7 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેસેજિંગ એપ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડ ત્રણ દિવસ બાદ પણ રહસ્ય જ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની 24 વર્ષની ગર્લફ્રેન્ડ યૂલિયા વાવિલોવા ધરપકડ બાદથી ગાયબ છે.
ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે યુલિયાના કારણે દુરોવની ધરપકડ કરવામાં આવી હતી. તે તેના બોયફ્રેન્ડ દુરોવ સાથે પ્રાઈવેટ જેટમાં અઝરબૈજાનથી પેરિસ પહોંચી હતી. આશ્ચર્યની વાત એ છે કે ફ્રાન્સમાં દુરોવ વિરુદ્ધ 12 કેસ નોંધાયા હતા. તેમ છતાંય તે ત્યાં ગયો હતો.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે યુલિયાના કારણે દુરોવની ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં જ્યારે બંને પેરિસ પહોંચ્યા, ત્યારે યુલિયાએ દુરોવના પ્રાઇવેટ જેટમાંથી ઘણી ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે પોલીસને ખબર પડી અને દુરોવની ધરપકડ કરવામાં આવી.
યુલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરીમાં આ ફૂટેજ પોસ્ટ કર્યા હતા. આમાં દુરોવ કાર ચલાવતો જોવા મળે છે.
25 જૂનના રોજ, દુરોવ અને યુલિયા અઝરબૈજાનની રાજધાની બાકુમાં જોવા મળ્યા હતા.
ચાર મહિના પહેલા દુરોવના સંપર્કમાં આવ્યો હતો, હવે ગુમ
યુલિયા પણ દુરોવની જેમ રશિયન મૂળની છે. પોતાને ક્રિપ્ટો ટ્રેનર ગણાવતી યુલિયા બે વર્ષથી દુબઈમાં રહે છે. તે રશિયન, અંગ્રેજી, અરબી અને સ્પેનિશ સહિતની ઘણી ભાષાઓ જાણતી હોવાનો દાવો કરે છે.
યુલિયા ચાર મહિના પહેલા દુરોવના સંપર્કમાં આવી હતી. બંને કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને અઝરબૈજાન જેવી ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ આવી હતી. દુરોવની ધરપકડ બાદ યુલિયાનો કોઈ પત્તો મળ્યો નથી.
આ કારણે સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દુરોવ હનીટ્રેપનો શિકાર બન્યો છે. તેની ધરપકડ કરવા માટે જ યુલિયા તેની નજીક આવી અને તેને પેરિસ લઈ ગઈ.
દુરોવની ધરપકડના થોડા સમય પહેલા જ યુલિયાએ સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે દુરોવના પ્રાઈવેટ જેટમાં બેઠી છે.
જો દુરોવ દોષિત ઠરશે તો તેને 20 વર્ષ જેલની સજા ભોગવવી પડશે
દુરોવની શનિવારે (24 ઓગસ્ટ) બાળ જાતીય શોષણ સામગ્રીની આપલે, ડ્રગ હેરફેર અને સંગઠિત અપરાધને પ્રોત્સાહન આપવા અને માહિતી શેર ન કરવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
દુરોવને રશિયાના ઝકરબર્ગ કહેવામાં આવે છે, 22 વર્ષમાં સોશિયલ મીડિયા એપ બનાવી
રશિયન મૂળના દુરોવે તેના ભાઈ સાથે 2013માં ટેલિગ્રામની સ્થાપના કરી હતી. તેમને રશિયાના ઝકરબર્ગ પણ કહેવામાં આવે છે. રશિયન સરકાર તેની પાસે રશિયન લોકો સાથે સંબંધિત ડેટા માગી રહી હતી, જેના કારણે તેણે 2014માં દેશ છોડી દીધો અને સેન્ટ કિટ્સ એન્ડ નેવિસની નાગરિકતા મેળવી.
શરૂઆતના થોડા વર્ષોમાં, દુરોવે ઘણા દેશોમાં પ્રવાસ કર્યો. તેઓએ 2017 માં દુબઈમાં તેમનું મુખ્ય મથક સ્થાપ્યું. દુરોવે 2021માં ફ્રેન્ચ નાગરિકત્વ મેળવ્યું હતું, જોકે તેની ધરપકડ થાય ત્યાં સુધી યુએઈ તેનું નિવાસસ્થાન હતું. તેણે તેની રશિયન નાગરિકતા છોડી દીધી છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.
કોર્ટે તેને ગુરુવાર સુધી પોલીસ કસ્ટડીમાં સોંપ્યો છે. જો દુરોવ દોષી સાબિત થાય છે, તો તેને 20 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
5 બાળકોના પિતા, 100થી વધુ બાળકોના જૈવિક પિતા
ફોર્બ્સ અનુસાર, દુરોવની કુલ સંપત્તિ 15.5 બિલિયન ડોલર (1 લાખ 30 હજાર કરોડ રૂપિયા) હોવાનો અંદાજ છે. અબજોપતિઓની યાદીમાં તેઓ 120મા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, દુરોવના હજી લગ્ન થયા નથી, પરંતુ તેને 5 બાળકો છે. આ બાળકોની માતા કોણ છે તે સ્પષ્ટ નથી.
