3 કલાક પેહલા
- કૉપી લિંક
સુનીતા અને વિલ્મોર ગયા વર્ષે જૂનમાં સ્પેસ સ્ટેશન પર ગયા હતા.
અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં ધરતી પર પાછા ફરશે. નાસાએ મંગળવારે કહ્યું કે તેમને માર્ચના મધ્યમાં પાછા લાવવામાં આવશે. બંને અવકાશયાત્રીઓ છેલ્લા 8 મહિનાથી સ્પેસ સ્ટેશન ફસાયેલા છે.
અગાઉ, અવકાશયાત્રીઓના પાછા ફરવાની અંતિમ તારીખ માર્ચ એન્ડિંગ અથવા એપ્રિલસુધી નક્કી કરવામાં આવી હતી. તેમને સ્પેસએક્સ કેપ્સ્યુલમાં પાછા લાવવામાં આવશે.
સુનિતા વિલિયમ્સ ગયા વર્ષે 5 જૂને બુચ વિલ્મોર સાથે ISS પહોંચ્યા હતા. તેને એક અઠવાડિયા પછી પાછા ફરવાનું હતું. તે બંને બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલનો ટેસ્ટ કરવા ગયા હતા પરંતુ તેમાં ખામી સર્જાયા બાદ, તેઓ ISS પર રહી ગયા. ત્યારથી, તેઓ બંને ત્યાં જ અટવાઈ ગયા છે.
અગાઉ, નાસાએ ફેબ્રુઆરી 2025માં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન દ્વારા સુનિતા અને બુચ વિલ્મોરને પાછા લાવવાની માહિતી આપી હતી. જો કે આ થઈ શક્યું નહીં.
![6 જૂનના રોજ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી ક્રૂ સાથે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ.](https://images.bhaskarassets.com/web2images/521/2025/01/30/comp-125172397899617345170041737045547-1_1738250827.gif)
6 જૂનના રોજ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી ક્રૂ સાથે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ.
ઈલોન મસ્ક અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સને પરત લાવશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્કને અવકાશમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બુચ વિલ્મોરને પાછા લાવવાનું કામ સોંપ્યું છે. બંને વૈજ્ઞાનિકો ગયા વર્ષના જૂનથી સ્પેસમાં ફસાયેલા છે.
ટ્રમ્પે ગયા મહિને સોશિયલ મીડિયા પર લખ્યું હતું: મેં મસ્કને તે બે ‘બહાદુર અવકાશયાત્રીઓ’ને પાછા લાવવા માટે કહ્યું છે. તેમને બાઈડન સરકારે અવકાશમાં છોડી દીધા છે. તેઓ ઘણા મહિનાઓથી સ્પેસ સ્ટેશન પર રાહ જોઈ રહ્યા છે. મસ્ક ટૂંક સમયમાં આના પર કામ શરૂ કરશે. આશા છે કે બધા સુરક્ષિત હશે.
મસ્કે જવાબ આપ્યો કે આપણે પણ એવું જ કરીશું. તે ભયાનક છે કે બાઈડન પ્રશાસને તેમને આટલા લાંબા સમય સુધી ત્યાં જ છોડી દીધા છે.
![જો કે, નાસાએ તેના ક્રૂ-મિશન હેઠળ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે ઘણા મહિનાઓ પહેલા જ મસ્કના સ્પેસએક્સને સામેલ કર્યુ હતું.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/12/untitled-design-2025-02-12t101705669_1739335647.png)
જો કે, નાસાએ તેના ક્રૂ-મિશન હેઠળ બંને અવકાશયાત્રીઓને પાછા લાવવા માટે ઘણા મહિનાઓ પહેલા જ મસ્કના સ્પેસએક્સને સામેલ કર્યુ હતું.
સુનિતા અને વિલ્મોરને સ્પેસ સ્ટેશન પર કેમ મોકલવામાં આવ્યા? સુનિતા અને બુશ વિલ્મોર બોઇંગ અને નાસાના સંયુક્ત ‘ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન’ પર ગયા હતા. આમાં, સુનિતા અવકાશયાનની પાયલોટ હતી. તેમની સાથે આવેલા બુશ વિલ્મોર આ મિશનના કમાન્ડર હતા. તે બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 8 દિવસ રહ્યા પછી પૃથ્વી પર પાછા ફરવાના હતા.
લોન્ચ સમયે, બોઇંગ ડિફેન્સ, સ્પેસ એન્ડ સિક્યુરિટીના પ્રમુખ અને સીઈઓ ટેડ કોલ્બર્ટે તેને સ્પેસ રિસર્ચના નવા યુગની શાનદાર શરૂઆત ગણાવી. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અવકાશયાનની એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશન સુધી લઈ જવા અને ત્યાંથી પાછા લાવવાની ક્ષમતા સાબિત કરવાનો હતો.
એસ્ટ્રોનોટ્સને સ્પેસ સ્ટેશન પરના તેમના 8 દિવસ દરમિયાન રિસર્ચ અને અનેક પ્રયોગો પણ કરવા પડ્યા. સુનિતા અને વિલ્મોર એટલાસ-V રોકેટ દ્વારા સ્પેસ યાત્રા પર મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાત્રીઓ છે. આ મિશન દરમિયાન તેમણે અવકાશયાન મેન્યુણઅલી પણ ઉડાડવું પડ્યું. ફ્લાઇટ ટેસ્ટ સંબંધિત ઘણા ઓબ્ઝેક્ટિવ પણ પૂર્ણ કરવાના હતા.
સુનિતા અને વિલમોર આટલા લાંબા સમય સુધી સ્પેસમાં કેવી રીતે અટવાઈ ગયા? સ્ટારલાઇનર અવકાશયાનને લોન્ચના સમયથી જ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આના કારણે, 5 જૂન પહેલા પણ ઘણી વખત લોન્ચ નિષ્ફળ ગયા હતા. લોન્ચ થયા પછી પણ અવકાશયાનમાં સમસ્યાઓના અહેવાલો હતા.
NASAએ જણાવ્યું હતું કે અવકાશયાનના સર્વિસ મોડ્યુલના થ્રસ્ટરમાં એક નાનો હિલીયમ લીક થયો હતો. અવકાશયાનમાં ઘણા થ્રસ્ટર્સ હોય છે. તેમની મદદથી અવકાશયાન પોતાનો માર્ગ અને ગતિ બદલે છે. હિલીયમ ગેસને કારણે રોકેટ પર દબાણ સર્જાય છે. તેની રચના મજબૂત રહે છે, જે રોકેટને તેની ઉડાનમાં મદદ કરે છે.
લોન્ચ થયાના 25 દિવસમાં અવકાશયાનના કેપ્સ્યુલમાં 5 વખત હિલીયમ લીક થયું હતું. 5 થ્રસ્ટર્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વધુમાં, પ્રોપેલન્ટ વાલ્વ સંપૂર્ણપણે બંધ કરી શકાતો નથી. સ્પેસમાં રહેલા ક્રૂ અને અમેરિકાના હ્યુસ્ટનમાં મિશન મેનેજર પણ સાથે મળીને તેને ઠીક કરી શક્યા નથી.