13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશના નેતા મૌલાના મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો છે. તે અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં છુપાયેલો હતો. અહીં જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એટેક બાદ તરત જ મસૂદ અઝહરને અફઘાનિસ્તાનથી પાકિસ્તાન લઈ જવામાં આવ્યો હતો. તેને કરાચીની સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
મસૂદ અઝહરને હાર્ટ એટેક આવ્યો અહેવાલો અનુસાર, કાર્ડિયોલોજિસ્ટ ઈસ્લામાબાદથી કરાચી પહોંચી રહ્યા છે. મસૂદ અઝહરને ખોસ્ત પ્રાંતના ગોરબાઝ વિસ્તારમાંથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. તેને ટૂંક સમયમાં રાવલપિંડીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. પાકિસ્તાનની આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે તેણે આતંકવાદી મસૂદ અઝહરને છૂટ આપી રાખી છે.
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી તમને જણાવી દઈએ કે આતંકી મૌલાના મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ફાઉન્ડર છે. તે ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. સપ્ટેમ્બર 2019માં ભારતે UAPA હેઠળ અઝહર અને લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને પાકિસ્તાની આતંકવાદી હાફિઝ મુહમ્મદ સઈદને ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 1999માં કાઠમંડુથી કંદહાર જતી ફ્લાઈટને હાઈજેક કરવામાં આવી હતી, જેમાં મુસાફરોના બદલામાં આતંકી મસૂદને મુક્ત કરવામાં આવ્યો હતો.
કોણ છે આતંકવાદી મસૂદ અઝહર? વર્ષ 1968માં જન્મેલા આતંકવાદી મસૂદ અઝહરે પાકિસ્તાનમાં બેસીને ઘણી ભારત વિરોધી ગતિવિધિઓ કરી છે. તેના જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ આતંકી હુમલા કર્યા છે. પાકિસ્તાન વર્ષોથી મસૂદ અઝહર તેમના દેશમાં હોવાની વાત સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યું હતું, જોકે થોડા સમય પહેલા પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે તે તેમના દેશમાં છે અને તેની તબિયત ખરાબ છે.
જૈશ-એ-મોહમ્મદના કાળા કારનામા આરોપ છે કે ડિસેમ્બર 2001માં જૈશે લશ્કર-એ-તૈયબા સાથે મળીને ભારતીય સંસદ પર આત્મઘાતી હુમલો કર્યો હતો. ઉપરાંત, ફેબ્રુઆરી 2002માં જૈશે અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું માથું કાપી નાખ્યું હતું. મે 2009માં, જૈશના સભ્યો હોવાનો દાવો કરતા ચાર માણસોની ન્યૂયોર્કમાં યહૂદી મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવા અને યુએસ લશ્કરી એરક્રાફ્ટ પર મિસાઈલ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 2016માં પઠાણકોટ હુમલામાં પણ આ આતંકી સંગઠનનું નામ સામે આવ્યું હતું.
સંસદ હુમલા ઉપરાંત અઝહર પઠાણકોટ-પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ અઝહર ભારતમાં એક નહીં પરંતુ અનેક આતંકી હુમલા માટે જવાબદાર છે. સંસદ હુમલા સિવાય મસૂદ 2016માં પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ છે. આ કેસમાં દિલ્હી પોલીસની ચાર્જશીટ મુજબ, મસૂદે ભારત પર હુમલા માટે જૈશ-એ-મોહમ્મદના કેડરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2005માં અયોધ્યામાં રામજન્મભૂમિ અને 2019માં પુલવામામાં CRPF જવાનો પર પણ હુમલો કર્યો હતો.
આ સિવાય મસૂદ 2016માં ઉરી હુમલા અને અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા માટે પણ જવાબદાર છે. અઝહર અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન અને તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરની નજીક હતો.