ન્યૂયોર્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
- પેમેન્ટ અને અન્ય સેવાઓ માટે ક્યૂઆર કોડનો ઉપયોગ વધ્યો
કેશલેસ પેમેન્ટ અને અન્ય અનેક સેવાઓ માટે ક્યૂઆર કોડનો ઉપયોગ વધી રહ્યો છે. ક્યૂઆર કોડે રોકડ વગર ખરીદી અને અન્ય સેવાઓને સરળ બનાવવા ઉપરાંત એક ખતરો પણ ઊભો થયો છે. તાજેતરમાં અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશને ચેતવણી જારી કરી છે કે સ્કેમર્સ ક્યૂઆર કોડનો ઉપયોગ વ્યક્તિગત જાણકારીની ચોરી કરવા માટે કરે છે.
પાર્કિંગ જેવા સ્થળોએ કાયદેસરના ક્યૂઆર કોડની ઉપર અલગથી ક્યૂઆર કોડ લગાવીને તેમાં એક ખતરનાક સાઇટની લિન્કને છૂપાઈ દેવામાં આવે છે. સ્કેન કર્યા બાદ લિન્ક પર એક વાર ક્લિક કરતા જ સ્કેમર્સ ફોનમાં છૂપાયેલી તમામ જાણકારી ચોરી શકે છે. તદુપરાંત જાણકારીની ચોરી કરવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરતા જ ફોનમાં માલવેર પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. જ્યારે, ઇમેલ અને ટેકસ્ટના માધ્યમથી આ પ્રકારના ક્યૂઆર કોડને મોકલવામાં આવે છે.
વ્યક્તિ માટે ઇમરજન્સીની સ્થિતિ ઊભી કરવા માટે ટેકસ્ટ અને ઇમેલમાં જુઠ્ઠાણાંનો ઉપયોગ કરાય છે. 2023ના ત્રીજા ક્વાર્ટરમાં ક્યૂઆર કોડ હુમલાના 60,000 મેલ અથવા સંદેશના સેમ્પલ જોવામાં આવ્યાં હતાં. સૌથી સામાન્ય સંદેશ ઑનલાઇન ઓર્ડરની ડિલિવરી પુનર્નિધારિત કરવાની અને બેન્ક ખાતાંની સુરક્ષા વધારવાને લગતી છે. નિષ્ણાતો અનુસાર મોટા ભાગના ક્યૂઆર કોડ ફોનનો ઉપયોગ કરીને સ્કેન કરાય છે. આ વિશેષ રીતે અસુરક્ષિત છે કારણ કે ફોનનું સુરક્ષા સ્તર કમ્પ્યુટરને બરાબર નથી હોતું.
બચવા માટે ટૂ લેયર પ્રોટેક્શન અને સોફ્ટવેર અપડેટ રાખો
સ્કેમથી બચવા માટે ટૂ લેયર પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જોઇએ, જે વ્યક્તિની ઓળખના ઑનલાઇન વેરિફિકેશન માટે એપ્સ અથવા ફોન નંબરનો ઉપયોગ કરે છે. ફોનનો સોફ્ટવેર અપડેટ રાખો, જેથી ફોનમાં પ્રોટેક્શનનો ઉપાય હાજર હોય.