રશિયન મીડિયા વેબસાઈટ દાવો કરે છે કે ડારિયા બોંડારેન્કો તેની પ્રથમ પત્ની છે જેની સાથે તેને 2 બાળકો છે. ડારિયા અને દુરોવના છૂટાછેડા થઈ ગયા છે.
રશિયન મીડિયા અનુસાર, દુરોવ અને ડારિયાને બે બાળકો છે. તેમને 2009માં એક પુત્ર અને 2010માં પુત્રીનો જન્મ થયો હતો.
મહિલાએ દુરોવના બાળકોની માતા હોવાનો દાવો કર્યો હતો
આ વર્ષે જુલાઈમાં એક રશિયન મહિલા ઈરિના બોલગેરે દાવો કર્યો હતો કે તે દુરોવના ત્રણ બાળકોની માતા છે. તેના કહેવા મુજબ તે અને તેના બાળકો સ્વિત્ઝરલેન્ડમાં રહે છે. જો કે, દુરોવે આ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.
દુરોવે 29 જુલાઈના રોજ એવો દાવો કરીને બધાને ચોંકાવી દીધા હતા કે તેની પાસે 100 થી વધુ જૈવિક બાળકો છે. તેણે કહ્યું કે તે છેલ્લા 15 વર્ષથી સ્પર્મ ડોનેટ કરી રહ્યો છે.
ઇરિના બોલ્ગરે દાવો કર્યો હતો કે દુરોવ તેની પુત્રી અને બે પુત્રોનો પિતા છે. બાળકોનું નામ પણ દુરોવના નામ પર રાખવામાં આવ્યું છે.
દુરોવે 100થી વધુ બાળકોના પિતા હોવાનો દાવો કર્યા બાદ ઈરિનાએ 29 જુલાઈએ આ ફોટો જાહેર કર્યો હતો. આમાં દુરોવ ઇરિના અને તેના બાળકો સાથે જોવા મળે છે. તસવીરમાં કેટલું સત્ય છે તે કહી શકાય નહીં.
ટેલિગ્રામ અસુરક્ષિત, ચેટ્સ એક્સેસ કરી શકાય છે
ટેલિગ્રામમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ડિફોલ્ટ રૂપે સેટ નથી હોતું, આ ફીચર ઓન કરવું પડે છે. ટેલિગ્રામ ચેટ્સ એક્સેસ કરી શકાય છે (કોઈ બીજા દ્વારા વાંચી શકાય છે). આ ફીચર વોટ્સએપમાં ડિફોલ્ટ રૂપે સેટ છે.
ટેલિગ્રામ, જે વિશ્વભરમાં એક અબજ વપરાશકર્તાઓ ધરાવે છે, તે ફક્ત 30 કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે કંપનીનું માર્કેટ કેપ 2.5 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે. પાવેલ દુરોવ વન મેન શોની જેમ ટેલિગ્રામ ચલાવે છે.
ભારતમાં પણ IT-ગૃહ મંત્રાલયે ટેલિગ્રામની તપાસ શરૂ કરી છે
IT અને ગૃહ મંત્રાલયે ટેલિગ્રામ દ્વારા કાયદાના ઉલ્લંઘનની તપાસ શરૂ કરી છે. IT મંત્રાલયે ગૃહ મંત્રાલયને પત્ર મોકલીને ટેલિગ્રામ વિરુદ્ધ અગાઉની ફરિયાદોની તપાસ કરવા જણાવ્યું છે. જો દોષી સાબિત થાય છે, તો IT મંત્રાલય દ્વારા ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.
આ સમાચાર પણ વાંચો…
ટેલિગ્રામના CEOની ધરપકડ પર મસ્ક બોલ્યા:ઝકરબર્ગને પણ પકડો, ઈન્સ્ટાગ્રામ પર બાળકોનું થઈ રહ્યું છે શોષણ; રશિયાએ કહ્યું- અમે દુરોવને ચેતવણી આપી હતી
ટેસ્લાના ચીફ ઈલોન મસ્ક પર મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પર ઈન્સ્ટાગ્રામ પર બાળ શોષણને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને તેમની ધરપકડની માગણી કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પર કહ્યું કે જો સરકાર ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ધરપકડને યોગ્ય માને છે તો ઝકરબર્ગ કેવી રીતે મુક્ત છે? સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
ટેલિગ્રામના અબજોપતિ CEO પાવેલની ધરપકડ:પ્રાઇવેટ જેટમાં ફ્રાન્સ પહોંચતાં જ પકડાયા; રોકટોક વગર ક્રિમિનલ કન્ટેન્ટ ચલાવ્યું, એપ આતંકીઓની પહેલી પસંદ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કોમ્યુનિટી એપ ટેલિગ્રામના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફ્રેન્ચ મીડિયાના અહેવાલો અનુસાર, દુરોવ પોતાના પ્રાઈવેટ જેટમાં ફ્રાન્સ પહોંચ્યા હતા. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…