતા. સાયન્સ એન્ડ ગ્લોબલ સિક્યોરિટી જર્નલ અનુસાર, અહીં 130 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા.
સેટેલાઇટ તસવીરો અનુસાર, 2021 અને 2023 વચ્ચે નવી ન્યુક્લિયર ફેસિલિટીમાં ઘણું બાંધકામ થયું હતું. જહાજો અહીં આવતા-જતા જોવા મળતા હતા. આર્કટિકના પર્વતો ખોદીને ઘણી ટનલ પણ બનાવવામાં આવી હતી. જો કે રશિયાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.