ઈસ્લામાબાદ/ લાહોર58 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીટીપીના લડવૈયાએ ખૈબરમાં મોરચો સંભાળ્યો (ફાઈલ ફોટો)
અફઘાનિસ્તાનને ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાનને ઘેર્યું છે. અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન(ટીટીપી)એ ગુરૂવારે પાતકિસ્તાનની સૈન્યની ચોકીઓ પર રોકેટ અને મોર્ટારથી હુમલો કર્યો હતો. મકીન અને માલીખેલની સેનાની ચોકીઓ પર હુમલો કર્યા બાદ તાલિબાના લડવૈયાઓએ ખૈબરના લક્કી મારવતના એનર્જી પ્લાન્ટના 16 કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. તમામ લોકો રાત્રે પોતાની ડ્યૂટી પરથી પરત ફરી રહ્યા હતા. આ પ્લાન્ટ પાકિસ્તાન પરમાણુ ઉર્જા આયોગ અંતર્ગત આવે છે.
જોકે, આયોગનું કહેવું છે કે અપહરણ કરાયેલા કર્મચારીઓ આયોગના સ્થાયી કર્મચારીઓ નથી. ઉલ્લેખનીય છે કે ગત 24 ડિસેમ્બરે પાકિસ્તાનની એરફોર્સે અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.
તાલિબાનોની માગ સ્વીકારી અમને મુક્ત કરાવો: અપહૃત કર્મી તાબિલાને ખૈબરના કબાલ વિસ્તારમાં કર્મચારીઓને નીચે ઉતારીને વાહનને આગ લગાવી દીધી હતી. તાલિબાને ગુરૂવારે તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં અપહરણ કરાયેલ કર્મચારીઓ શાહબાઝ સરકારને અપીલ કરી હતી કે ટીટીપીની માગો પુરી કરીને અમને બંધકમાંથી છૂડાવો. પાકની સેના અને પોલીસની સંયુક્ત ટીમોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ અહીં પર્વતો અને ગુફાઓને કારણે સફળતા મળવાની મુશ્કેલી ઓછી જણાઈ રહી છે. સૂત્રો પ્રમાણે શાહબાઝ સરકારે કર્મીઓને મુક્ત કરવા માટે ટીટીપી સાથે ડીલ કરવી પડશે.
તાલિબાનનો વર્ષમાં ચોથો હુમલો, ગત વર્ષે 265 હુમલા કર્યા હતા ટીટીપીનો 2025મા ચોથો હુમલો છે. 2024માં ટીટીપીએ 265 હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 67 જવાનના મોત થયા હતા. 2024માં ઓગસ્ટમાં ટીટીપીએ ગેસ પાઈપ લાઈનના ત્રણ કર્મચારીઓ અને નવેમ્બરમાં 7 પોલીસ કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. ટીટીપીને પાકિસ્તાન સરકાર આતંકી સંગઠન ગણાવે છે. જ્યારે ટીટીપીનું કહેવું છે કે ઉત્તર પશ્ચિમી ક્ષેત્રમાં પાક સરકારના સ્થાનિક લોકો પર અત્યાચારો વિરુદ્ધ લડી રહી છે.
લાહોરમાં બંદૂકના નાળચે ત્રણ હિન્દુ યુવકોનું અપહરણ કરાયું પાકિસ્તાનના પંજાબ પ્રાંતના રહીમ યાર ખાનમાં બંદૂકના નાળચે ત્રણ હિન્દુ યુવકનું અપહરણ કરાયું હતું. પોલીસની જણાવ્યા પ્રમાણે અપહરણ કરાયેલ યુવકમાં શમન, શામીર અને સાજન છે. ગેંગના વડા આશિક કોરાઈએ એક વીડિયો શેર કરીને આ ઘટનાની જવાબદારી લીધી છે. પોતાના દસ સાથીઓને છોડવાની માગ કરી છે. તેમજ ચેતવણી આપી છે કે જો તેની માગ સ્વીકારવામાં આવશે નહીં તો હિન્દુ યુવકની હત્યા કરી દેવાશે.