કેનબેરા28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા બ્રિટનના રાજા ચાર્લ્સને વિરોધનો સામનો કરવો પડ્યો છે. કિંગ ચાર્લ્સ સોમવારે ઓસ્ટ્રેલિયન સંસદમાં ભાષણ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક મુળ નિવાસી સીનેટરે તેમની વિરુદ્ધ નારા લગાવ્યા અને કહ્યું કે તમે અમારા રાજા નથી.
સીનેટર લિડિયા થોર્પે કહ્યું, તમે ખૂની છો, તમે અમારા લોકોનો નરસંહાર કર્યો છે. આ સમય દરમિયાન લિડિયાએ રાજા ચાર્લ્સને તેમની જમીનો, પૂર્વજોની અસ્થિયા અને કલાકૃતિઓને મૂળ લોકોને પરત કરવા કહ્યું.
લિડિયાએ સૂત્રોચ્ચાર કરતા કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યએ તેમની જમીન બરબાદ કરી દીધી છે.
લિડિયા ટ્રેડિશનલ કપડામાં આવી હતી
કિંગ ચાર્લ્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા માટે ઓસ્ટ્રેલિયન સીનેટર લિડિયા થોર્પને બહાર લઈ જતા સુરક્ષા કર્મચારીઓ.
કિંગ ચાર્લ્સના વિરોધમાં ઉતરેલી લિડિયા પારંપરિક વસ્ત્રો પહેરીને સંસદ પહોંચી હતી. સૂત્રોચ્ચાર કર્યા બાદ સુરક્ષા અધિકારીઓ તેમને સંસદની બહાર લઈ ગયા હતા. સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા લિડિયાએ કહ્યું કે, જ્યાં સુધી રાજા ઓસ્ટ્રેલિયાના ઔપચારિક વડા રહેશે ત્યાં સુધી અમે બ્રિટિશ સામ્રાજ્યનો વિરોધ કરતા રહીશું.
તેમણે કહ્યું કે અન્ય કોઈ દેશના રાજા અમને આદેશ આપી શકતા નથી. લિડિયા થોર્પે ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાંથી સ્વતંત્ર સીનેટર છે. તેણી બ્રિટિશ રાજાશાહી સામે સ્પષ્ટવક્તા હોવા માટે જાણીતી છે.
2022 માં સીનેટર તરીકે શપથ લેતી વખતે, તેણે બ્રિટિશ રાજાને “કોલોનિયલ મેજેસ્ટી” તરીકે સંબોધિત કર્યા. આ પછી તેને ફરીથી શપથ લેવા માટે કહેવામાં આવ્યું.
કિંગ ચાર્લ્સ કેન્સરમાંથી સાજા થયા બાદ તેમના પ્રથમ વિદેશ પ્રવાસ પર છે. આ પ્રવાસમાં તેમની પત્ની રાણી કેમિલા પણ તેમની સાથે છે.
કિંગ ચાર્લ્સ 2022માં રાજ્યાભિષેક બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા પહોંચ્યા.
1986માં આઝાદી મળી, પણ રાજાશાહી યથાવત છે ઓસ્ટ્રેલિયાને 1986માં આઝાદી મળી હતી, પરંતુ હજુ પણ ત્યાં બંધારણીય રાજાશાહી છે. ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ રાજાને ઔપચારિક રીતે રાજ્યના વડા તરીકે ગણવામાં આવે છે. જો કે, 1999ના લોકમતમાં ઓસ્ટ્રેલિયન જનતાએ ઓસ્ટ્રેલિયાને બ્રિટિશ સામ્રાજ્યનું પ્રભુત્વ રાજ્ય બનાવવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
2022 માં રાણી એલિઝાબેથ II ના મૃત્યુ પછી, બ્રિટિશ સામ્રાજ્ય સાથેના સંબંધો તોડવાની ચર્ચાએ ફરીથી વેગ પકડ્યો છે.