વોશિંગ્ટન6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ તસવીર 16 સપ્ટેમ્બર 2022ની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCOની 22મી બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી.
2022માં રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. બાદમાં પીએમ મોદીના કારણે પરમાણુ યુદ્ધનો પ્લાન અટકાવાયો ગયો હતો.
આ દાવો બે અમેરિકન અધિકારીઓએ કર્યો છે. CNNએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે તે સમયે અમેરિકી વહીવટીતંત્ર પુતિનના વલણથી ખૂબ નારાજ થઈ ગયું હતું. ત્યારબાદ બાઈડને ભારત સહિત અનેક દેશો પાસેથી સહયોગ માંગ્યો હતો.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તે સમયે જે કર્યું તેમાંથી એક માત્ર રશિયાને સીધો સંદેશ મોકલવાનો હતો. તેના બદલે તે દેશો પાસેથી પણ મદદ માંગી હતી. જેના શબ્દો પુતિન સુધી પહોંચી શક્યા. તે સમયે બહારથી લાદવામાં આવેલ દબાણ ખૂબ કામ આવ્યું હતું.
યુએસ અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો દ્વારા આઉટરીચ અને જાહેર નિવેદનોએ કટોકટી ટાળવામાં મદદ કરી હતી.

ખેરસનમાં તણાવને કારણે 2022માં પરમાણુ હુમલો થઈ શકતો હતો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રશિયાના પરમાણુ હુમલાના ભણકારા 2022ના અંતમાં જણાતા હતા. જ્યારે યુક્રેનની સેના દક્ષિણમાં રશિયાના કબજા હેઠળના ખેરસનમાં ઝડપથી આગળ વધી રહી હતી. તેમણે રશિયન સૈન્યને સંપૂર્ણપણે ઘેરી લીધું હતું.
આ એવા સંજોગો હતા જે રશિયન સરકારને પરેશાન કરી રહ્યા હતા. અમેરિકન વહીવટીતંત્રમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે ખેરસનની વર્તમાન સ્થિતિ પરમાણુ હુમલાનું મુખ્ય કારણ બની શકે છે. આ પછી અમેરિકાએ ભારત સહિત ગ્લોબલ સાઉથના અન્ય દેશો પાસેથી મદદ માંગી. અધિકારીએ કહ્યું કે ભારત, ચીન અને અન્ય દેશોએ રશિયાનો સંપર્ક કરીને દબાણ કર્યું હતું.

મોદીએ પુતિનને કહ્યું- આ યુદ્ધનો યુગ નથી
ભારતે હંમેશા રશિયા-યુક્રેન યુદ્ધમાં નાગરિકોની હત્યાની નિંદા કરી છે અને સંઘર્ષનો શાંતિપૂર્ણ અંત લાવવાની હાકલ કરી છે. પીએમ મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એસસીઓ સમિટના અવસર પર રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી. ભારતની અધ્યક્ષતામાં G20 કોમ્યુનિકમાં પણ આ નિવેદન આપવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો…
પોપે કહ્યું- પુતિન ઝેલેન્સકી સાથે વાત કરોઃ ફ્રાન્સિસે કહ્યું- રશિયા સાથે વાત કરવામાં કોઈ શરમ ન હોવી જોઈએ, સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા

કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને રશિયા સાથે વાટાઘાટો કરવાની સલાહ આપી છે. સ્વીડિશ ટીવી ચેનલ આરએસઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં પોપે કહ્યું- ઝેલેન્સકીએ પુતિન સાથે વાત કરવામાં શરમ ન અનુભવવી જોઈએ. કારણ કે, જો આજે પણ પરિસ્થિતિને સંભાળવામાં નહીં આવે, તો તે કાબુ બહાર જશે અને ખરાબમાંખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે.