મોસ્કો1 કલાક પેહલા
- કૉપી લિંક
રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનાર ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે તાલિબાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રશિયા તાલિબાનને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાંથી હટાવશે. રશિયાની સરકારી સમાચાર એજન્સી RIA નોવોસ્તીએ આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે, કઝાકિસ્તાને તાલિબાનને લઈને હાલમાં આ નિર્ણય લીધો છે અને અમે તેને વહેલીતકે લાગુ પણ કરીશું.
લાવરોવે કહ્યું, “તાલિબાન એક સાચી તાકાત છે. અમે તેમનાથી અલગ નથી. મધ્ય એશિયામાં અમારા સહયોગી પણ તેમનાથી અલગ નથી.” રશિયાએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના ત્રણ વર્ષ બાદ આ નિર્ણય લીધો છે. ખરેખરમાં, ગયા વર્ષના અંતમાં કઝાકિસ્તાને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાંથી તાલિબાનને હટાવી દીધું હતું.
વર્ષ 2018માં રશિયાએ તાલિબાન અને અફઘાનિસ્તાનની તત્કાલીન સરકાર વચ્ચે સમજૂતી કરાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.
તાલિબાન રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માંગે છે
રશિયાએ પણ તમામ પ્રતિબંધો છતાં તાલિબાન સાથે પોતાના સંબંધો જાળવી રાખ્યા છે. જો કે, તેઓએ હજુ સુધી તાલિબાનને અફઘાનિસ્તાનની સરકાર તરીકે માન્યતા આપી નથી. રશિયાએ સેન્ટ પીટર્સબર્ગમાં યોજાનાર ઈન્ટરનેશનલ ઈકોનોમિક ફોરમમાં તાલિબાનને પણ આમંત્રણ આપ્યું છે. આ ઇવેન્ટ 5-8 જૂનના રોજ યોજાશે.
રશિયન મીડિયા TASSના અહેવાલ મુજબ અફઘાનિસ્તાને પણ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ ‘વિદ્યાર્થી’ થાય છે. આ સંગઠનની સ્થાપના વર્ષ 1994માં અફઘાનિસ્તાનના કંધાર શહેરમાં કરવામાં આવી હતી. સોવિયેત યુનિયનના પીછેહઠ પછી અફઘાનિસ્તાન પર નિયંત્રણ મેળવવા માટે ગૃહયુદ્ધ લડી રહેલા જૂથોમાંથી તે એક હતું.
તાલિબાને અમેરિકાની મદદથી સોવિયેત સેનાને ખદેડી હતી
તેના સભ્યો અફઘાનિસ્તાનના મુજાહિદ્દીન આતંકીઓ હતા, જેમણે 1989માં અમેરિકાની મદદથી સોવિયેત સેનાને ખદેડી હતી. ત્યારબાદ 9 વર્ષ સુધી બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. 1999માં UNSCએ એક ઠરાવ અપનાવ્યો. આમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાન દુનિયાભરના આતંકવાદી સંગઠનોને આશ્રય આપીને અને તેમને તાલીમ આપવાનું કામ કરે છે.
થોડા મહિનાઓ પછી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુએનના ઠરાવને સ્વીકારતા અને તાલિબાન પર પ્રતિબંધો લાદતા ઠરાવ પર હસ્તાક્ષર કર્યા. આ પછી વર્ષ 2003માં રશિયાની સુપ્રીમ કોર્ટે તાલિબાનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું.
રશિયાએ કહ્યું હતું કે ચેચન્યામાં ગેરકાયદેસર તાલિબાન સંગઠનો સાથે રશિયાના સંબંધો છે. તે ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન અને કિર્ગિસ્તાન પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પછી, વર્ષ 2017માં રશિયાએ અફઘાનિસ્તાનની તત્કાલીન સરકાર અને તાલિબાન વચ્ચે સમજૂતી કરાવવાનો પ્રયાસ કર્યો, જેથી અફઘાનિસ્તાનમાં શાંતિ લાવી શકાય.
આ તસવીર ફેબ્રુઆરી 1989ની છે, જ્યારે રશિયાએ 9 વર્ષના કબજા બાદ અફઘાનિસ્તાનમાંથી પોતાની સેના પાછી ખેંચી હતી.
તાલિબાને 2021માં અફઘાનિસ્તાન પર કબજો કર્યો
આ પ્રયાસમાં ચીન, ઈરાન, પાકિસ્તાન સહિત ઘણા દેશોએ રશિયાને સમર્થન આપ્યું હતું. લાંબી વાટાઘાટો પછી પણ અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે કોઈ સમજૂતી થઈ શકી નથી. યુએસ આર્મી સાથે લાંબા સંઘર્ષ પછી, તાલિબાને 15 ઓગસ્ટ 2021 ના રોજ કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો. ત્યારથી તે સતત દુનિયા પાસેથી માન્યતાની માંગ કરી રહ્યા છે.
તાલિબાનના કાર્યકારી સંરક્ષણ પ્રધાન મુલ્લા મોહમ્મદ યાકુબ મુજાહિદે અલ-અરેબિયા ન્યૂઝ ચેનલને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે- સરકારે માન્યતા મેળવવા માટે તમામ જરૂરિયાતો પૂરી કરી છે.
આમ છતાં અમેરિકાના દબાણમાં અન્ય દેશો અમને માન્યતા આપી રહ્યા નથી. અમે એવા દેશો પાસેથી માન્યતા માટે અપીલ કરીએ છીએ જે યુએસના દબાણ હેઠળ નથી. અમે ઈચ્છીએ છીએ કે વિશ્વના શક્તિશાળી ઈસ્લામિક દેશો અમને સરકાર તરીકે ઓળખે.