3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિટનની રાજધાની લંડનથી સિંગાપોર જઈ રહેલી એક ફ્લાઇટમાં એર ટર્બુલન્સના કારણે એક યાત્રીનું મોત થયું છે, જ્યારે 30 ઘાયલ થયા છે. સિંગાપુર એરલાઇન્સની બોઈંગ 777- 300ER ફ્લાઇટે લંડનથી ઉડાન ભરી હતી. તે પછી યાત્રા દરમિયાન જ ફ્લાઇટ હવામાં ઝોલા ખાવા લાગી.
ટર્બુલન્સ અટક્યું નહીં જેથી ફ્લાઇટને ડાયર્વટ કરીને બેંકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. અહીં લોકલ સમય પ્રમાણે બપોરે 3 વાગીને 45 મિનિટ પર ફ્લાઇટ લેન્ડ થઈ. જોકે, ત્યાં સુધી ભયના કારણે એક પેસેન્જરનું મોત થઈ ગયું.
ટર્બુલન્સનાં કારણે ફ્લાઇટના ડસ્ટબિનમાંથી બધો જ કચરો બહાર પડી ગયો હતો.
ફ્લાઇટમાં કુલ 211 યાત્રી અને 18 ક્રૂ-મેમ્બર્સ હતા
ફ્લાઇટમાં કુલ 211 યાત્રી અને 18 ક્રૂ-મેમ્બર્સ હતા. ફ્લાઇટ સાંજે 6 વાગીને 10 મિનિટે સિંગાપુરના ચાંગી એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. સિંગાપુર એરલાઇન્સે મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. પ્લેનનાં લેન્ડિંગ પછી તરત જ અનેક એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી. ઘાયલોને પાસેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેંકોકમાં ઇમરજન્સી લેન્ડિંગ પછી બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
બધા જ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.
એર ટર્બુલન્સ શું હોય છે?
વિમાનમાં ટર્બુલન્સ કે હલચલનો અર્થ થાય છે- હવામાં તેના પ્રવાહને અડચણ આવવી, જે વિમાનને ઉડવામાં મદદ કરે છે. એવું થવા પર વિમાન હલવા લાગે છે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં ચાલે છે એટલે પોતાના નિયમિત રસ્તાથી ભટકી જાય છે. આને જ ટર્બુલન્સ કહેવામાં આવે છે. અનેકવાર ટર્બુલન્સથી અચાનક જ વિમાન ઊંચાઈથી થોડા ફૂટથી થોડાં ફૂટ નીચે આવવા લાગે છે.
આ જ કારણ છે કે ટર્બુલન્સનાં લીધે વિમાનમાં સવાર યાત્રીઓને એવું લાગે છે, જાણે વિમાન ક્રેશ થવાનું હોય. ટર્બુલન્સમાં પ્લેનનું ઉડવું એવું હોય છે, જાણે ખરાબ રસ્તા પર કાર ચલાવવી. થોડાં ટર્બુલન્સ હળવા હોય છે, જ્યારે થોડાં ગંભીર હોય છે.