2 કલાક પેહલા
- કૉપી લિંક
2024માં ભારતીય નાગરિકોને અમેરિકાના B1/B2 વિઝા મળવામાં વધારો થયો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે એક લાખથી પણ વધારે વિઝા અપ્રૂર્વ કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે કોરોના બાદ ટ્રાવેલમાં વધારો થયો છે. કોરોનાકાળમાં અમેરિકાએ ટ્રાવેલ વિઝા પર ઘણા જ પ્રતિબંધો મૂક્યા હતા, પરંતુ હવે આ વિઝાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
વિઝાની સંખ્યામાં થયેલો વધારો
મહિનો | 2024 | 2024 |
એપ્રિલ | 101,760 | 50,525 |
મે | 96,181 | 72,877 |
જૂન | 51,538 | 46,184 |
જુલાઈ | 55,459 | 42,167 |
ઓગસ્ટ | 59,903 | 49,652 |
કુલ | 364,841 | 261,405 |
આ વિઝા વધવા પાછળનું કારણ શું? કોરોનાને કારણે મુસાફરી પર બૅન હતો, પરંતુ હવે મુસાફરોને તક મળતા જ તેઓ ટ્રાવેલ કરી રહ્યા છે. આ ઉપરાંત ભારત-અમેરિકાના સંબંધો સતત સુધરી રહ્યા છે. આ જ કારણે ભારતના નાગરિકોને પ્રોત્સાહન મળે છે. અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા ઘણું જ મોટું છે અને ઘણા નાગરિકો પરિવારને મળવા, લગ્નમાં અથવા તો અન્ય પ્રોગ્રામમાં ભાગ લેવા માટે B2 વિઝા લે છે.
ભારતીયોની આર્થિક પ્રવૃત્તિમાં હકારાત્મક ફેરફારઃ પાર્થેશભાઈ ઠક્કર વિઝા એક્સપર્ટ પાર્થેશભાઈ ઠક્કરે આ વધારા અંગે જણાવ્યું હતું, ભારતીયો બિઝનેસ કે પછી ટૂરિઝમ માટે અમેરિકા જાય છે. બિઝનેસ વિઝાની વાત કરીએ તો તેઓ બિઝનેસ એક્સપાન્સન, ક્લાયન્ટ મિટિંગ્સ અથવા કોન્ફરન્સ માટે જતા હોય છે. પાર્થેશભાઈ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે હવે વૈશ્વિક સ્તરે ટ્રાવેલ પૅટર્ન ધીમે ધીમે નોર્મલ થઈ રહી છે. આપણે પ્રી પેન્ડેમિક ટ્રાવેલ નોર્મ્સમાં પરત ફર્યા છીએ. પરિવારોએ લાંબા સમય સુધી વેકેશન હોલ્ડ પર રાખ્યું હતું, તેઓ હવે અમેરિકા જવા આતુર છે.
વધુમાં પાર્થશભાઈએ કહ્યું હતું કે અમેરિકાના B1/B2 વિઝામાં વધારો થતો ભારતના નાગરિકોની આર્થિક પ્રવૃત્તિમાં હકારાત્મક ફેરફાર આવ્યો હોવાનો સંકેત છે. બંને દેશોના સંબંધો વધુ ગાઢ બનતા વિઝા મંજૂરી વધી છે. આ જ કારણે બંને દેશોના બિઝનેસ, વ્યક્તિ ને પરિવાર વચ્ચે સારા સંબંધો સ્થપાશે તેમ માનવામાં આવે છે. આગામી મહિનાઓમાં આ વિઝામાં હજી વધારો થશે તેમ માનવામાં આવે છે.