50 મિનિટ પેહલા
- કૉપી લિંક
અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર અનેક મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે. હવે તેમને ધરતી પર પાછા લાવવા માટે નાસા અને સ્પેસએક્સનું ક્રૂ-9 મિશન લોન્ચ થઈ ગયું છે. સુનિતા અને બુચને પાછા લાવવા માટે સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલમાં ટ્રાવેલ કરીને નાસાના નિક હેગ અને રશિયન અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના કોસ્મોનાટ એલેક્ઝેન્ડર ગોરબુનોવ રવિવારે સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પહોંચી ગયા છે. જ્યાં પહોંચવા પર બધાએ હેગ અને ગોરબુનોવનું જોરદાર વેલકમ કર્યું.
સ્ટેશન પહોંચતા જ અંતરિક્ષ યાત્રીઓ એકબીજાને ભેટી પડ્યા
શનિવારે ફ્લોરિડાના કેપ કૈનાવેરલથી બપોરે 1:17 વાગ્યે(1717 GMT) પર ફાલ્કન 9 રોકેટે ઉડાન ભરી, જ્યારે ડ્રેગન અંતરિક્ષ યાને ક્રૂ-9 મિશન રવિવારે સાંજે 5.30 વાગ્યે ISS સાથે સંપર્ક કર્યો. ત્યાર બાદ, નાસાના અંતરિક્ષ યાત્રી નિક હેગ અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેન્ડર ગોરબુનોવ સાંજે 7.00 વાગ્યા પછી સ્ટેશન પર ઉતર્યા અને અંતરિક્ષ સ્ટેશન પર પોતાના સહયોગીઓને ગળે ભેટ્યા. જેના પર નાસાના ઉપ પ્રશાસક પામ મેલરોયે એક ન્યૂઝ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજનો દિવસ કેટલો શાનદાર હતો.
સુનીતા વિલિયમ્સ 5 જૂને ત્રીજી વખત અવકાશમાં ગયાં
નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 5 જૂન, 2024ના રોજ ત્રીજી વખત અવકાશમાં ઉડાન ભરી હતી. લગભગ 25 કલાક પછી વિલિયમ્સ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એટલે કે ISS પર પહોંચ્યાં. મિશન હેઠળ, તેમણે રિસર્ચ અને એક્સપેરિમેન્ટ્સ કરવા માટે 8 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહીને 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાનું હતું, પરંતુ તેમના અવકાશયાનને તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
સુનિતાની સાથે તેમનો પાર્ટનર બૂચ વિલ્મોર પણ અવકાશમાં ફસાયેલો છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે ISS સુધી પહોંચવાના અંતિમ તબક્કા દરમિયાન 6 જૂને સ્ટારલાઇનરના 28 રિએક્શન કંટ્રોલ થ્રસ્ટર્સમાંથી પાંચ નિષ્ફળ ગયાં હતાં. જો કે, તેમાંથી ચાર પાછા ઓનલાઈન આવ્યાં હતાં.
કયા કારણોસર પાછા આવી શકતાં નથી?
શરૂઆતમાં આ મિશન નવ દિવસ ચાલવાનું હતું. વિલિયમ્સ અને વિલ્મોર 13 જૂને પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ અવકાશયાનમાં હિલિયમ લીક અને થ્રસ્ટરની નિષ્ફળતા સહિત સ્ટારલાઈનર સાથેની ઘણી ટેક્નિકલ સમસ્યાઓને કારણે તેમની પરત તારીખ સતત લંબાવવામાં આવી હતી. નાસાએ પરત ફરવાની તારીખ 26 જૂન નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે મુલતવી રાખવામાં આવ્યું હતું. બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન હાલમાં ISS સાથે ડોક થયેલ છે અને લાંબા સમય સુધી ડોક રહેવાની ક્ષમતા ધરાવે છે. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચના જણાવ્યા અનુસાર, સામાન્ય સંજોગોમાં તે 45 દિવસ સુધી જોડાયેલ રહી શકે છે, પરંતુ જો જરૂરી હોય તો તેનો સમયગાળો 72 દિવસ સુધી વધારી શકાય છે.
85 દિવસ સુધી અવકાશમાં ફસાયેલી સુનીતા, આવતા વર્ષે પરત આવશે
નાસાએ 24 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર ફેબ્રુઆરી 2025 સુધીમાં પૃથ્વી પર પાછા ફરશે. નાસાએ આખરે સ્વીકાર્યું કે બોઇંગની નવી સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ISS પર ફસાયેલા બે અવકાશયાત્રીઓને લાવવું જોખમી બની શકે છે.
બંને અવકાશયાત્રીઓને એક જ અવકાશયાન દ્વારા 5 જૂને ISS પર મોકલવામાં આવ્યા હતા. નાસાએ કહ્યું હતું કે સુનીતા અને બૂચ વિલ્મોર ફેબ્રુઆરીમાં એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટ પર પાછા ફરશે. તે જ સમયે, સ્ટારલાઇનર કેપ્સ્યુલ ISS થી અલગ થશે અને એક કે બે અઠવાડિયામાં ઓટોપાયલટ મોડ પર પાછા ફરવાનો પ્રયાસ કરશે.
નાસાના અધિકારી બિલ નેલ્સને કહ્યું હતું કે, ‘બોઇંગનું સ્ટારલાઇનર ક્રૂ વિના પૃથ્વી પર પરત ફરશે.’ સુનીતા અને વિલ્મોર 13 જૂનના રોજ પરત ફરવાના હતા, પરંતુ અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેમનું વળતર મોકૂફ રાખવામાં આવ્યું હતું.