લંડન2 કલાક પેહલા
- કૉપી લિંક
- રશિયા સ્થાનિક યુવાનોની મદદથી હુમલા કરાવી રહ્યું છે
રશિયા-યુક્રેન યુદ્ધને પોણા ત્રણ વર્ષથી પણ વધુ સમય થયો છે અને હજુ પણ આગળ વધી રહ્યું છે. તેમ છતાં યુરોપિયન દેશો યુક્રેનની સાથે છે અને તેની કિંમત પણ ચૂકવવી પડી રહી છે. બ્રિટનના અખબાર ‘ધ ઈન્ડિપેન્ડન્ટે’ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે છેલ્લા 12 મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પશ્ચિમી દેશો વિરુદ્ધ ગુપ્ત અભિયાન શરૂ કર્યું છે.
તાજેતરમાં લિથુઆનિયામાં કાર્ગો પ્લેન ક્રેશ, લંડન એરપોર્ટ અને યુએસ એમ્બેસીમાં બોમ્બની ખોટી સૂચનાઓ મળી હતી. બ્રિટનમાં અમેરિકી એરફોર્સ બેઝ પાસે ડ્રોન જોવા મળ્યું. વેલ્સમાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ, બાલ્ટિક સમુદ્રમાં કેબલ તૂટ્યો, જર્મનીમાં એક શસ્ત્ર ઉત્પાદક કંપનીના સીઈઓની હત્યાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર યુરોપમાં ટેલિવિઝન ઉપગ્રહોને નુકસાન થયું હતું.
યુરોપમાં આગચંપી કરનારની કબૂલાત- રશિયાએ પૈસા આપ્યા હતા બ્રિટનની ગુપ્ત એજન્સી એમઆઈ 5ના ડાયરેક્ટર કેન મેક્કલમે ગત મહિને જણાવ્યું હતું કે હુમલાને રોકવા માટે આક્રમક કાર્યવાહીની જરૂર છે. રશિયન સૈન્ય ગુપ્ત એજન્સી ગ્રૂ યુરોપીય રસ્તાઓ પર તબાહી મચાવવાના મિશન પર છે. આ અઠવાડિયે જર્મનીની વિદેશી ગુપ્તચર સેવાના વડા બ્રુનો કાહલે જણાવ્યું હતું કે રશિયાની હાઇબ્રિડ પ્રવૃત્તિઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. નાટો દેશોએ આર્ટિકલ 5 (એક સભ્ય રાષ્ટ્ર પર હુમલો એ બધા પર હુમલો)ને લાગુ કરવાનું વિચારવું જોઈએ. બ્રિટિશ આતંકવાદ કાયદાના સ્વતંત્ર સમીક્ષક જોનાથન હોલ કેસીનું કહેવું છે કે રશિયાનું ગુપ્તચર અભિયાન મોટો પડકાર છે. બીજી તરફ, યુરોપમાં રશિયા માટે આગચંપી અને હત્યાના આરોપીઓએ કોર્ટમાં સ્વીકાર્યું છે કે રશિયાએ તેમને પૈસા આપ્યા હતા. માર્ચમાં આગચંપીની ઘટનામાં 23 વર્ષીય જૈક રિવ્સે વિદેશી ગુપ્તચર સેવા પાસેથી લાભ મેળવવાના બદલામાં ગુનો કબૂલ્યો હતો. એલ્મેસ્ટોર્પ આગચંપીના આરોપીએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેણે વેગનરની સૂચના પર આ કર્યું હતું.
રશિયા અસંતુષ્ટ યુરોપિયન-ક્રિમિનલ ગેંગની મદદથી હુમલા કરાવી રહ્યું છે કેજીબી યુરોપમાં જાસૂસી અને પ્રચારથી લઈને તોડફોડ અને હત્યા સુધીની દરેક બાબતમાં સામેલ હતી. ફેબ્રુઆરી 2022ના અંતમાં યુક્રેનમાં યુદ્ધ ફાટી નીકળ્યું અને રશિયન ટેન્કો સરહદ પાર કરીને રશિયામાં પ્રવેશ્યા પછી રશિયાએ હાઇબ્રિડ અભિયાનને આગળ વધાર્યું. રશિયાએ યુરોપમાં તેના જાસૂસો માટે સ્થાનિક રીતે ભરતી કરી. આ હેઠળ, યુરોપિયન અસંતુષ્ટો અને અપરાધી ગેંગની મદદ લેવાઈ હતી જેથી કરીને તેઓ યુરોપમાં યુક્રેનને મદદ કરનારાઓને નિશાન બનાવી શકે.
રશિયા સામે નોટો દેશોએ હવે એકજૂ઼ટ થવાની જરૂર છે, સેન્ટ્રલ કમાન્ડ બને યુક્રેનની વિદેશી ગુપ્તચર સેવાના વડા એલેક્ઝાન્ડર ડેનિલ્યુકનું કહેવું છે કે રાજકીય નેતૃત્વ ઘણા અંશે સમસ્યાને નકારી રહ્યું છે. પહેલું પગલું એ ઓળખવાનું છે કે રશિયા પશ્ચિમ સામે ગુપ્ત યુદ્ધમાં છે અને તે યુદ્ધના હિંસક તબક્કામાં પહોંચી ચૂક્યું છે. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે યુરોપમાં ઇસ્લામિક આતંકવાદ પર કેન્દ્રિત આતંકવાદ સામેના યુદ્ધ દરમિયાન સ્થાપિત પ્લેટફોર્મ જેવું જ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ બનાવવામાં આવે. યુરોપિયન યુનિયન અને નાટો દેશો હુમલાનો સામનો કરવા માટે શક્ય તેટલી વહેલી તકે કેન્દ્રીય કમાન્ડની સ્થાપના થવી જોઈએ.