નવી દિલ્હી58 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારતમાં નિષ્પક્ષ ચૂંટણીને લઈને યુએનને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિદેશ પ્રધાન જયશંકરે કેરળના તિરુવનંતપુરમમાં લોકસભા ચૂંટણી માટે તેમના કેબિનેટ સાથી અને ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરતી વખતે યુએનની ટિપ્પણીનો જવાબ આપ્યો.
તેમણે કહ્યું, “ભારતમાં ચૂંટણી કેવી રીતે યોજવી જોઈએ તે જણાવવા માટે કોઈ વૈશ્વિક સંસ્થાની જરૂર નથી. મારી સાથે ભારતના લોકો છે. ભારતના લોકો સુનિશ્ચિત કરશે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી છે. એટલે આ અંગે તમે ચિંતા કરશો નહીં.
29 માર્ચે યુએનના જનરલ સેક્રેટરીના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે ભારતમાં દરેકના અધિકારોનું રક્ષણ કરવામાં આવશે. ભારતમાં ચૂંટણીનો સમય છે, એવામાં બધા જ નાગરિકોને નિષ્પક્ષ વાતાવરણમાં મત આપવાની તક મળવી જોઈએ.
યુએન સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે કહ્યું હતું કે ભારતમાં દરેક નાગરિકને ચૂંટણી દરમિયાન ન્યાયી વાતાવરણમાં મતદાન કરવાની તક મળવી જોઈએ.
કેજરીવાલની ધરપકડ પર ચૂંટણીના માહોલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દુજારિકને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ ભારતમાં સર્જાયેલા રાજકીય વાતાવરણ વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં સ્ટીફને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની વાત કરી હતી.
હકીકતમાં યુએન સહિત અમેરિકા અને જર્મનીએ લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરી છે. આના પર ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે “ભારતની ચૂંટણી અને કાયદાકીય પ્રક્રિયા પર કોઈપણ અન્ય દેશની ટિપ્પણીઓને સ્વીકારવામાં આવશે નહીં. ભારતમાં ચૂંટણી પ્રક્રિયા કાયદાના નિયમ અનુસાર ચાલે છે. કોઈપણ સહયોગી દેશ, ખાસ કરીને જે પોતે લોકતાંત્રિક છે, તેમને આ પ્રક્રિયાનું સન્માન કરવામાં કોઈ મુશ્કેલી હોવી જોઈએ નહીં.
21 માર્ચે EDએ દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી
કેજરીવાલની 21 માર્ચે લિકર પોલિસી કેસમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તે 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે. કેજરીવાલ EDની કસ્ટડીમાંથી સરકાર ચલાવી રહ્યા છે. કોર્ટમાં તેમની હાજરી સમયે તેમણે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જરૂર પડશે તો જેલમાંથી સરકાર ચલાવશે.
અરવિંદ કેજરીવાલની આ તસવીર ધરપકડ દરમિયાન લેવામાં આવી છે.
કતારના મીડિયાએ લખ્યું હતું – ભારતની લોકશાહી મરી ગઈ છે
કતારના મીડિયા હાઉસ અલજઝીરાએ કેજરીવાલની ધરપકડ દ્વારા ભારતમાં વિપક્ષની એકતા પર લખ્યું છે. અલ જઝીરાએ હેડલાઇનમાં લખ્યું છે – મરી ગયેલું લોકતંત્ર, શું કેજરીવાલની ધરપકડ ભારતના વિપક્ષને એકજુટ કરી શકશે?
અલ જઝીરાના લેખમાં લખ્યું છે કે- કેજરીવાલની ધરપકડના કારણે ભારતની રાજધાની બંધારણીય સંકટમાં ફસાઈ ગઈ છે. કતારના મીડિયા હાઉસે લખ્યું છે કે મોદી સત્તામાં આવ્યા બાદ CBI અને ED દ્વારા દાખલ કરાયેલા 95% કેસ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ છે. અલ જઝીરાએ કેજરીવાલની ધરપકડ પર વિપક્ષી પાર્ટીઓના નિવેદનો પ્રકાશિત કર્યા છે, તેના દ્વારા વિપક્ષની એકતા બતાવવાનો પ્રયાસ કર્યો છે.